________________
કા૨] તમારા જેવા જીતે છે . (અ. . a. ૧) [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૭/૧૯
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोर्जुन ।। आतो जिज्ञासुरों हानी च भरतर्षभ ॥१६॥
ચાર પ્રકારના ભજનારાએ હું ભરતર્ષભ (અર્બન) ! ઉપર કહેલા નરાધમોને છોડી નીચેના ચાર પ્રકારના સુકત કરનારા એટલે પુણ્યશાળી જને જ મને ભજે છે. (૧) આર્ત એટલે માનસિક તથા શારીરિક રોગોથી પીડાયેલે દુઃખગ્રસ્ત, (૨) જિજ્ઞાસુ એટલે ઈશ્વર શું હશે ? કેવો હશે? તેનું સાચું સ્વરૂપ જાણવાની જેના મનમાં તીવ્ર ઇચ્છા છે એવો મારા એટલે આત્મસ્વરૂપને જાણવા ઈચ્છતો સાધક, (૩) અર્થાથી એટલે સ્વર્ગાદિ પયંતના અનેક પ્રકારના વિષયો સંપાદન કરવાને માટે ઇચ્છતે તથા (૪) જ્ઞાની એટલે જેમને મારું અર્થાત આત્માનું પરોક્ષજ્ઞાન થયું છે, પરંતુ અપરોક્ષજ્ઞાન અર્થાત આત્મસાક્ષાત્કાર થયેલ નથી પણ તેને માટે જે પ્રયત્ન કરી રહ્યો છે એ મારો એટલે આત્માને નિષ્કામ ઉપાસક. આમ ચાર પ્રકારના પુણ્યવાન જ મને ભજે છે, કારણ કે તેઓ સત્યપંથે પડેલા છે.
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमुहं स च मम प्रियः ॥१७॥
જ્ઞાની અને અત્યંત પ્રિય છે, આ ચારે પિકી જ્ઞાની એટલે કે જે પાછળ અભ્યાસક્રમમાં બતાવ્યા પ્રમાણે અભ્યાસ કરનાર (અભ્યાસામને માટે કિરણ ૨૨, પાના પ૭ થી ૫૯ તથા અધ્યાય ૨. પાના ૧૬૭ થી ૧૬૯ જુઓ), નિત્યપ્રતિ કેવળ એક આત્મામાં જ જેની બુદ્ધિ પરોવાયેલી છે અને જે નિરંતર એક આત્મરૂ૫ એવો મારી ભક્તિમાં જ એકાકાર થયેલ છે. તેવો અપરોક્ષને માટે પ્રયત્ન કરનારો એટલે આત્મસ્વરૂપ એવા મારામાં એકરૂપ થવાને માટે પ્રયત્ન કરતાં, નિષ્કામ એવો જ્ઞાની જ સર્વથી શ્રેષ્ઠ છે અર્થાત જ્ઞાનીની ગ્યતા આ બધામાં વિશેષ છે, કેમકે તેને આત્મસ્વરૂપ એવો હું જ એક અત્યંત પ્રિય છે. કારણ તેની અમસ્વરૂપ એવા મારા વિના બીજા કશા પર પણ પ્રીતિ હતી નથી અને તેથી આત્મસ્વરૂપ એવા મને પણ તે અત્યંત પ્રિય છે.
उदाराः सर्व पर्वते हानी त्वात्मैव मे मतम् । બાઇિઃ જુમા ગામેવાસુરમાં તિન તા.
મારામાં અને જ્ઞાનીમાં બિલકુલ ભેદ નથી. હે અન! ખરું જોતાં તે આ બધા ચારે પ્રકારના ઉપાસકે ઉદાર એટલે ઉત્તમ જ છે. કારણ કે, જગતમાંના તમામ વિષયાદિ સુખો, રાજપાટ, સંપત્તિ, સંતતિ કિવા તૃણથી ઇદ્રલોક પર્યંતના તમામ ભાગે પ્રાપ્ત થાય તો પણ આત્મસ્વરૂ૫ એ જે હું તેવા મારી પ્રાપ્તિ થયા સિવાય સુખ કિવા શાંતિ કદી મળતી જ નથી અને અંતે તો આત્મસ્વરૂપ એવા મારી પ્રાપ્તિ કરી લીધા સિવાય છૂટકે જ થતું નથી; સર્વે જીવોનું અંતે આજ એક એય છે, એમ નિશ્ચિત જાણુ મોડા અગર વહેલા સર્વેને અત્રે જ પહોંચવાનું છે. વાસ્તવિક રીતે તો આ બધા આ ધ્યેય પ્રાપ્ત કરવાને માટે જ પ્રયત્નો કર્યો જાય છે, પરંતુ તેઓ મારા આ સત્ય એવા આત્મસ્વરૂપથી અજ્ઞાત હોવાથી મારા સ્વરૂપ સંબંધમાં પોતપોતાની કલ્પનાનુસાર ગમે તેવી કલ્પનાઓ કરી
પણ વસ્તુતઃ તો તેઓ મેડા વહેલા આ ધ્યેયમાં જ આવીને મળે છે. જે આ રીતે વ્યવહારમાં ગણાતાં