________________
ગીતાદોહા ] (યમ બેલ્યા)કેટલાકે શ્રેય યા મેક્ષ, અને કેટલાક પ્રેય યા વિષયસુખને ઇચ્છે છે. [ ૧૫
પુરુષની સંગતિમાં વારંવાર આવે છે તથા પ્રસંગવશાત તેમના મુખેથી નિષ્કામ ભક્તિનું માહાસ્ય સમજાઈ તેને અને ભગવાનમાં અચલ ભક્તિ ઉત્પન્ન થાય છે, અને ધીરે ધીરે રાગદ્વેષાદિ દોષોના સમૂડીને, નાશ થઈ શબ્દ એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા તેની પ્રાપ્તિ થતાં જ વિષયો ઉપર વિરાગ્ય ઉપજે છે. તમામ વિષયો અસાર છે, એમ સારી રીતે સમજાયાથી ચિત્ત પ્રસન્ન રહે છે, અને ક્રમે તે સદ્દગુરુના બોધ વડે જેથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય એવા અપરક્ષાનુભવરૂપ અદ્વૈત સ્વરૂપમાં સ્થિર થઈ કૃતાર્થ બને છે, આમ તે ધ્યેયપ્રાપ્તિને પંથે હેય છે.
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते । लभते च ततः कामान्मयैव विहितान्हितान् ॥२२॥
મેં જ નિર્માણ કરેલા કર્મફળને પામે છે પિતા પોતાના ઇષ્ટ દેવતામાં સ્થિર થયેલી એ શ્રદ્ધા વડે યુકત થઈને તે સાધક પછી તે તે દેવતાઓની આરાધના કરે છે, તથા આત્મસ્વરૂપ એવા મે' જ નિર્માણ કરેલાં એ દેવતાઓ પાસેથી મારી નિયતિની સત્તા વડે નિર્માણ થયેલાં ઇછિત ફળને પામે છે.
अन्तवृत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् । देवाग्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥२३॥
દેવતાઓનું યજન કરનારા દેવતાઓને પામે છે આ અલ્પબુદ્ધિવાળાઓનું તે ફળ તે નાશવંત જ હોય છે. આ પ્રમાણે જુદા જુદા દેવતાઓનું યજેન કરનારાઓ તે તે દેવતાને પામે છે તથા તતરૂપ એવા મારું(ક્ષાંક ૧નું) યજન કરનારા આ મનિષ્ઠ ભકતો મને એટલે આત્મા(વૃક્ષાંક ૧)ને જ પામે છે. તાત્પર્ય કે, તેઓ આત્મસ્વરૂપ એવો જે હું તેની સાથે જ એકરૂપ બને છે.
अध्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥२४॥
મૂઢ મને અવ્યક્તમાંથી વ્યક્ત બનેલે માને છે. અબુદ્ધયઃ એટલે બુદ્ધિહીન એવા મૂઢો તે મારા પરમ કારણરૂપ એવા અવ્યય અર્થાત આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ને નહિ જાણતાં જાણે કે હું અવ્યકત એવા આત્મા(માંક ૧)માંથી વ્યકત થયે હોઉં એમ સમજે છે. તાત્પર્ય એ કે, મૂઢ લોકો “હું” કે જે તમામ વિકારોથી તદ્દન રહિત, અવ્યય એવો આત્મા (૨ક્ષાંક ૧) છે, એ આત્મરૂપ હું કોઈનું કારણ બનતું નથી, તેમ મારું પણ કઈ કારણ નથી; જ્યાં મારામાં કારણ (અવ્યક્તનું નામ જ કારણ છે) જ નથી તે પછી કારણના આધારે રહેનારું કાર્ય તે કયાંથી સંભવે? વળી કાર્ય કારાદિ નથી તો પછી તેને જાણનારો સાક્ષી પણ શી રીતે હોઈ શકે? છતાં પણ આ મૂઢો આત્મસ્વરૂપ એવા મને એટલે “હું” ને અવ્યક્તમાંથી વ્યક્તરૂ૫ શરીરને પામે છે એમ માને છે. વાસ્તવિક રીતે હું એટલે ખરેખર નિર્વિકાર અને અવ્યક્ત એવો આત્મા છે, છતાં મને શરીરધારી જ સમજે છે. અર્થાત જેઓ “હું” ને અવ્યક્ત હોવા છતાં વ્યક્ત થયેલ છે એમ માને છે તેઓ મારા સર્વોત્તમ ભાવને કદી પણ પ્રાપ્ત થતા નથી. મૃગજળના પાણીને નહિ જાણનારે મૂઢ પિતાની તરસ છીપાવવાને અર્થે