________________
ગીતારહન] વિષયરૂપ પ્રેયને ગ્રહણ કરનાર કલ્યાણમાર્ગમાંથી પતનને પામે છે – [૪રી આત્મસ્વરૂપ એવા તમારું જ રૂ૫ છે, તમારાથી કિચિત્માત્ર પણ ભિન્ન કાંઈ નથી, એવા નિશ્ચયવડે પોતાને ભૂલી જવું અને અહંકારત્તિને વિલય કરી કેવળ એક તમારે શરણે આવવું તે પ્રકારનો ભક્તિમાર્ગ કહે, યા (૨) આ સર્વ “હું” રૂ૫ છે તથા તે હું એટલે અનિર્વચનીય એ આત્મા છે, એવા પ્રકારની સાંખ્ય કિવા જ્ઞાનનિષ્ઠા અને એવી જ્ઞાનનિષ્ઠા પ્રમાણે બુદ્ધિને એ જ માર્ગમાં સ્થિર રાખવા૨૫ બુદ્ધિગ કહે (સાંખ્ય અને બુદ્ધિગમાં બિલકુલ ફરક નથી) અથવા (૩)હું અને આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારની સાંખ્યનિકા પ્રમાણે વેદાંતની વિવર્તયુક્તિ કહે વા (૪) આત્મામાં હું, તું, તે, આ વગેરે કઈ ભાવે કદી પણ ઉત્પન્ન થવા પામેલા નથી, એવા પ્રકારની અજાતયુક્તિ કહે કિવા (૫) દરેક શ્વાસોચ્છાસમાં આત્મભાવ કરી તે વડે પ્રાણુ અપાનને વિલય કરવાનું કહે છે તે (૬) ની જ સર્વત્ર ભાવના કરી તેમાં તપ થવાનું કહે અથવા તો (૭) આ બધું પોત પોતાના ઇષ્ટદેવરૂપ છે એવી એક ભાવના કરવાને કહે; પરંતુ તે સર્વને વાસ્તવિક અર્થ છે રક્ત પોતાસહિત બેપણાની ભાવનાનો વિલય કરીને મનને એક જ રથાનમાં સ્થિત કરી અનિર્વચનીય એવું એકમેક પરમપદ કે જે વાણી, મન કિવા બુદ્ધિને વિષય પણ થતું નથી, તેની જ પ્રાપ્તિ કરી લેવી એવો નીકળે છે. આ જ સર્વ શાસ્ત્રનું મૂળ રહસ્ય છે, તે પણ મને સારી રીતે સમજાયું. પણ તે પુરુષોત્તમ! આપે પાછલા અધ્યાયને અંતે જે કહ્યું તે બરાબર મારી સમજમાં આવ્યું નથી, મારા મનમાં સંશય ઉત્પન થયો છે તેની નિવૃત્તિ અર્થે હું આપને પૂછું છું. એકનિષ્ઠ ભક્તોને માટે આપ સ્વભાવે જ દયાળુ છે, તે તે કૃપા કરીને આપ મને સ્પષ્ટ રીતે કહેશે.
યોગ્ય પ્રશ્નો પૂછીને મનનું સમાધાન કરી લેવું નમ્રતાથી કરેલી અર્જુનની વિનંતિ સાંભળીને ભગવાને કહ્યું: હે વત્સ! ખુશીથી પૂછ. તારે સંશય છે તુરત દૂર કરીશ. કેમકે તું હવે અજ્ઞાની રહ્યો નથી, પરંતુ પ્રબોધને પામેલ છે. જ્યાં સુધી મનનું સમાધાન થઈ તત્વનિશ્ચય થો ન હોય ત્યાં સુધી વારંવાર પ્રશ્ન કરો એ યોગ્ય છે. મનની શંકાઓ મનમાં જ રાખવામાં આવે તો તે મનને ચંચળ બનાવે છે, અને જો પ્રશ્ન જ કરવામાં નહિ આવે તો તેના મનની શંકાઓ ગમે તેવો સમર્થ ગુરુ હોય તે પણ તે કેમ કરીને જાણી શકે? કારણ જીવની બુદ્ધિ ભિન્ન ભિન્ન હોવાને લીધે દરેકના તર્કો (વિચારો) જુદા જુદા હોય છે, તેથી પિતાના મનને અભિપ્રાય કહી સંભળાવ્યા વગર સંશયમાંથી કોઈપણ કદી મુક્ત થઈ શકે જ નહિ. પ્રશ્ન પૂછનારને જ દઢ જ્ઞાન થાય છે. પ્રશ્ન એ જ નિશ૫ણુનું બીજ છે. જે વિદ્યાર્થી પોતાની શંકાઓ પૂછતો નથી તેને કદી વિદ્યા આવડતી નથી; તેથી એમ પ્રશ્નો પૂછીને તેનું રહસ્ય સમજી લઈ મનનું સમાધાન કરી લેવું જોઈએ.
પાંચ પ્રકારના કલેશે હે અન! તું જે હદય સમજે છે તે બરાબર છે. કેઈપણ માર્ગમાં બિલકુલ ભેદ છે જ નહિ. એટલું જ નહિ પરંતુ વેદાંતી, સાંખ્યવાદી, વિજ્ઞાનવાદી, શુન્યવાદી, ચાક, અહંત, સુગત, પરમાણવાદી, સ્વભાવવાદી ઈશ્વરવાદી, આસ્તિક, નાસ્તિક, ન્યાય, તર્ક કે અણુવાદી વગેરે સર્વાની પણ વાસ્તવિક એકવાકયતા જ છે, એમ તું નિશ્ચયપૂર્વક જાણુ. અજ્ઞાનીઓને સમજાવવા માટે આત્મા ઉપર મિયા એવી અવિદ્યાની કલ્પના કરી તેમાં પાંચ ભેદ બતાવવામાં આવે છે; (૧) અવિવા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દેવ, અને (૫) અભિનિવેશ, આને પાંચ પ્રકારના કલેશે કહેવામાં આવે છે. સ્તસ્વરૂ૫નું વિસ્મરણ થવું તેને અવિલા કહે છે: દેહ એટલે જ હું એમ માનવું તે અમિતા કહેવાય છે; દેહાભિમાનને લીધે દેહને અનુકૂળ પદાર્થોમાં પ્રીતિ. થવી તેનું નામ રાગ; પ્રતિકૂળ પદાર્થો તરફ અપ્રીતિ તે દેશ અને અનુકૂળ પદાર્થોને નાશ થતાં જાણે પિતાનો જ નાશ થઈ ગયે હેય એવું જે મિથ્યા અભિમાન વડે માની લેવું તે અભિનિવેશ કહેવાય છે. આ રીતે અવિલાના પાંચ પ્રકારના કલેશ વડે અઝાનોએ નિત્યપ્રતિ પીડાયા કરે છે તેઓને તેમાંથી બચાવવાને માટે અનેક પ્રકારની યુક્તિઓને આશ્રય લઈ સમજાવવામાં આવે છે. આ સંબંધે શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે, તે કથન આ પ્રમાણેનું છે.