________________
૪૦૮ ]
સાથે મ િ નતત
[ સિદ્ધાન્તકા
ભ૦ ગી૦ અ ૭/૧૨
તારી એ શંકા નિરર્થક છે. તેથી પર કાંઈ નથી. સમજે કે આપણે પોતાને ગામ જવા નીકળ્યા, રસ્તામાં એક ગામથી પર બીજું ગામ, બીજાથી પર ત્રીજું, ત્રીજાથી પર ચોથું એમ કરતાં કરતાં જ્યારે પોતાને ગામ પહોંચ્યા એટલે તેથી પર કોઈ રહેતું નથી; ત્યાં પરને અવધિ સંપૂર્ણ થયો કહેવાય, તેમ આ સ્થાન એ જ મારું એટલે “હું”૫ એવા આત્માનું પરમ અવધિનું સ્થાનક છે. આથી પર કાંઈ છે જ નહિ, એ જ મારું ખરું સ્વરૂપ છે. એટલા માટે જ મેં પ્રથમ કહ્યું છે કે જે મારામાં એકરૂપ બનેલો છે, જે શ્રદ્ધા વડે નિરંતર મને જ ભજે છે, તે જ સમાહિત ચિત્તવાળ ઉત્તમ સિહ જાણો. હું એટલે કે તેનું વિજ્ઞાન સહિત જ્ઞાન થાય તે પ્રકાર કહેવાનું મેં આ અધ્યાયના આરંભમાં તને કહ્યું હતું. તે હું એટલે આ પાંચ કર્મે કિય, જ્ઞાનેંદ્રિય કિવા સાત ધાતુઓ જેમાં છે એવો પૂલ, સૂક્ષમ અને કારણ દેહધારી તારા જોવામાં આવતો આ શરીરધારી કુણું નથી, પરંતુ જ્યાં પરની વ્યાખ્યાને અવધિ સંપૂર્ણ થાય છે અને જેથી પર કાંઈ સિલક રહેતું નથી એવો પુરુષોત્તમ સંજ્ઞાવાળો કૃષ્ણ છે, એમ સમજ. એ જ મારું એટલે “હુ'રૂપ એવા આત્માનું સાચું સ્વરૂપ હેઈ તેવા મને જ પરમાત્મા, પરબ્રહ્મ વગેરે કહે છે.
હે ધનંજય ! આ રીતનું મારું સાચું સ્વરૂપ તારા સમજવામાં આવ્યું કે આ કરતાં ૫ર (ઉપર) બીજું કાંઈ પણ છે જ નહિ, એ વાત તું હવે સારી રીતે સમજી શકીશ. એવા મારા સ્વરૂપમાં જ આ સવ ઓતપ્રોત પરોવાયેલું છે. જેમ દોરામાં મણિઓને સમૂહ પરોવાયેલું હોય એટલે મણિઓનાં અનેક પ્રકારનાં તોરણો, માળાઓ વગેરે જે બધું સુશોભિત દેખાય છે તે સર્વ દોરાના આધાર ઉપર અવલંબિત હોય છે, તેમાંથી દોરી લઈ લેવામાં આવે તો મણિના સમૂહાની તમામ શોભા નિરર્થક નીવડે છે, તેમ આ બધી પ્રકૃતિની શોભા વાસ્તવિક મિશ્યા હોવા છતાં મારા વડે જ ભાસે છે. આ પ્રકારનું મારું યથાર્થ જ્ઞાન થવાને માટે પુરુષોત્તમરવરૂપ એવા મેં પ્રથમ બ્રહાદેવને જે ઉપદેશ આપ્યો હતો, તેને સાર તને સંક્ષેપમાં કહું છું
મને આત્મસ્વરૂપે જાણવું એ જ ભક્તિગનું લક્ષણ હે બ્રહ્મદેવ! જેવો હું છું, જેવી મારી સત્તા છે અને મારાં રૂપ, ગુણ તથા કર્મ જેવાં છે, તે બધાનું જેવું ને તેવું યથાર્થ જ્ઞાન તમને મારા અનુગ્રહથી થાઓ. સૃષ્ટિ પહેલાં હું જ એક હતા. આ સ્થૂળ કિંવા સક્ષમ પ્રપંચ અને તેનું કારણ માયા ઈત્યાદિ કાંઈ પણ ન હતું. વળી સુષ્ટિ થયા પછી પણ સર્વરૂપે “હું” એક છું તથા અંત થયા પછી જે શેષ રહે છે તે પણ હું જ એક છું. વસ્તુતઃ જે સત્ય હોય છે તે સત્યરૂપે ન દેખાય અને જે સત્ય ન હોય તે સત્યરૂપે દેખાય એનું નામ જ મારી માયા જાણવી. જેમ આકાશમાં એ ચંદ્ર છે જ નહિ, છતાં પણ આંખનો ઉપલો ભાગ દબાવ્યાથી બે ચંદ્ર દેખાય છે, તેમ આ જગત વિસ્તુતઃ સાચું ન હોવા છતાં જાણે સાચું જ હોય તેમ દેખાય છે. જેમ ગ્રહોમાં રાહુ ગ્રહ હોવા છતાં તે દેખવામાં આવતો નથી, તેમ વસ્તુતઃ સર્વને સાક્ષો અને સર્વનું અધિષ્ઠાન ચિતન્ય, એવો એક આત્મા જ સર્વત્ર વ્યાપેલે હોવા છતાં પણ તે જણાતો નથી. આ રીતે આવરણશકિત એટલે ચિતન્યને ઢાંકી દેનારી શક્તિ તથા વિક્ષેપશક્તિ એટલે ચૈતન્યમાં જગતનો અંશ નહિ હોવા છતાં જાણે બ્રહ્માંડ સરજાયેલું હોય તેવું દેખાય તે શક્તિ, એ જ મારી માયા છે એમ જાણવું. જેમાં ઉત્તમ અને અધમ શરીરમાં પંચમહાભૂત સૃષ્ટિ થયા પછી પ્રવેશ કરી રહ્યાં હેય એમ જણાય છે, પરંતુ ખરી રીતે તે તે કાર્યની ઉત્પત્તિ પૂર્વે કારણરૂપે પ્રથમથી જ રહેલાં હોય છે, તેમ આત્મસ્વરૂપ એવો બહુ પ્રથમથી જ સર્વના આદિ કારણુરૂપે છું, પાછળથી પ્રવેશ કરીને રહેલો નથી. આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છાવાળા પુરુષે માત્ર એટલું જ જાણવાનું છે કે, અન્વયવ્યતિરેક વડે જે સદા સર્વદા અને સર્વ સ્થળે છે, તે જ આત્મા છે. કાર્યમાં કારણરૂપે અનવૃત્તિ એ અન્વય, તથા કારણ અવસ્થા કર્મોથી વ્યાવૃત્તિ તે વ્યતિરેક સમજવો. જેમ જાગ્રતાદિ અવસ્થામાં આત્માની સાક્ષીરૂપે પ્રતીતિ થવી એ આત્માનો તે તે અવસ્થાઓમાં અન્વય, તથા સમાધિ અવસ્થામાં આત્માની પ્રતીતિ અને જાગ્રત આદિ અવસ્થાઓની અપ્રતીતિ તે વ્યતિરેક સમજવો. એવી રીતે અન્વય વ્યતિરેક વડે વિચાર કરતાં પણ સર્વ કાળમાં સર્વત્ર એક આત્મા જ છે. હે બ્રહ્મદેવ ! ચિત્તને તદન એકાગ