________________
૪૦૦ ]
બીર્ય
પાઃ પ્રગાનના
[ સિદ્ધાતકાડ ભ૦ મી. અ૦ ૭/૪
સાચા સ્વરૂપનું જ્ઞાન વા તત્ત્વના નિર્ણય પુરતું જ હોય છે, તેમ આ આત્મતત્વ સમજાવવાને માટે તત્તની ગમે તેટલી સંખ્યા વડે સમજાવવામાં આવે તો પણ તે સર્વને ભાવાર્થ અંતે એક જ હોવાથી બધું સયુક્તિક જ છે; એમ જાણવું.
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीय मे भिन्ना प्रकृतिरष्टधा ॥४॥
આઠ પ્રકારના ભેદવાળી પ્રકૃતિ શ્રીભગવાન આગળ કહે છે: હે પાર્થ! તું બુદ્ધિમાન હવાથી વધુ વિસ્તાર નહિ કરતાં સમયોચિત (૧) ભૂમિ, (૨) જળ, (૩) અગ્નિ, (૪) વાયુ (૫) આકાશ, (૬) મન, (૭) બુદ્ધિ, તથા (૮) અહંકાર મળી ક્લ આઠ કારણુતત્ત્વને અંગીકાર કરીને હું તને પ્રકૃતિનું સ્વરૂપ સમજાવું છું, કેમ કે જોવામાં આવતું આ સમગ્ર બ્રહ્માંડ એ તો એક કાર્ય છે, તેનું કારણ તો કોઈ જુદું જ છે. તે બ્રહ્માંડરૂપ કાર્ય ઉપર કારણરૂપ અનેક આવરો છે (જુઓ વૃક્ષાંક ૩થી ૧૫ ઘ). આ સર્વ મડાકારણ (વૃક્ષાંક ૩ થી ૫) અને કારણ (વૃક્ષાંક ૬ થી ૧૨ ) તો કહેવાય છે. તે સર્વે જગતના ઉપાદાને કારણેમાં ગણાય છે. આ બધા અધિદેવ (વૃક્ષાંક ફી,. અધ્યાત્મ (વૃક્ષાંક ), અધિભૂત (રક્ષાંક ૬) તેમ જ અહંકાર ( ક્ષાંક ૮), ચિત્ત (વૃક્ષાંક ૯). બુદ્ધિ (વૃક્ષાંક ૧૦ ). મન (વૃક્ષાંક ૧૧), હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૨ ), બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩ ) તેમ જ અવ્યક્ત (વૃક્ષાંક ૪)થી અહંકાર (વૃક્ષાંક ૮) સુધીના તમામ તત્તવે એ બધાં સૃષ્ટિના ઉપાદાના કારણે હેઈ તેને દ્રવ્ય પણ કહે છે. આ દ્રવ્ય વડે પ્રકૃતિ એ પુરુષના ઓપછીનપણુ તથા કાળશક્તિના ક્ષાભ વડે ? વિસ્તારને પામે છે, તેથી આ સર્વનું મૂળ કારણ તો આ પ્રકૃતિ જ ગણાય છે (જુઓ વૃક્ષાંક ૩). મેં અત્રે તને સમજાવવા માટે આ મારી પ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૧૫ ૪) ને આઠ પ્રકારના ભેદમાં જ વહેંચી નાંખી છે. તેમાંના સન્મ પિટાભેદો કહેતા નથી. વૃક્ષમાં આપેલા અવ્યક્ત (વૃક્ષાંક ૪ )થી અહંકાર (ક્ષાંક ૮). પર્વતના સર્વનો સમાવેશ ભગવાને અત્રે એક અહંકારમાં જ કરેલો છે. ચિત્ત (વૃક્ષાંક ૯) ને સમાવેશ અહિ (વૃક્ષાંક ૧૦)ની અંતર્ગત કરેલો છે. અહંકારમાંથી ઉત્પન્ન થયેલ સત્વ (વકારિક) અને તેના પેટામાં આવેલાં અધિદેવાદિ તમામ કર્તા તો (વૃક્ષાંક ૮/ ૧, ૪, ૭, )નો સમાવેશ મન (રક્ષાંક ૧૧)માં કરેલો છે તથા અહંકારના તૈજસ તથા તામસ ભેદોના પેટમાં આવેલા તમામને અંતર્ભાવ પાંચ મહાભૂતમાં કરે છે. એમ સમજવું. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને આ બ્રહ્માંડને વેષ્ટા કરીને એટલે વીંટળાઈને રહેલા આઠ કારણતત્તવો કે જેને શાસ્ત્રકારે પુર્યષ્ટક પણ કહે છે તેને આધારે પ્રકૃતિનું સ્વરૂપ સમજાવેલું છે. પાંચ મહાભૂતો, મન અહંકાર અને મહત્તત્ત્વ; એ આઠને શાસ્ત્રમાં પુર્યાષ્ટક કહેવામાં આવે છે. અને પાંચ મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર, એ રીતે કુલ આઠને પુર્યાષ્ટક તો કહેલાં છે. બ્રહ્માંડની બહારથી આ આઠ આવરણે વડે વીંટાયેલું એ બધું મળીને આત્મસ્વરૂપ એવા ભગવાનનું સ્થળ કિવા વિરાટ સ્વરૂપ કહેવાય છે. આ જ મારી અપરાપ્રકતિ છે. આ રીતે અનિર્વચનીય એવા પુરુષ માયા વડે કેવી રીતે ભેદને પામો, તે વિવેકની પુષ્ટતાને અર્થે શાસ્ત્ર નિર્ણય કહું છુંઃ
અપરાપ્રકૃતિને વિસ્તાર બ્રહ્માંડની ઉત્પત્તિ પૂર્વે એટલે આ સ્થૂલસષ્ટિના આદિકાળમાં વિરાટસ્વરૂપ ધારણ કરનાર પુરુષ (ક્ષાંક ૨) અંડ એટલે બ્રહ્માંડ(વક્ષાંક ૧૪)ને ભેદીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેને સ્થાનની ઇચ્છા થવાથી પવિત્રએ પોતે જ પવિત્ર એવું જળ ઉત્પન્ન કર્યું અને પોતે પિતાના સૂજેલા આ જળની અંદર હજારે વર્ષો સુધી રહ્યા, તેથી કરી એ પુરુષનું જ નારાયણ (ક્ષાંક ૯ જુઓ) એવું નામ પડ્યું. જે નારાયણ પણ ઈશ્વર વૃક્ષાંક ૨)ની સત્તા વડે પ્રકૃતિ (વૃક્ષાંક ૩ )ના આશ્રયરૂપ પંચમહાભૂતો, કર્મ, કાળ, સ્વભાવ અને છવ વગેરે દ્વારા ક્રિયા કરાવવામાં સમર્થ થાય છે, પણ ઈશ્વરની સત્તા વિના સ્વતંત્ર રીતે થતા નથી.