________________
૪૩૦]
કિયાત્રિના રૂથ જામન– [ સિદ્ધાન્તકા ભ૦ ગી- અ૭ ૮૪ ઉત્પત્તિ થવા પામેલી છે. આ અધિદેવને કર્તા અધ્યાત્મને કારણે અને અધિભૂતને કાર્ય એવી સંજ્ઞા વડે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલું છે, આ તો સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવ અને તેની આ પૂલ સુષ્ટિની ઉત્પત્તિ પૂર્વેના હાઈ બ્રહ્માંડાદિના કારણરૂપ હોવાથી તે જ અધિદેવ, અધ્યાત્મ અને અધિકૃત એવા નામે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, એમ સમજે. ભાવાર્થ એ કે, પ્રથમ તેઓને સત્ત્વાદિ ગુણનું નામ હતું, પરંતુ હવે અહંકારમાંથી વિસ્તાર થતાં તેઓ અધિદેવકિંવા કર્તા, આધ્યાત્મકિંવા કારણ અને અધભૂત કિંવા કાર્ય એવા નામને ધારણ કરે છે.
વિરાટ પુરુષમાંથી થયેલે સ્થળ વિકાસકમ પુરાણો તથા ઉપનિષદોમાં વર્ણન આવે છે કે, પુરુષની પાસેથી ઇન્દ્રિયોએ સ્થાનની માગણી કરી, તેને બોલવાની ઈચ્છા થઈ એટલે તેને મુખ, તાળવું અને છ ઉત્પન્ન થયાં તથા નાના પ્રકારનો રસ એ તેનો વિષય થયો અને તેના અધિપતિ વરુણ દેવતા થયા ઈત્યાદિ (જુઓ અ૦ ૦ ૦ ૯ પાન ૨૦૯-૨૧૦). આ વર્ણન તે વિરાટ પુસન (વૃક્ષાંક ૨) ના કારણુ દેહ (સાંક ૩ થી ૫) તથા સૂમ (વૃક્ષાંક ૬ થી ૧૨) જેમાં
આ અધદેવાદિને પણ સમાવેશ થાય છે, તે ઉત્પન્ન થયા પછી અને વિરાટપુરુષના રધૂળ વા સમષ્ટિક (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૫)ની ઉત્પત્તિ થઈ તે પૂર્વેના છે, એમ સમજે. સમષ્ટિની ઉત્પત્તિ થઈ તે પૂર્વે એટલે કારણ અને સમ એ બંને દેહનું અર્થત પ્રકૃતિથી હિરણ્યગર્ભ (લાંક ૩ થી ૧૨) સુધીના તમામ ભાવોનું પ્રથમ સૂક્ષ્મ રીતે મિશ્રણ થયેલું હોય છે તે વખતે એટલે સ્કૂલ સુષ્ટિની ઉત્પત્તિ થવા પૂર્વે આ અધિદેવાદિકેએ પિતાના સુજનારા વિરાટપુરુષ (૨ક્ષાંક ૨) ની પાસે સ્થાનની માગણી કરી, ત્યારે તે વિરાટપુરુષ (સં ૨) પોતે જ પ્રથમ જળ ઉત્પન્ન કરી તેમાં નારાયણ (ક્ષાંક ૧૧) રૂપે બની પછી તેમાં દિવ્ય એક હજાર વર્ષે (ૌર વર્ષે ૩,૪,૦૦૦) સુધી રહી તપશ્ચર્યા કરી ત્યાર પછી તે નારાયણસ્વરૂપ એવા ઈશ્વર પોતે જ પોતાના નાભિકમળમાંથી સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) રૂપે ઉત્પન્ન થાય છે, ત્યાર બાદ એ જળમાંથી તે પ્રથમ અંડની ઉત્પત્તિ કરે છે. એ અંડ એ આ વિરાટને વિશ્વસંસાત્મક સ્થૂળ કિંવા સમષ્ટિ (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ઘ) છે; જેને બ્રહ્માંડ કહે છે. તેમાં આ દેવતાઓને પ્રથમ (કિરણ ૩૬ તથા અધ્યાય ૩, બ્લેક
ના વિવરણમાં) કહેવામાં આવેલા શ્રુતિના કમે પ્રવેશ થવા પામે છે અને પછી સમષ્ટિ અભિમાની બનેલો તે વિરાટપુરુષ જ બ્રહ્મદેવરૂપે બની આ અનંત પ્રકારની ચિત્રવિચિત્રતાથી યુક્ત એવું ચૌદલેકવાળું બ્રહ્માંડ પોતે પોતાના સંકલ્પ બળ વડે ઉત્પન્ન કરે છે. એટલે જેમ સર્વ જળનાં બિંદુઓ એક ખાબોચિયામાં એકત્ર થાય તેમ જગતમાં જેટલા હાથ છે તે બધા મળીને આ બ્રહ્માંડરૂપ સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવનો હાથ છે તથા તમામ સમષ્ટિ હાથનું મૂળ, હાથના દેવતા ઈંદ્ર (વૃક્ષાંક ૮/૧/૪/૭) છે, એમ સમજે તે જ પ્રમાણે પાંચ કર્મેન્દ્રિય તથા જ્ઞાનેંદ્રિયને માટે પણ સમજવું.
જેમ શરીરમાં જ હોય છે તેમ બ્રહ્માંડમાં આ શરીરે છે વાણીના દેવતા અગ્નિ છે જે ઉપર કહ્યું છે તેને અર્થ તમામનો વાણીને મૂળ ઉગમ એક વિરાટના મુખમાંથી જ થતું હોવાથી વિરાટના મુખમાંથી નીકળતી વાણુના અભિમાની દેવતા પણ અગ્નિ છે. મનુષ્યનું શરીર અનેક જંતુઓ મળીને બનેલું છે. શરીરમાં રહેતા આ દરેક જંતુઓ ખાય છે, પીએ છે, હરે છે, કરે છે તથા પ્રજોપત્તિ વગેરે સવા વ્યવહાર કરે છે. તેઓને પણ મેલું નાક, કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયા અને કર્મદ્રિયો તો હોય છે જ, તેના મુખના દેવતા પણ અગ્નિ જ છે. શરીરમાંના આ અસંખ્ય છો અને તેના થતા સર્વ વ્યવહારનો સમાવેશ એક મનુષ્ય શરીરની અંતર્ગત જ થાય છે. તે પ્રમાણે આ ચરાચર બહાહમાં તૃણથી તે બ્રહ્મદેવ પર્યત ચૌલોકની અંદર જે જે કાંઈ જીવ છે તે તમામ જીવો તથા તેનાથી થતાં સર્વ કાર્યોને સમાવેશ આ વિરાટના અંતર્ગત જ થઈ જાય છે. આવા અસંખ્ય સમષ્ટિને નારાયણ (વક્ષાંક ૧૧) ની અંદર તથા તેવા અનેક નારાયણ તથા દ્રાદિનો સમાવેશ મઠાણ(વૃક્ષાંક ૬) ઇત્યાદિ ઉલટા કમે માયા દિવા પ્રકૃતિ (લક્ષાંક ) સુધી થાય છે.