________________
૪૧૪]
મચચોડર ગ્રેચ – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવે ૭/૧૪ એવું જાણનારા મહાત્મા અતિ દુર્લભ છે, એવો શાસ્ત્રને પણ નિશ્ચય છે (જુઓ ભા. ૨ અ ૫ - ૫ થી ૧૦ ).
कामैस्तैस्ततज्ञानाः पद्यन्तेऽन्यदेवताः। तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥२०॥
ભક્તિમાર્ગ તે આ જ શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! અત્યાર સુધીના વિવેચન ઉપરથી તું સારી રીતે જાણી શકયો હશે કે, “હુ એટલે આ દેહધારી એ કૃ છે નહિ, પરંતુ ચરાચરમાં વ્યાપક અને સર્વત્ર ઓતપ્રેત રહેલે, સર્વ દસ્યજાળથી પર, અદ્વૈત એવો એક આત્મા(વૃક્ષાંક ૧) છે. તે કથન તારા લક્ષ્યમાં હવે સારી રીતે આવી ગયું હશે જ. ભક્તિમાર્ગ તે આ જ ટૂંકમાં આ પ્રમાણે મને શરીરધારી નહિ પણ અત એ આત્મસ્વરૂપે જાણવું એ જ ખરો ભક્તિમાર્ગ કહેવાય છે. આ રીતે હું એટલે ખત એવો આત્મા છે એવું જ્ઞાન જેઓનું નષ્ટ થયેલું છે અને જેમની બુદ્ધિ અનેકવિધ વિષયે વડે અનંત પ્રકારની કામનાઓ વાળી બનેલી હોય છે તેવાઓ પોતપોતાની પ્રકૃતિ એટલે રવભાવાનુસાર તે તે કામનાઓ તરફ તે તે નિયમને આશ્રય કરીને બીજા બીજા દેવતાઓને ભજે છે. જેને બ્રહ્મતેજની ઈચ્છા હોય છે તે બ્રહ્મનું યજન કરે છે, ઇક્રિયાની શક્તિની ઇચ્છાવાળાઓ ઇંદ્રનું; પ્રજાની ઇચ્છાવાળાઓ દક્ષાદિ પ્રજાપતિઓનું, લક્ષ્મીની ઇચ્છાવાળાઓ દર્ગો દેવીનું તેજની ઈચ્છાવાળાઓ અગ્નિને સમૃદ્ધિની ઇચ્છાવાળાઓ અષ્ટ વસુઓનું; પરાક્રમની ઇરછાવાળાઓ અગિયાર દ્ધોનું; અનાદિની ઇચ્છાવાળાઓ અદિતિનું; સ્વર્ગની ઈચ્છાવાળાઓ આદિત્યનું; રાજ્યની ઇચ્છાવાળાઓ વિશ્વદેવનું; દેશનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળાઓ સાધ્ય દેવનું; આયુષ્યની ઇચ્છાવાળાઓ બંને અશ્વિનીકુમારનું; પુષ્ટિની ઇચ્છાવાળાઓ પૃથ્વી દેવીનું યજન કરે છે; પ્રતિષ્ઠાની ઇચ્છાવાળાઓ વાવાપૃથ્વી એટલે પૃથ્વી તથા અંતરિક્ષનું; સર્વાના અધિપતિપણાની ઇચ્છાવાળાઓ બ્રહ્માનું; રૂ૫ની ઇચ્છાવાળાઓ ગંધર્વનું; રતિની ઇચ્છાવાળાઓ ઉર્વશી અસરાનું; યશની ઈચ્છાવાળાઓ યજ્ઞપુરુષ એવા ભગવાનનું; ભંડારની ઇચ્છાવાળાઓ વરુણનું; વિવાની ઇચ્છાવાળાઓ શિવનું; સ્ત્રી પુરુષોમાં પરસ્પર પ્રીતિની ઇચ્છાવાળાઓ પાર્વતીનું; ધર્મની ઇચ્છાવાળાઓ નિષ્કામ ભાવે સર્વાના સાક્ષી ઈશ્વરનું; વંશવૃદ્ધિની ઈચ્છાવાળાઓ પિતૃનું; રક્ષાની ઇરછાવાળાઓ યક્ષોનું; બળની ઈચ્છાવાળાઓ ઇદ્ર દેવતાનું; સજ્યના સાર્વભૌમપણાની ઇચ્છાવાળાઓ મનનં: શત્રુઓના નાશની ઇચ્છાવાળાએ રાક્ષસોનું; વિલાસની ઇચ્છાવાળા ચંદ્રનું; વૈરાગ્યની ઈરછા કરનારાઓ પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ(વૃક્ષાંક ૨)નું યજન કરે છે, તથા જેઓ નિષ્કામ હોય અથવા સર્વની ઈછાવાળા હોય કિવા ફક્ત મેક્ષની જ ઈચ્છા હોય તેમણે ઉદાર બુદ્ધિ એટલે સર્વત્ર આત્મભાવના રાખી તીવ્ર ભક્તિથી પૂર્ણ પુરુષ દિવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧) એવા આત્માનું જ યજન કરવું જોઈએ (ભા. ખંડ ૨ અ. ૩ જુઓ.)
यो यो यां यां तनुं भक्तः भूयोऽचिंतुमिच्छति । सस्य तस्याचलां श्रद्धां तामेव विद्धाम्यहम् ॥२१॥
અન્ય દેવતાઓના વજનથી શું લાભ? ભગવાન કહે છે: હે અર્જુન ! તને પ્રથમ કહેવામાં આવ્યું છે, (અધ્યાય ૪ બ્લેક ૧૧ જુઓ) છતાં | બેધની પરિપક્વતાને માટે ફરીથી કહું છું કે, જે જે ભક્ત આત્મસ્વરૂપ એવા મારા જે જે સ્વરૂપ વડે મને શ્રદ્ધાથી પૂજવાને ઇચ્છે છે તેની તે તે દેવતા વિષેની શ્રદ્ધા આત્મરૂપ એ હું જ રિથર કરું છું. તે તે દેવતાઓનું વજન કરનારા ભક્તોને લાભ એટલો જ એક છે કે, તેવા ભક્તા પિતપોતાની કામના પૂર્ણ થવાની ઇચ્છાથી મહાત્મા