________________
ગીતાન] તે પ્રાતિરૂ૫ અને પ્રિય કામનાઓને કે નચિકેતા!
[૪૩૧ અધિવનું મૂળ મૂળમાયા છે. આ વિવેચનનો ઉદેશ એ છે કે, અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એટલે શું તેની સ્પષ્ટ રીતે જિજ્ઞાસુઓને સમજ પડે. અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે એ જાણી શકયા કે આ અધિદેવાદિનું મૂળસ્થાન પ્રકૃતિ વા મૂળમાયા(વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણ છે, તથા સમષ્ટિ શરીરના અભિમાની પુરુષ બ્રહ્મદેવમાં પ્રવેશ થતાં અગાઉની તેની જે સ્થિતિ તેને ક્રમે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત, એ પ્રકારના નામે પ્રાપ્ત થાય છે, અને તે સમષ્ટિની અંદર રહેલા ચાલકને જીવોમાં મિશ્રણરૂપે હોય છે જ. આ નિયમાનુસાર મનુષ્ય શરીરની અંદર પણ તે ત્રણ ભેદે છે જ. જેમકે સ્થાન કાન, તેની ઇંદ્રિય શોત્ર તથા તેને દેવતા દિશા; આમાં શ્રોત્ર અધ્યાત્મ, શબ્દ એ અધિભૂત અને દિશા યા ફિપાળ એ અધિદેવ છે, એમ સમજે. તે પ્રમાણે ઇતર ઈકિયો માટે પણ સમજવું. આ સંબંધે વિશેષ ખાત્રીને માટે ઉદ્ધવ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ સ્પષ્ટતા કરેલી છે તે જ અત્રે આપું છું. જેથી સંશયને સ્થાન રહેશે નહિ.
અહકાર વિકાર જ અધિદૈવાદિ રૂપ બને છે શ્રીકૃષ્ણ ભગવાન કહે ઍ હે ઉદ્ધવ! મારી ગુણમય એવી માયાએ ત્રણ ગુણના આશ્રય વડે અનેક પ્રકારના ચિત્રવિચિત્ર ભેદો અને ભેદના જ્ઞાનને રચ્યાં છે, જો કે આ દેહાદિક સંઘાત અનેક ભેજવાળે છે. તે પણ ભૂલ માર્ગથી તેના (૧) અધિદેવ (૨) અધ્યાત્મ અને (૩)અધિભૂત એવા મુખ્ય ત્રણ ભેદે ગણવામાં આવે છે. જેમકે નેત્ર ગાલક સહ ચકું તે અધાત્મ તેને વિષય જે ૨૫ તે અધિભૂત તથા ચક્ષના નેત્ર ગેલકમાં રહી ચક્ષુરિંદ્રિયદ્વારા પ્રકાશિત કરી રહેલો તેને અધિવાનરૂપ દેવતા સર્ષ તે અધિદેવ કહેવાય. તેવી જ રીતે ત્વચા, સ્પર્શ અને વાયુનું શ્રવણ, શબ્દ અને દિશાઓ; છ રસ અને વરુણ; નાસિકા, ગંધ અને અશ્વિનીકુમાર ચિત્ત, ચેતચિતવ્ય અને ચેતન કિવા વાસુદેવ; મન, મંતવ્ય અને ચંદ્ર; બુદ્ધિ, બેહવ્ય અને બ્રહ્મા તથા અહંકાર, અહંક્તવ્ય અને રુદ્ધ એ મુજબ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવા ત્રણ ત્રણ ભેદ સમજવા. આ રીતે હાદિક સધાત અનેક ભેદવાળે છે અને આમાં તે કેવળ એક જ છે. આ મુજબ દે અને આત્મા વચ્ચે અત્યંત ભેદ છે માટે એનો પ્રથમ સારી રીતે વિવેક કરો. હ ઉહવ! ચક્ષુ ન હોય તે ૨૫ સિહ થતું નથી, અને ૨૫ ન હોય તે ચક્ષુ સિદ્ધ થતાં નથી, તેમ જ તેના અધિષ્ઠાતા સૂર્ય દેવતા ન હોય તે ચક્ષની પ્રવૃત્તિ સિત થતી નથી તથા ચક્ષની પ્રવૃત્તિ ન હોય તો રૂપનું જ્ઞાન થતું નથી. એ જ રીતે વયાદિ ત્રણ ત્રણ પદાર્થો માટે પણ જાણવું. આમ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવની સિદ્ધિ પરસ્પરના આશ્રય વો થાય છે અને આત્મા તો આકાશમાં રહેલાં સૂર્યની પેઠે કોઇના પણુ આશ્રયની અપેક્ષા નહિ રાખતાં સ્વત:સિદ્ધ છે. માટે એ અધ્યાત્માદિક સંધાતરૂ૫ દેહ અને આત્મા વચ્ચે મહા અંતર છે. હું ઉદ્ધા! આત્મામાંથી એ અમાત્માદિ ઉત્પન થયાં છે તથા તેઓ ભિન્ન ભિન્ન પે ભાસી રહ્યાં છે; પરંતુ આમાં તો કોઈમાંથી ઉપન થયો નથી અને એકરૂપ છે તેથી પણ દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભેદ સિદ્ધ થાય છે. હે ઉદવ! આત્મા પોતાના સ્વતઃસિહ જ્ઞાનથી એ અખાત્માદિક સર્વેને જાણે છે પણ અધ્યાત્માદિક સર્વ આત્માને જાણતા નથી; તેથી દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભેદ સિદ્ધ થાય છે. આ રીતે વિવેક કરો. ભગવાન આગળ કહે છે કે, તે ઉહવ! આત્માની પ્રાપ્તિ તો જ્યારે દેહાદિકને અહંભાવ મટે ત્યારે જ થાય છે. કેમકે સારિક, રાજસ અને તામસ એ ત્રણ પ્રકારના અહંકાર કે જે ગુણેને #ભ કરનારા શ્વિરના પ્રભાવ૫ કાળના નિમિત્તકારણને લીધે અભ્યાકન કિવ પ્રધાનમાંથી ઉત્પન્ન થયેલા મહત્તવ વડે ઉત્પન્ન થએલો છે તે અહંકાર તે વિકાર છે. તે જ આ અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂતપ મોહમય એવા દેતાદિકના વિકપનું કારણ છે (મા અં૦ ૧૧ અ. ૨૨ ૦ ૨૯ થી ૩૨).
ઝ, અધ્યાત્મ, અધિભત અને અધિદેવ સંબંધમાં મનુષ્પની ઇંદ્રિયાનાં ઉદાહરણ સાથે મહાભારત શાંતિષ અo ૧. અને અશ્વમેધ પર્વ અ ૪૨ માં સ્પષ્ટીકરણ કરેલું છે તે જોવું.