________________
ગીતાદેાહન ]
અજીણુ તે અમર(એવા દેવા)નું સાંનિધ્ય મળ્યા છતાં પણુ,—
[ ૩૯૯
આત્મા(વૃક્ષાંક ૧) છે, એવા પ્રકારે તત્ત્વજ્ઞષ્ટિએ જાણુવુ એ જ ખરી જ્ઞાનસિદ્ધિ છે અને આવા તત્ત્વદૃષ્ટિના શુદ્ધ વિજ્ઞાન સુધી તે। આત્મસિદ્ધિને માટે પ્રયત્ન કરનારા પૈકી પણ ભાગ્યે જ કેાઇ પહોંચે છે, બાકી ધણુખરાએ તે અધવચ જ ગાથાં ખાધા કરે છે. મહર્ષિ સાંખ્યાયન તથા સિદ્ધ કપિલ મુનિ
શ્રીભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! મને તત્ત્વતઃ જાણનારા કવચિત્ જ કાઈ નીકળે છે, જે ઉપર જણાવેલુ જ છે. જેની પ્રાપ્તિ થવી અતિશય દુટ (દુલ ભ) છે એવા હું તે। તત્ કિવા આત્મવરૂપ (વૃક્ષાંક ૧) છું, તેવા મારા સાચા અનિવ ચનીય સ્વરૂપનુ વિજ્ઞાન સહિત જ્ઞાન થવાને માટે પ્રથમ તેા પ્રકૃતિપુરુષને વિવેક કરવા પડે છે. તેના ઉદ્દેશ ફક્ત એટલે જ કે પુરુ! એટલે ઈશ્વરે કિવા સાક્ષી(વૃક્ષાંક ૨) તેા પ્રકૃતિ ક્રિવા માયા(વૃક્ષાંક ૩)થી તદ્દન અલિપ્ત છે, આ મુજબના વિવેક વડે જ્યારે પ્રકૃતિના મિથ્યાત્વનું ભાન થાય છે ત્યારે પુરુષ એ તે નિવિકાર, અવ્યય, ફૂટસ્થ, અનિર્વાચનીય, અદ્વૈત એવા સ્વતસિદ્ધ આત્મરૂપ છે, એમ સ્વાભાવિક રીતે જ જાણવામાં આવી તમામ દ્વૈતભાવાને વિલય અનાયાસે જ થઈ જાય છે. આ પ્રકૃતિ અને પુરુષના વિવેકની સમજૂતીની સરળતાને માટે સૃષ્ટિના આદિકાળમાં મહર્ષિ સાપ્યાયન મુનિએ સંખ્યા દ્વારા અજ્ઞાનીએતે સમજ પડે એવી રીતે તત્ત્વની વિભાગણી કિવા પૃથક્કરણ કરી સમાવેલું છે; આથી જ શાસ્ત્રકારે તેને “લચા મિતિ સાથમ્।'' એટલે સખ્યા કરનાર તે જ સાંખ્ય કહેવાય, એમ કહે છે. અર્થાત્ દ્વૈતનેા અંગીકાર કરી અદ્વૈત એવુ' તત્ત્વજ્ઞાન સમાવવાની જે યુક્તિ તેને જ સંખ્યા કિવા સાંખ્યયુક્તિ કહે છે. આ યુક્તિના આશ્રયી જે શાસ્ત્ર તે સાંખ્ય તથા તેના આશ્રયવડે સમજાવનારા તે સાંખ્યાચાર્યો કહેવાય છે. આ સબંધે પ્રથમ વિસ્તૃત વિવેચન કરેલું જ છે (અ॰ ૨, શ્લા૦૩૯ અને અ ૫, શ્લા૦ ૪ જુઓ). એટલે અત્રે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. પરંતુ સંક્ષિપ્તમાં એટલું જ જાણવું બસ છે કે, આંધળાઓને હાથીનું સ્વરૂપ સમજાવતી વખતે આ પગ, આ સૂંઢ, આ પૂછડી, આ કાન છે એમ જુદું જુદું બતાવી આ બધું મળીને જ એક હાથી કહેવાય. એ રીતે સમજાવવામાં આવે છે, તેમ અજ્ઞાનીઓને અદ્વૈત એવા પરમતત્ત્તને હું, તું, તે, આ વગેરે ભેદો અથવા તત્ત્વની સ`ખ્યા કરીને સમજાવવાની જે યુક્તિ તે જ સ`ખ્ય કહેવાય. આ યુક્તિના કપારભના સૌથી પ્રથમ અને આદ્ય પુરુષ તે મહર્ષિ સાંખ્યાચાય હોઈ તે યુક્તિને લાંખે। કાળ વ્યતિત થવાને લીધે દરેક યુગ યુગમાં થનારા પૃથ્વીપ્રલયાદિને લીધે જ્યારે તેના લાપ થઈ જાય છે ત્યારે તેને ક્રીથી પ્રકટ કરીને સજીવન કરવાને માટે દરેક મહાયુગના આરંભમાં થનારા પરમાત્માના આદ્ય અવતાર તે સિદ્ધ એવા આ મહર્ષિ કપિલ મુાન છે; અર્થાત્ સાંખ્યાચાય મહર્ષિં તા કલ્પના આદ્ય પુરુષ છે અને શ્રીકિપલ મહિષ યુગના આદ્ય પુરુષ છે, એમ સમજે. આ સાંખ્યયુક્તિના આશ્રય લઈ ત્યાર પછી બીજા પણ ઘણા ઋષિઓએ ભિન્ન ભિન્ન એવી તત્ત્વની અનેક સખ્યાએ કરીને સાંખ્યયુક્તિદ્વારા આત્મતત્ત્વ સમજાવવાના પ્રયત્ન કરેલા છે, તે સંબંધે પ્રથમ વિસ્તૃત વિવેચન આપવામાં આવેલું છે (જુઓ અ॰ ૨, શ્લા ૩૯ “ ઉદ્ધવજીનેા પ્રશ્ન તથા તેને। ભગવાને આપેલા ઉત્તર એ શીક અને અ૦ ૫, શ્લા૦ ૪ ).
તત્ત્વાની ભિન્નતા સંબંધમાં વિરોધાભાસ નથી
હે અર્જુન ! હું તને અત્રે પ્રકૃતિના કારણુરૂપ એવાં આઠ તત્ત્વાના 'ગીકાર કરીને પ્રકૃતિ પુરુષના વિવેક સમજાવવાના છું; કે જેથી તને મારા સાચા સ્વરૂપનું જ્ઞાન થશે (ભિન્ન ભિન્ન તત્ત્વાનું કારણુ અ ૨, શ્લા૦ ૩૯ના વિવરણુમાં જણાવેલુ છે તે જુએ ). તત્ત્વાના એકબીજામાં અંતર્ભાવ થઈ જતા હેાવાથી કહેનારની પ્રંચ્છા પ્રમાણે તેમાં ન્યૂનાધિક સખ્યાએ થઈ શકે છે. જેમ માટીના બડામાં ક્રાઇ માટી, પાણી, થાળી, ચાક અને કુંભાર એમ જુદાં જુદાં ગણીને પાંચ તત્ત્વા લઈ સમજાવશે;તા કેાઈ માટી, પાણી અને કુંભાર એમ ત્રણ તત્ત્વે વડે સમજાવે; યા કાઈ માટી અને કુંભાર એ એ તત્ત્વાના આશ્રય લઈ સમજાવે કિવા ક્રાઈ બ્રડા તથા માટી એક જ છે એમ સમજાવે; તેા આ બધાનુ તાત્પય` જેમ એક બ્રાના