________________
ગીતાદહન ] ઝીલાવણ્ય, રતિ, વિષયાનંદ અને દીર્ધ જીવિતમાં કેમ આસક્તિ થાય? | ૪૦૫ અવતારાદિ વડે જગતની ઉત્પત્તિ અને પાલન કરવા સાથે ધર્મરૂપે તેનું પોષણ કરે છે તથા કાલાગ્નિ એવા સ્ટરૂપે પોતેજ રચેલા આ જગતને વાયુ જેમ વાદળાંના સમુહનો નાશ કરે તેમ કાળે કરીને પોતે પોતામાં જ સંહાર કરે છે, આ રીતે નિરતિશય ઐશ્વર્યાસંપન્ન ભગવાનનું કાર્યરૂપ વિરાટરવરૂપે જગતના ભ્રષ્ટા, પાલક અને સંહારરૂપે વર્ણન કર્યું, પરંતુ આ સર્વ માયિક હેવાથી વિવેકી પુરુષોએ, શુદ્ધ ચૈતન્યરૂપને કર્તાકારણાદિ રૂપે જાણવું યોગ્ય નથી. કૃત્યાદિ શાસ્ત્રો, પરમાત્માના કર્તાપણું આદિનું પ્રતિપાદન કરે છે તે કાંઈ તાત્પર્ય કે સિદ્ધાંતની દષ્ટિએ કરતાં નથી એટલે જેમ મૃગજળ કિંવા વંધ્યાપુત્રનું વર્ણન કરવાનો ઉદ્દેશ ત્યાં જળ અથવા પુત્ર કદી હેત નથી એ ભાવ બતાવવા પૂરતું જ હોય છે તેમ કૃતિ, સ્મૃતિ, પુરાણો વગેરે શાસ્ત્રકારો પરમાત્માનું કર્તા, કારણ અને કાર્યાદિરૂપે માયાનો આધાર લઈને જે પ્રતિપાદન કરે છે, તે તો ફક્ત કર્તાપણું આદિન નિષેધ કરવા સારુ જ કરે છે; કારણ કે ઈશ્વર( વૃક્ષાંક ૨ માં) કર્તાપણા આદિ ધર્મોના આરોપ તો સાવ અસત એવી માયાનો અંગીકાર કરીને જ કહેવામાં આવેલ છે તથા તે માયા તો મૂળમાં કદી ઉત્પન્ન થયેલી નહિ હોવાથી તદ્દન મિથ્યા જ છે.
શ્રીકૃષ્ણભગવાન કહે છે: હે પાર્થ! મેં તને (1) મહાકારપ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૫), (૨) કારણ પ્રકૃતિ (વૃક્ષાંક ૬ થી ૧૨) તથા (૩) કાર્યપ્રકૃતિ (વૃક્ષાંક ૧૩ થી ૧૫ ઘ) (આ કાર્ય અને કારણ પ્રકૃતિ ભૂતને ધારણ કરનારી હેવાથી તેને છવભૂતપ્રકૃતિ કહે છે.) એમ ત્રણે મળીને બનેલી મારી અપરાપ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫૬) તથા તેથી પર એવી પરાપ્રકૃતિ(વૃક્ષાંક ૧)ને કહી. એ રીતે પર અને અપર એમ બંને પ્રકૃતિઓનું શાસ્ત્રના આધાર સહનું વર્ણન તારી આગળ કર્યું. અપરાપ્રકૃતિ અને તેના અભિમાની ઈશ્વર (વૃક્ષાંક ૨)ને જ વિરાટપુરુષ કહેવામાં આવે છે. તેમાં પણ અનુક્રમે મહાભારણુવિરાટ સ્વરૂપ (ક્ષાંક ૩ થી ૫), કારણવિરાટ સ્વરૂપ (વૃક્ષાંક ૬ થી ૧૨) તથા કાર્યવિરાટ સ્વરૂપ સમષ્ટિ (ક્ષાંક ૧૩ થી ૧૫૫) એવા ત્રણ ભેદો પડે છે. આ ત્રણ ભેદ એ જ ક્રમે વિરાટનો કારણુ, સૂમ અને સ્થૂલ દેહ છે. આ મારા પર અને અપરસ્વરૂપનું જે વર્ણન તને કહેવામાં આવ્યું છે, તે તત્વદૃષ્ટિએ તે વાસ્તવિક એક વિંધ્યાપુત્ર હતો, તેણે આકાશની સાથે યુદ્ધ કર્યું અને તેને જીતી લઈને મોટું રાજ્ય કર્યું ઇત્યાદિ પ્રકારનાં જે વર્ણન કહેવામાં આવે તેવા પ્રકારનું હોઈ સાવ મિથ્યા જ છે. આ બધું પરમાત્મામાં અકર્તાપણું સિદ્ધ કરવા પૂરતું જ છે. શાસ્ત્રોમાં આવાં વર્ણન આ ઉદ્દેશથી જ આપવામાં આવે છે, એમ નિશ્ચયપૂર્વક જાણુ. તારી દઢતાને માટે આ વાત મેં તને ફરી ફરીને કહેલી છે. તે ઉપરથી પરમાત્મસ્વરૂપને નિશ્ચય સારી રીતે લક્ષમાં આવશે.
अपरेयमितस्त्वन्यां प्रकृति विद्धि मे पराम् । जीवभुतां महाबाहो ययेद धार्यते जगत् ॥५॥
પર અને અપર છવભૂતપ્રકૃતિ હે અન! ઉપર કહેવામાં આવેલું છે કે, અહંકાર, બુદ્ધિ, મન, આકાશ, વાયુ, વહિ, જળ અને પૃથ્વી એ રીતના આઠ આવરણે વડે ભેદને પામેલી અને કારણરૂપે વિસ્તારને પામેલી એવી આ અષ્ટધા પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪) છે, તથા તે કરતાં પર એવી જે પ્રકૃતિ તેને પરાપ્રકૃતિ (વૃક્ષાંક ૧) કહે છે, એમ જાણું. હે મહાબાહે! ભૂતમાત્રના સમૂહથી ભરેલું આ બધું દયાદિ કાર્યરૂપ જગત, કે જે તે જોઈ રહ્યો છે તે ધારણ કરનારી અપરાપ્રકૃતિની અંતર્ગત છવપ્રકૃતિ છે, તેમાં કારણ અને કાર્યરૂપ એવી બંને પ્રકૃતિ(વૃક્ષાંક ૬ થી ૧પણ) નો સમાવેશ થાય છે. જે આ તમામ ભૂતને સૂત્રાત્મારૂપે ધારણ કરીને રહેલી છે, તેથી તેને જ છવભૂતપ્રકૃતિ કહે છે અને તે પણ વસ્તુતઃ તે આત્મસ્વરૂપ જ છે. હું અને ! આ સર્વ દશ્ય જગત તેના વડે જ ધારણ કરાયેલું છે, એમ તું સારી રીતે જાણ; પરંતુ ધ્યાનમાં રાખ કે, તને જે આ છવભૂતપ્રકૃતિ કહી તે કઈ ત્રીજી જ પ્રકૃતિ છે એમ સમજીશ નહિ, પણ તેને સમાવેશ અપરા