________________
-
ગીતાહન ]
[ જાહ
-
આ પછી એને માણ કરનાર સાફ બને છે, પ~ येषांत्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् । ते द्वन्द्वमोहनिर्मुका भजन्ते मां दृढवताः ॥ २८ ॥
પુણ્યકર્મ કરનારાએ જ દઢ વ્રતથી મને ભજે છે. હે પાર્થ! પણ જેઓના પાપનો અંત આવે છે એવા પુણ્ય કર્મ કરનારાઓ જ આ મોહમાંથી નિવૃત્તિને પામે છે, એટલે બેરણાની ભાવનાઓને ત્યાગ કરીને દઢ વ્રત વડે આત્મસ્વરૂપ એવા મને એટલે અનિર્વચનીય એવા “હુ”(વૃક્ષાંક ૧)ને ભજે છે. તાત્પર્ય એ કે, જે જનોને આ જગતાદિ ઠક્કો માયામય હાઈ મિયા છે એવો એક વખત દર બોધ થયો એટલે તેમનાં તમામ પાપનો અંત આવી ગયો છે, એમ જાણ. કેમ કે જે વડે જન્મમરણાદિ થયા કરે એવી ક્રિયાઓને દુષ્કત વા પાપ કર્મ તથા જે વડે જન્મમરણાદિમાંથી મુક્તિ થાય એવી ક્રિયાઓને સુકૃત વ પુણ્યકમ કહેવું એવી શાક્તિ છે. સંક્ષેપમાં કંદ વા બેપણની ભાવના એ પાપ તથા એકત્વ વ અદ્વૈતની ભાવના એ પુણ્ય સમજે; આથી જેઓની દૈત ભાવના નષ્ટ થયેલી છે. એવા પુણ્યશાળીઓ જ અદ્વૈત અને આત્મરૂપ એવા મને ભજે છે અર્થાત જેને આત્માનું પરોક્ષજ્ઞાન થયું હોય છે તે સુખદુઃખાદિ ઠંધો અથવા બપણાની ભાવનામાંથી મુક્ત થઈ અપરોક્ષાનુભવને માટે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવારૂપ દઢ વત વડે કેવળ આત્મસ્વરૂપ એવા એને મને (ક્ષાંક ૧ને) જ ભછ આત્મસાક્ષાત્કાર કરી લે છે.
મારું સાચું સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! કેણુ? તે મેં તને અત્યાર સુધી વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. કારણકે, ભક્તને જ્યાં સુધી મારા સાચા સ્વરૂપનું જ્ઞાન નહિ થાય ત્યાં સુધી હું પાસે હોવા છતાં પણ તેને મારી પ્રાપ્તિ થવી કદી શક્ય નથી તથા જ્યાં સુધી મારી પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે દુઃખમાંથી કદી પણ
ઢી શકતો નથી. એટલા માટે મે મારા સાચા સ્વરૂપનું જ્ઞાન જે રીતે થાય એ ક્રમ અત્યાર સુધી તેને કહો; માટે હું આત્મસ્વરૂ૫ છું, એમ નિશ્ચયપૂર્વક જાણુ. આમ મને આત્મસ્વરૂપે જાણી જે શ્રદ્ધાથી સંપૂર્ણ ભાવે શરણે આવેલે હેય છે તે જ સર્વોત્તમ ભક્ત છે, એમ સમજ.
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये । ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्म कर्मचाखिलम् ॥ २९ ॥ साधिभूताधिदेव मां साधियशं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युकवेतसः ॥ ३० ॥ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞને એકરૂપે જાણવું એ જ સાચું જ્ઞાન આ હું એટલે કેવળ શરીરધારી કૃષ્ણ નહિ, પરંતુ જેને શાસ્ત્રમાં ચૈતન્ય, બ્રહ્મ, આત્મા, તત, મત ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સંબોધેલું છે એવો અનિર્વચનીય આત્મ(વૃક્ષાંક ૧) છે, એમ નિશ્ચયપૂર્વક જાણું મારે આશ્રય કરીને જે જરામરણમાંથી એટલે કે દુઃખદાયક એવા જન્મમરણદિરૂપ સર્મના ચક્કરમાંથી પાને પ્રયત્ન કરે છે, તેઓ જ તરૂપ એવા બ્રહ્મને, સર્વ અધ્યાત્મને અને સર્વ કર્મોને સંપૂર્ણ રીતે જાણે છે; તેમ જ તેઓ જ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહ મને જાણે છે, એટલે કે આ અધિભૂત, અધિદેવ તથા અધિયઝ ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપ જ છે, આત્મામાંથી વિચિત્માત્ર ભિન્ન કાંઈ પણ છે જ નહિ, એવું