________________
ગીતારામ 1 મનુષ્ય વિત્તથકી (કદી પણ) વૃદ્ધિ પામતું નથી,
૩૯૧ પક્ષી, કીટ, પતંગાદિ અંશ મેટા પ્રમાણમાં હોય છે અને તે જતાં શેષ રહે તેમાં મનુષ્ય. આ રીતે ચેતનમાં પણ મનુષ્યોનો અંશ ઘણો જ ઓછો હોય છે, તેમાં પણ ઐશ્વર્યાસંપન્ન, તેમાં પણ કેવળ વિષયની પાછળ જ લાગેલાનું પ્રમાણ વધુ હોવાથી તેમાં વિવેકી તે કવચિત્ જ જોવા મળે છે, તેવામાં પણ આત્મસિદ્ધિને માટે પ્રયત્ન કરનારાએ જવલ્લે જ હોય છે અને આ બધાને બાદ કરતાં જે શેષ બચે તેવાઓમાં આ પ્રયત્નને છેવટ સુધી નિભાવનારા તે કઈ ભાગ્યે જ મળી આવે છે.
ખાનારે જુદે અને પેટ બીજાનું ભરાય ? ભગવાને કહ્યું: મનુષ્યના જે સ્થૂળ શરીર વડે કર્મો થાય છે, તે શરીરને તે એ આ લેકમાં જ છોડી hય છે, તો પછી તેને બીજું શરીર ધારણ થાય ત્યારે પાછલા શરીરમાં થયેલા અભ્યાસનું સ્મરણ કેવી રીતે થાય? ખાનારે જુદો હોય અને પેટ બીજાનું ભરાય એ કથનની જેમ આ કથન વિસંગત લાગે છે, એવી શંકા થવા સંભવ છે. આનો ઉત્તર પ્રસંગવશાત આગળ (અધ્યાય ૮)માં આપવામાં આવશે છતાં અહીં સંક્ષેપમાં કહેવાની આવશ્યક્તા છે.
કર્મોનું સાચું બીજા કોઈ ધૂળ કર્મ કરવું હેય ત્યારે પ્રથમતઃ મનમાં સંકલ્પ કરી પછી બુદ્ધિ વડે તેવો નિશ્ચય કરો પડે છે. આ જ કર્મનું સુક્ષ્મ સ્વરૂપ છે, એમ સમજે. આટલું થયા બાદ તે કર્મ સ્થૂળ ક્રિયા દ્વારા પ્રકટ રીતે કરવામાં આવે છે; વળી કર્મ થઈ ગયા પછી પણ પાછું તે અવ્યક્ત સ્વરૂપે રહે છે; આથી સ્પષ્ટ થાય છે કે, કર્મો એ કાંઈ ફક્ત સ્થૂળ દેહની સાથે જ સંબંધ ધરાવતાં હતાં નથી, પણ સૂમ શરીર વા લિંગદેહ એ જ કર્મોનું સાચું બીજ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મોને નાશ થઈ શકતો નથી. આત્મા પોતે જ જ્યારે અજ્ઞાનયુક્ત બની જીવાત્મારૂપે પરિણમે છે, ત્યારે તેને પુનઃ પિતાના રવરવરૂપનું સાચું ભાન થતાં સુધી તે વાસનાવશાત લિંગશરીર દ્વારા અનેક સ્થૂળ શરીરને ગ્રહણ કરતો રહે છે. એનો આ ક્રમ અજ્ઞાન નષ્ટ થઈ સ્વસ્વરૂપનું જ્ઞાન થતાં સુધી હંમેશને માટે ચાલુ હોય છે. તેને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે જાગ્રત થતાં જેમ અમનો સદંતર બાધ થઈ જાય, તેમ આ બધાં સ્થળસન્મ તથા કારાદિ શરીરો દ્વારા અનેકવિધ વાસનાઓને લીધે જીવાત્માને અનુભવમાં આવતા મિથ્યા ભ્રમાત્મક આ દશ્ય પસારાનો સદંતર વિલય થઈ જાય છે. આની સ્પષ્ટતાને માટે શ્રીવેદવ્યાસાચાર્યજીએ કહેલું શાસ્ત્રકથન સંક્ષેપમાં કહું છું. (ભા. સ્કં૦ ૪ અ. ૨૯).
પ્રાચીન બહિષ રાજાને પ્રશ્ન એક સમયે પ્રાચીન હિંપ રાજાએ દેવર્ષિ નારદજીને આવા જ પ્રશ્ન કર્યો હતો કે, પુરુષ જે શરીરથી કર્મો કરે છે. તે શરીર તે આ લોકમાં જ છોડી દે છે અને પરલોકમાં તો બીજા શરીર વડે તે કર્મોનાં ફળાને ભોગવે છે; આમ વેદત્તાઓએ સ્થળે સ્થળે કહેલું છે; વળી કર્મો થયાં એટલે તે તુરત જ અદશ્ય થઈ જાય છે (મહાકાળ પુરુષ વર્ણન કિરણ ૩૧, ૨, ૩૪માં આ સંબંધે સ્પષ્ટતા છે તે જુઓ). તે પછી ફરી તેનું સ્થળ ફળ શી રીતે ઉત્પન્ન થાય છે તે કહે.
સ્થળ દેહને કર્મ સાથે કરશે સંબંધ નથી નારદજી બોલ્યાઃ પુરુષ વસ્તુતઃ સૂક્ષ્મ શરીરથી જ કર્મ આરંભે છે અને તેને તે શરીરથી જ કર્મના મળને પરલોકમાં ભોગવે છે, કેમ કે વાસનાવશાત થતાં આત્મા(જીવાત્મા)નાં દરેક કર્મે પ્રથમ મનઃપ્રધાન સંક૯પાત્મક એવા સક્ષમ દેહથી જ થાય છે તથા વ્યવધાનરહિત સમ દેહ જ પરલોકમાં પણ કર્મોની સાથે હાઈતે તે કર્મોનાં કળાને ભેગવે છે; આથી એ નિશ્ચય થાય છે કે, સ્થૂળ દેહ એ કાંઈ કર્મ કરવામાં મુખ્ય નથી, પરંતુ મનઃપ્રધાન સૂમદેહ જ કર્મ કરવામાં મુખ્ય સાધનરૂપ છે (કારણ તથા લિંગદેહ બંને સૂકમ છે, એમ જણ); આથી સ્થળ દેહનો નાશ થાય તે પણ સૂકમ દેહને નાશ કદાપિ થતો નથી. તેનો નાશ