________________
ગીતારહા ]
જે તારા દર્શન (તથા કૃપા) થશે તે વિત્ત મેળવી શકાશે;
[ ૩૯૩
પ્રવૃત્તિ કોને કહેવી ? વેદમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવા બે પ્રકારના માર્ગો કહેલા છે. વ્યવહારમાંના સર્વ લોકે આ બે પૈકી ગમે તે એક માર્ગને જ અવલંબન કરતા હોવાનું જણાઈ આવે છે. પ્રવૃત્તિમાર્ગ વર્ગ તરફ લઈ જનારે હાઈ નિવૃત્તિમાર્ગ શ્રેષ્ઠ એવા મેક્ષસુખને આપનાર છે. “સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે?” “કાંઈ નથી.” “મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલા આ સંસાર જ ઠીક છે,” એવો નિશ્ચય કરીને તેઓ ચાર પ્રકારના કર્મો કર્યો જાય છે. એ ચાર પ્રકારનાં કર્મો આ પ્રમાણેનાં છેઃ (૧) નિત્ય એટલે જે કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે, એવાં રોજ કરવાનાં કર્મો તે નિત્યકર્મો; જેમકે સંધ્યાવંદનાદિ; (૨) નૈમિત્તિક એટલે અમુક અમુક સમયે કરવાં જ પડે તે નૈમિત્તિક કર્મો; જેમકે કુળાચાર, કુળધર્મો, વ્રત, ઉપવાસ, ઉત્સવાદિ; (૩) કામ્ય એટલે શાસ્ત્રને અનુસરીને ઈચ્છા અને ફળ મેળવવાનાં ઉદ્દેશથી જે કરવામાં આવ્યાં હોય તે કામ્યકર્મો; જેમ કે પુત્ર, ધન વગેરે મળે એવી ઇરછાથી થતાં યજ્ઞ, વ્રત, તપ વગેરે સકામ કર્મો અને (૪) ત્યાજ્ય કર્મો એટલે રાગથી પ્રેરાઈને થતાં કર્મો; જેમકે મારા મનમાં હું તેથી હું કહું છું કિંવા કરું છું ઇત્યાદિ કહેનારાઓનાં પોતાના મનમાં આવે તેમ ફાવે તેમ કરવું તે શાસ્ત્રના આધાર વિરુદ્ધ થતાં કર્મો તે ત્યાજય કર્મો સમજવાં. આ રીતે જગતમાંના સર્વ લોકો નિત્ય ચાર પ્રકારનાં કર્મો જ કર્યા કરે છે, તેને પ્રવૃત કર્મો કહે છે. આ ચારે માર્ગમાં વિચરનારાઓને માટે આ તે પ્રવૃત્તિવાળા છે, એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં મુખ્ય બે પ્રકાર છેઃ (૧) રાગ અને (૨) શાસ્ત્ર. રાગકૃતપ્રવૃત્તિ વ્યસનરૂપ હોવાથી ત્યાજ્ય હાઈ શાસ્ત્રકતપ્રવૃત્તિ ધ્યેયરૂપ હાઈ કાહ્ય ગણાય છે. (૧) શાસ્ત્રના આધાર વગર પોતાના મનમાં આવે તેમ બાળકની રમતની માફક સ્વછંદતાથી જે પ્રવૃત્તિ થવી તે રાગકૃત કહેવાય. ઉપરના ચાર પૈકી ચોથા પ્રકારનાં કર્મોનો સમાવેશ આમાં જ થાય છે તથા (૨) શાસ્ત્રકૃત, આમ કરવું, આમ નહિ કરવું ઇત્યાદિ વેદશાસ્ત્રની આજ્ઞાનુસાર હિતાહિતનો વિચાર કરીને જે પ્રવૃત્તિ થાય છે તે શાસ્ત્રકૃત કહેવાય છે. આમાં પ્રથમના ત્રણ પ્રકારેને સમાવેશ થાય છે, આ રીતે પ્રવૃત્ત સંબંધમાં તને કહ્યું. હવે નિવૃત્ત કોને કહે છે, તે સાંભળ.
નિવૃત્તિ એટલે શું? ઉપર પ્રમાણે પ્રવૃત્ત કર્મો કરીને અનેક પ્રકારના સુખદુઃખાદિ ભોગો અને અનેક જન્મમરણરૂ૫ દુઃખનાં ચક્કરોમાં ફરીફરીને જ્યારે તે જીવ થાકી જાય છે ત્યારે ઘણા લાંબા કાળે તેને વિવેક ઉત્પન્ન થાય છે. એવો વિવેક ઉપજે ત્યારે આ સર્વ સંસાર અસાર છે એમ તેને સમજાય છે તથા આ ક્રિયાઓ વડે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થશે? વિકારોથી રહિત પરમશાંતિનું ધામ કયાં હશે? ઇત્યાદિ વિચારો તેને સૂઝે છે અને પછી એ સ્થાનની પ્રાપ્તિ માટે અવશ્ય કરવાની જ છે; એ અંતરમાં દઢ નિશ્ચય તે બાંધે છે. તે પુરુષ નિવૃત્ત કહેવાય છે. તેવા પુરુષને વિષયમાં વૈરાગ્ય ઉ૫જી તે નિષ્કામ મંત્ર, જપ, ઈશ્વર પૂજન, ભક્તિ, તપ વગેરે સાધના કરવા માંડે છે તથા તેમાં જ નિત્ય રાજી રહે છે. આ રીતે પ્રવૃત્તિમાંથી છૂટેલે અને ધ્યેયરૂ૫ નિવૃત્તિને માર્ગે વળેલો તે પુરુષ પ્રથમની ભૂમિકામાં પ્રવેશ કરે છે. આમ પ્રથમ ભૂમિકાથી માંડી સાતમી ભૂમિકા સુધીનાં તેનાં થનારા જે કર્મો તે સર્વ નિવૃત્તકર્મો કહેવાય છે. વ્યવહારમાં તેને જ ખરે નિવૃત્ત થયેલો જાણો.
જ્ઞાનની સાત ભૂમિકાનાં સ્વરૂપે (૧) શુભેચ્છાઃ જ્ઞાનની પ્રથમ ભૂમિકા તે શુભેચ્છા છે. નિત્ય શું છે અને અનિત્ય શું છે? હું કોણ? આ જગતાદિ કાણે ઉત્પન્ન કર્યું અને તેનું સાચું સ્વરૂપ શું છે? ઇત્યાદિ પ્રકારનો વિચાર ઉત્પન્ન થઈ જગતના તમામ વિષયો ઉપર વૈરાગ્ય થવો તથા કેવળ મેક્ષપ્રાપ્તિ એ જ સુખનું એક અંતિમ સ્થાન છે, તે સિવાય અન્ય કાંઈ છે જ નહિ એવા પ્રકારનો નિશ્ચય થઈ શકે તેવી તીવ્ર મુમુક્ષતા જાગવી તે જ શુભેછા છે. ૨) વિચારણા મુમુક્ષતા પ્રાપ્ત થતાં બ્રહ્મનિષ્ઠ એવા શ્રીસદગુરુની પાસે જઈ તે કહે તે ઉપદેશ વડે તત્વમસિ'