________________
ગીતાસાહન 1 માટે હે યમ ! જેમાં દેવાદિકે પણું શંકા કરે છે, તે
[ ૪૦૭ ભૂતમાત્રનું ઊપજવું, ધારણ, પોષણ અને લય થવું વગેરે આ બે પ્રકૃતિઓ વંડ જ ; તથાપિ આ બે પિકી પરાપ્રકૃતિ તે તદ્દન નિર્લેપ અને અનિર્વચનીય હેઈ તે અપરામાં અધિકાનરૂપ છે. તેના અધિષ્ઠાન વિના અપરાપ્રકૃતિનું અસ્તિત્વ કદાપિ શક્ય નથી, છતાં પરાપ્રકૃતિ એ કાંઈ તેનું કારણ નથી; તે તો ઘરમાં રહેનારા આકાશની પેઠે તદ્દન નિર્મળ, સ્વચ્છ અને અસંગ હઈ અનિર્વચનીય છે. તેને જે પરા, અપરા, આત્મા કિવા અક્ષરપુરુષ વગેરે સંબોધનથી શબ્દોષ લગાડવામાં આવે છે, તે તો કેવળ અપરા પ્રકૃતિની અપેક્ષાએ જ છે. અપરાપ્રકૃતિનો આરંભ “હું” એવા ભાવથી થયેલો છે, તેથી આ “હુને કેાઈ સાક્ષી છે અને તે આ વ નહિ જાણે શકાય એવો વાગ્યાર્થથી પર છે જોઈએ, એ પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે, તેથી તેને જ ક્ષરપુરુષ કહે છે. વળી આ સાક્ષી સહિત ભાવનું ઉત્પત્તિસ્થાન વાસ્તવિક રીતે તો
જ્યાં આ “હું”ભાવ જ નથી એવું તદ્દન અનિર્વચનીય હોવું જોઈએ, એમ ફક્ત તત્ત્વાર્થ વડે જાણી શકાય તેમ છે અર્થાત્ તે પદ તદ્દન અનિર્વચનીય છે. આ પરાપ્રકૃતિ અક્ષરપુરુા વા આત્મસ્વરૂપ છે, એવું દેપારોપણ પણ તે ઉપર ન થાય, એટલા માટે એ દોષથી પણ રહિત, તે કરતાં પર એવા અનુભવગમ્ય સ્થાનક સુધી આગળ જવું પડે છે, જેને શાસ્ત્રમાં ઉત્તમપુરુષ કહે છે (ક્ષાંક » જુઓ). આ મુજબ પર અને અપર પ્રકૃતિ કોને કહેવી તેને વિવેક જાણી જિજ્ઞાસુ આત્માનુભવ કરે, એવા ઉદ્દેશથી શાસ્ત્રમાં વિવેચન કરવામાં આવે છે. આ રીતે હોવાથી સર્વ દેષાદિ અથવા કલંકોથી રહિત એવો “ઉત્તમપુ' (પુર+ઉત્તમ પુસપત્તિમ) પ્રથમ મારી પ્રકૃતિમાં અનિર્વચનીય અધષ્ઠિત થઈ સાક્ષી સહિત અપરા પ્રકૃતિમાં “” “” (પ્રક્ષાંક ૩) એવા મિથ્થા સ્કરણને પામેલો છે. આ સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પ્રકૃતિરૂપ એ આ જ હું (વૃક્ષાંક ૩) છે, એમ જાણ.
मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय । मयि सर्वमिदं प्रोतं सुत्रे मणिगणा इव ॥ ७॥
પરનો અવધિ સંપૂર્ણ થયે હે ધનંજય! તને અત્યારસુધી જે બે પ્રકૃતિઓનું વિવેચન કરીને સમજાવ્યું તેનું કારણ એ કે, તને મારા સાચા સ્વરૂપને નિઃશંક જ્ઞાન થાય, વળી ધ્યાન દઈને સાંભળ. મારા સ્વરૂપનું સાચું જ્ઞાન થવાને માટે મેં આ સાંખ્ય એટલે જ્ઞાનયુકિતનો આશ્રય લઈ તને સમજાવ્યું છે. મારા સાચા સ્વરૂપના જ્ઞાનનો વિવેક થવાને માટે બીજી કોઈ યુકિત મંદાધિકારી અજ્ઞાનીઓને માટે ઉપયોગી નથી. તે યુકિત વડે તને જ્યારે મારા (હના) સાચા સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જ તું સર્વ દુઃખાથી રહિત બની કતાર્થ બનીશ. એવું મારું સાચું સ્વરૂપ કેવું છે, તેનો ક્રમ સાંભળ. આ બ્રહ્માંડાદિ કાર્યરૂપ પ્રકૃતિ(વૃક્ષાંક ૧૨ થી ૧૫ g)થી પર કારણરૂ૫ એવી છવભૂતપ્રકૃતિ (વૃક્ષાંક ૬ થી ૧૨) છે, તે કરતાં પર મહાકારણરૂપ “હું” (વૃક્ષાંક ૩ થી ૫) એવી પ્રકૃતિ છે, એટલે આ બધા મળીને અપરા પ્રકૃતિ કહેવાય છે. અપરાપ્રકૃતિની અંતર્ગત આવેલી મહાકારણુપ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૫) એ જ આ દશ્યાદિમાં સર્વથી પર છે. અત્રે દસ્યને અવધિ સંપૂર્ણ થાય છે. આ બધી મળીને (વૃક્ષાંક ૩ થી ૧૫ ૬ સુધીની) અપરાપ્રકૃતિ થયેલી છે. આ અપરાપ્રકૃતિથી પર એવા ક્ષરપુરુષ કિવા સાક્ષી (વૃક્ષાંક ૨) છે, તે કરતાં પર એટલે શ્રેષ્ઠ પરાપ્રકૃતિ હેઈ તેને અક્ષરપુરુષ, આત્મા, બ્રહ્મ ઇત્યાદિ નામોની મિયા સંજ્ઞાઓ વ્યવહારમાં બોધને અર્થે આપેલી છે (વૃક્ષાંક ૧); વસ્તુતઃ તે તે અનિર્વચનીય છે. હવે આ સ્થાન અનિર્વચનીય છે એવું તત્ત્વાર્થ દષ્ટિ વડે જાણી શકાય છે, તેટલે દોષ પણ તેમાં ન રહે તેથી તે કરતાં પર એટલે કે જેને મેં આગળ (અધ્યાય ૧૫માં) ઉત્તમપુરુષ, પુરુષોત્તમ એમ સમજાવવાને માટે સંબંધેલું છે, એવું તે સ્થાનક છે કે, જ્યાં પરની વ્યાખ્યા સંપૂર્ણ થાય છે અને જે કેવળ અનુભવ વડે જ જાણી શકાય તેવું છે, તે જ મારું એટલે હુ રૂપ આત્માનું ખરું સ્વરૂપ છે. હવે તું કહેશે કે આમ એકથી પર બીજી અને બીજથી પર ત્રીજી એમ આપણે અહીં પુરુષોત્તમ સુધી તે આવ્યા. હવે આથો પર કઈ હશે? તે