________________
ગીતાસહન ]
શ્રેય અને પ્રેય મનુષ્યને પુષાથથી જ સાષ્ય હોવાથી
[ ૪૨૩
આત્મા બન્યા છે એવા તેને અનુભવ થતા રહે છે. જેવું સવ' અહીં દેખાય છે તેવું જ તે પરલેાકમાં પશુ છે. જગત ખરેખર અનિવચનીય છે, પરંતુ તે સપ છે કે અસદ્રુપ છે તે કહી શકાતું નથી. જગતની પ્રતીતિ મનની પ્રૌઢ કલ્પનાને અનુસાર થાય છે, એવા સંકલ્પ સૃષ્ટિવાદીઓના મતનું અવલંબન કરનારાએ પણ એક આત્મા જ તેવા પ્રકારે અનુભવવામાં આવતા હોવાથી તે પણ સત્ય જ જણાય છે. કેટલાક ચાર્વાક વગેરે ભૌતિકવાદીઓ બાહ્ય જ સત્ય છે, પૃથ્વી આદિ પંચમહાભૂત સિવાય બીજો કેાઈ અંતરાત્મા છે જ નહિ એમ કહે છે. તેમના આ ભૌતિક મત પ્રમાણે તેઓને તે વાત સત્ય લાગે છે, કેમકે અતીદ્રિય એવા આત્માને તેએ પેાતાના દેહમાં વિચાર કરવા છતાં પણ જોઇ કે જાણી શકતા નથી. પ્રતિક્ષણે વસ્તુમાત્રને ફેરફાર થતા જોવામાં આવે છે, તેથી ક્ષણિકવાદીઓની ક્ષણિકતા વિષેની બુદ્ધિ પશુ તેમના પેાતાનો દૃષ્ટિમાં ↑ યુક્ત જ ભાસે છે. કેમકે સના આદિપ અનિર્વચનીય એવું આ પરમતત્ત્વ જ સર્વશક્તિમાન હાવાથી, તેમાં તમામ વિકાના સમાવેશ સંભવે છે. જેમ ધડામાં પૂરેલું કવિક પક્ષી ઘડાનું મેઢું ખુલ્લું ચતાં તેમાંથી ઊડી બહાર જતું રહે છે, તેમ દેહમાં પરિચ્છિન્ન આકારે રહેલા જીવ કર્માંતા ક્ષય થઈ જતાં દેહમાંથી ઊડી જઈ પરલાકમાં જતા રહે છે; આવા આર્હુતમતના વિચાર પણ તેમ માનનાર એના અનુભવને સાચા લાગે છે; વળી યંત્રનાદિ મતવાળા એની જીવ આદિનો કલ્પના પણ તેમની માન્યતા પ્રમાણે ખાટી કહી શકાતી નથી. છત્રન્મુક્ત એવા સત્પુરુષો વિપ્ર, અગ્નિ, વિષ, અમૃત અને મરજી વગેરે પ્રદાર્થોમાં પણ સમાન દષ્ટિ રાખનારા હાય છે, કેમ કે તેવા તત્ત્વવેત્તાઓની દૃષ્ટિમાં તા એક બ્રહ્મ જ સરૂપ અને સર્વના આત્મારૂપ છે, તેમાં તેના ઉપર ગમે તેવા ને ગમે તેટલા આરેાપેા કરવામાં આવે તે તે પણ જાણે તેને તેવે રૂપે બન્યું ન હોય તેમ અનુભવાય છે. આ સવ` જગત સ્વાભાવસિદ્ધ જ છે એવું સ્વભાવવાદીઓનુ કહેવું પણુ તે મત સ્વીકારનારાઓને યુક્ત જ જાય છે, કેમ કે રોધ કરવા છતાં પણ તેમનો બુદ્ધિમાં આ સર્વના કર્તા કાઈક હોવા જોઇએ એમ આવતું નથી. ઈશ્વરમાં આસક્ત ચિત્તવાળા પુરુષા કહે છે કે, સત્ર એક ઈશ્વર જ કર્યાં છે. આ વાત પણ સત્ય જ છે; કેમ કે તે ભકિતમાના ઉપાસક પુરુષને પેાતાના મતાનુસાર તેવા દૃઢ નિશ્ચય હેાવાથી પરમેશ્વરને સકર્તાપણુ જરૂર પ્રાપ્ત થાય, એ વાત અબાધિત છે તેથી આ ઈશ્વરવાદીઓના મત પણ તેમના ધેારણે સત્ય જ છે. કેટલાક આસ્તિકા તા આ લાકની પેઠે જ પરલેાક છે એમ માને છે અને તીથ થાન, અગ્નિહોત્ર આદિ ખીજા ક્રમ પણ પરલેાકમાં સુખસાધક હાવાથી તે કરવાં જોઈએ એમ કહે છે; તેા કેટલાક) અત્રેનાં કર્મો પ્રમાણે તે બધાં કર્મો પણ અંતે નિષ્ફળ છે એવી ભાગના કરે છે. એ રીતના મતવાળાઓને પેાતાની એ પ્રમળ ભાવના પણ સત્ય હૈાય એમ લાગે છે.
સવાદીઓ પોતપાતાની ભાવનાનુસાર ખે છે.
આ બધું જે જે કાંઈ દૃશ્ય કે સ્થૂળ દેખાય છે તે જ્ઞાન છે, આ સિવાય સૂક્ષ્મ વગેરે બીજું કાંઈ છે જ નહિ એવું જાણનારા, કિવા જ્ઞાન એટલે જ બુદ્ધિ, તે પેાતાની અનાદિ વાસનાને લીધે અનેક રૂપે દેખાય છે, તેથી આ બધું દૃશ્ય સાચું નથી પણ બુદ્ધિને આભાસમાત્ર છે, આવા પ્રકારના જડબુદ્ધિવાદીઓ એટલે કે જ્ઞાન સિવાય બીજો કોઈ ઈશ્વર કે આત્મા વગેરે છે જ નહિ એવા મતના 'ગીકાર કરનારા અનામ ક્રિવા નિરીશ્વરવાદી બૌદ્ધો વા ભૌતિકવાદીઓ તથા બીજા આ સ` શૂન્ય જ છે એવા શૂન્યવાદી બૌહોના મત પણ તેઓના પાતપેાતાના વિચારને અનુસરી સત્ય જ લાગે છે; કેમકે તેના વિચાર પ્રમાણે પણ એ શૂન્યવાઢમાં છેવટે શું અવરોષ રહેતું નથી. આવી રીતે સવાદીઓના ઇચ્છિત વિચારાને કેવળ એક ચિદાત્મા જ પેાતાતાના ભાવનાનુસાર ચિંતામણિ (કવા દૂપમની પેઠે પાતાની મેળે જ તત્કાળ તેવા તેવા પ્રકાર સપાદન કરી આપે છે; એટલે સવાદીઓને આ અનિવચનીય એવા ચિદાત્મા જ પોતપેાતાની કલ્પનાનુસાર બનેલા હોવાનુ જોવામાં આવે છે; બાકી તે પાતે તા ચિરંતન ચિદાકાશરૂપે પેાતાના સ્વસ્વરૂપ એવા અનિવ ચનીય ૫૬માં જ સ્થિત છે.