________________
૨૨]
श्रेषच प्रेयश्च मनुष्यमैतः
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૭ ૮
શાસામાં ત્રણ પ્રકારના દષ્ટિભેદે જગતમાં પ્રકટ થતા મિયા એવા જે આ દૈતપ્રપંચો ભાસી રહ્યા છે, તે બધાંને દૂર કરવાને માટે જ વેદાંત શાસ્ત્રના સિદ્ધાંત લડાયેલા છે. તે અવિદ્યા કિવા અજ્ઞાનને દૂર કરે છે અર્થાત તેને ઉપાય અવિવાદિ કલેશોને દૂર કરવા પૂરતો જ છે. જેમ પ્રતિબિંબ જેવાને માટે અરીસાને સાફ કરે એટલી જ એક ક્રિયા કરવાની જરૂર હેય છે તેમ અત્યંત શાંત એવું એ પરમ સ્વયંપ્રકાશ છે તેને શાસ્ત્ર પ્રત્યક્ષ બતાવી શકતાં નથી. કારણ કે તેમાં માયા અથવા અવિલા જેવું કાંઈ છે જ નહિ . નિ. ૫૦ સ. ૧૨૫ ક ૧). આ પરમતત્વ બતાવવાનો જ અનેકવિધ મતમતાંતરોને ઉદ્દેશ હેવાથી તે સર્વમાં તત્વતઃ ભિનપણું છે જ નહિ. આ સંસારમાં (૧) પામર દષ્ટિ, (ર) યૌક્તિક દષ્ટિ અને (૩) તત્ત્વદષ્ટિ એમ ત્રણ પ્રકારની દષ્ટિએ છે. તે ત્રણમાં એક કરતાં એક એમ ક્રમે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. તત્ત્વદષ્ટિમાં પાછળથી બને દષ્ટિને વ્યાઘાત એટલે સમાવેશ કિંવા વિલય થઈ જાય છે. (૧) પામર દષ્ટિ એ અજ્ઞાની વા મઢની છે, (૨) સારમાંથી પણ અત્યંત સારનું મંથન કરી પરમ તત્ત્વને સમજવામાં શક્તિવાળા તથા પ્રમાણુ પ્રમેય ઇત્યાદિની પરીક્ષા કરવામાં કુશળ એવા પુરુષોની ચપળ વ્યાપારવાળી અત્યંત તીવદષ્ટિ તે યૌક્તિક દષ્ટિ કહેવાય છે. જિજ્ઞાસુ અથવા મુમુક્ષુ એને સ્વરૂપનું પરોક્ષજ્ઞાન થતાં સુધી આ દષ્ટિ ઉપયોગી છે અને પ્રસિદ્ધ એવી આ (૩) તત્ત્વદૃષિ જીવન્મુક્તોમાં હોય છે. આ દષ્ટિ સર્વ વિચાર, સતશાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાપન એ સર્વથા સિદ્ધ થયેલી પરમતત્વરૂપ અર્થાત સાક્ષાત્કાર દિવા અપક્ષ અનુભવવાળી છે. શાસ્ત્રકારો આ દૃષ્ટિનું અવલંબન કરીને જ સમજાવે છે. તેમાં પ્રથમ દષ્ટિના અવલંબન કરનારાં શાસ્ત્રોને મતો વ્યવહારમાં અયુક્તિક ગણાય છે તથા બીજી બે દષ્ટિને આશ્રય કરનારા શાસ્ત્ર સયુક્તિક ગણાય છે. વાસ્તવિક રીતે આત્મામાં તો આ ત્રણ દષ્ટિએ પછી કાંઈ પણ નથી. તે તે
ક્ત વ્યવહારમાં અનાનીઓને સમજાવવા પૂરતી યુક્તિરૂપે જ છે; કેમકે વ્યવહારમાં ગમે તે દૃષ્ટિના આશ્રય વડે સમજાવવામાં આવે તે પણ તે બધા આરોપો તે કેવળ દોરી ઉપર સર્પના કરવામાં આવતા આરોપની જેમ અનિર્વચનીય એવા એક આત્મા ઉપર જ કપાએલા છે. આથી દરેક શાસ્ત્રકારોની એકતા જ સિહ થાય છે. વસ્તુતઃ બધા મતમતાંતરોમાં એકવાકયતા જ છે. એવું દરેક શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે તેમનો કહેલે નિર્ણય આ પ્રમાણે છે.
જુદા જુદા મતમતાંતરોની એકવાકયતા આ સર્વ દયાળa૫ વિશ્વ એટલે માયા વડે ભાસતું તમામ કાર્યો (વૃક્ષાંક ૩થી ૧૫ ) એ એક જાતનું પરમાત્માનું રવન જ છે એમ સમજે. તે ચિકૂપ એવા બ્રહ્મથી કિંચિત્માત્ર પણ જુદું નહિ હોવાથી જ સર્વ બ્રહ્મસ્વરૂપ છે એવો અનુભવ થાય છે. આ જગતરૂપ બ્રહ્મ જ પાણીના બરફની જેમ અત્યંત દસ્પપે એટલે અનેકરૂપે થયું હોવાનું ભાસે છે, છતાં મહાચેતન્યરૂપ એવું એ બધા તે આકાશની જેમ અદશ્ય છે; આથી આ દશ્યમાં પણ મધમાં રહેલી મીઠાશ૨૫ શક્તિની પેઠે ચિદાત્મા પોતે અદશ્યપે રહેલો છે એ વાત તેવું જેનારા અદશ્ય મતવાળાઓની દષ્ટિમાં સત્ય જણાય છે. સર્વ દશ્યની શાંતિ થતાં પ્રાપ્ત થનાર મેક્ષ અજ્ઞાનને લીધે મળતું નથી અને તે વિના અદ્વિતીય એવો ચિદાત્મા અલભ્ય છે; વળી મેક્ષ સમયમાં પણ તેને અનુભવ કરનાર કોઈ જુદો હેત નથી, આથી શુન્યવાદી પણ પોતાના મતાનુસાર સત્ય જ હેય એમ ભાસે છે. પુરુષ પતે તે ચિત્માત્ર હેય તદ્દન અર્તા છે; પ્રધાનરૂપી મૂળ કારણમાંથી મહત્તત્વ, અહંકાર ઇત્યાદિ કર્મ જગત આવિર્ભાવને પામે છે, એમ માનનારાં સાંખ્ય મતવાળાઓને તેમના મત પ્રમાણે તે અર્થ અનુભવવામાં આવતું હોવાથી તે પણ સત્ય જ લાગે છે. દશ્ય એ બ્રહ્મનો એક વિવર્ત છે, એમ માનનારા વેદાંતીઓને તે મત પણ સત્ય જ જણાય છે; કારણ, તેમને સર્વત્ર આત્મા જ એવા પ્રકારે દષ્ટિગોચર થાય છે. જગત પરમાણુઓના સમૂહરૂપ છે એ ગૌતમ, કણાદ વિગેરે વિજ્ઞાન, ન્યાય તથા આવી . એને મત તેમના વિચારને અનુસાર સત્ય જ છે. કેમકે જેને જેવો દઢ નિશ્ચય થાય છે, તે તે જ એ