________________
ગીતાદોહન ] આ વર ગહન છતાં આપે વચન આપેલ હોવાથી, તેજ કહે. [૪૧ સર્વ જગત મોહવશ થયેલું છે, એટલે કે મારી મિથ્યા એવી હુ”રૂ૫ માયા (વૃક્ષાંક ૩) એ પ્રથમતઃ ત્રણ ગુના આશ્રય વડે અવ્યક્તાદિ રૂપે બની ઇંદ્રજાળવત આ મિથ્યા આડંબર (કક્ષાંક ૪થી ૧૫ ઘ પર્યંત) પ્રસારેલો છે. તેણે જ જગતમાં તમામને મેહ વડે વશ કરી દીધેલા છે; તેથી તે કરતાં એટલે માયા કરતાં પર અને અવ્યય અર્થાત કોઈ પણ પ્રકારને વિકાર જ્યાં નથી એવા મને એટલે તતરૂપ આત્મા(વૃક્ષાંક ૧) કઈ જાણતું નથી. જુઓ આ માયાને મહિમા કેવો અદ્દભુત છે!
देवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥१४॥
મમ માયા દુરત્યયા ગુણમયી એટલે ત્રણ ગુણ વડે સર્વત્ર વિસ્તાર પામેલી આ મારી પ્રસિદ્ધ એની દેવી માયા દુરત્યયા છે અર્થાત પાર ઊતરવી અતિ દુસ્તર છે. તે દુઃખના ઉલ્લંઘન વડે જ તરી શકાય એવી છે, એટલે કે જેઓ આ માયા સુખરૂપ છે એવી ભાવના વડે તેમાં જ ફસાયેલા રહે છે, તેવાઓને માટે તે તરવી અત્યંત દુસ્તાર મુશ્કેલ છે; પરંતુ જેઓ આ સર્વ મિથ્યા છે, દુ:ખરૂપ છે એવા નિશ્ચયવાળા હોય છે તથા આત્મરૂપ એવા મારે (ક્ષાંક ૧) શરણે આવે છે, તેઓ જ આ મિથ્યા માયાને તરી જાય છે. તાત્પર્ય કે, માયાને તરવાને
" તો ત્રણ ગણો વડે પ્રસરેલી આ તમામ દશ્ય જાળ દુઃખરૂપ છે એવા પ્રકારનો તેના ઉપર પૂર્ણ વૈરાગ્યયુક્ત નિશ્ચય થવો જોઈએ અને આ સર્વથી પર એવો એક આત્મા, તત (વૃક્ષાંક ૧) એ જ સત્ય છે.
એવા શ્રદ્ધાયુક્ત નિશ્ચય વડે તમામ ભાવે ઐક્ય રૂપે તેને જ સંપૂર્ણ રીતે શરણે રહેવું જોઈએ. તેને શરણે રહેવાનો પ્રકાર એવો છે કે, આ સર્વ દશ્ય જાળ દુઃખદાયક એવી માયારૂપ નહિ પરંતુ તે કરતાં પર એવા એક આત્મરૂપ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એ રીતે અથવા આ બધું દશ્ય જાળ દુઃખરૂપ એવી માયાનું કાર્ય છે, પરમાત્મા છે તે કરતાં પર હાઈ તે જ ખરું સુખનું સ્થાનક છે, એવી રીતે દઢ નિશ્ચયથી તન મનાદિ દ્વારા જેઓ મારું શરણુ લે છે તેઓ જ આ માયાને તરી શકે છે. આનો ભાવાર્થ એ નીકળે છે કે, શ્રીકૃષ્ણ ભગવાન એટલે શરીરધારી જે દેખવામાં આવે છે તેવા નથી, પરંતુ આત્મ(વક્ષાંક ૧) રૂ૫ છે એ દૃઢ નિશ્ચય કરીને તે જ ચરાચરમાં સર્વત્ર વ્યાપક છે, માયા છે જ નહિ એ પ્રમાણે મન, વાણી અને શરીર વડે એક તેને જ શરણે જવું અર્થાત સર્વત્ર એક આત્માને જ જેવો; અંતઃકરણમાં આત્મા સિવાય બીજા કોઈ સંક૯પનું સ્કરણ જ થવા નહિ પામે એવી દક્ષતા રાખવી અને કદાચ રણુ થાય તો તરત જ તે આત્મસ્વરૂપ એવા એક ભગવાન જ છે, એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને તકાળ દાબી દેવું. આનું નામ જ ભગવાનની સંપૂર્ણ શરણાગતિ છે.
न मां दुष्कृतिनो मुढाः पद्यन्ते नराधमाः ।। माययापईतबाना आसुरै भावमाश्रिताः ॥१५॥
નરાધમે મારે શરણે આવતા નથી. માયા વડે મૂઢ બનેલા દુષુતિ અર્થાત શરીર એટલે જ હું એમ માની કર્મ કરનારા મૂઢ અને નીચ નરાધમો કે જેઓનું જ્ઞાન હણાઈ ગયેલું છે એવા આસુરી સ્વભાવના આશ્રયે રહેલાઓ આત્મસ્વીપ એવા મારા શરણને કદી પણ પામતા નથી. ભાવાર્થ એ છે કે, જેઓ હું એટલે મને આત્મીપે નહિ સમજતાં હું
એટલે “આ શરીર છું” એમ માને છે. તેઓ કદી પણ મારા સાચા રવાપને પામતા નથી અને હંમેશા - ખ જ ભગવ્યા કરે છે. માયા વડે જેનું જ્ઞાન નષ્ટ થવા પામેલે તે એવા આ મૂઢ અને અધમ નરેને
આસુરી સ્વભાવના આશ્રયી સમજવા, એમ ભગવાન કરી કરીને કહે છે,