________________
૩૦]
ન વિશેન તથંનો માળો– [ સિદ્ધાન્તકારડ ભ૦ ગી. અહ ૬૩
ફક્ત આ વેગને જાણનારની ઇહપરલોકમાં થતી ગતિ શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન! તને શંકા થયેલી છે કે, આપે કહેલી સર્વત્ર સમદષ્ટિની અર્થાત આત્મદષ્ટિની ભાવનાને જે શ્રદ્ધા વડે અનુસરનારો કિંવા સાંખ્ય, યોગ વા ભક્તિમાર્ગનું અવલંબન કરનારો પુરુષ પૂર્ણ સ્થિતિએ પહોંચતાં પહેલાં જો મૃત્યુને શરણ થાય તો તેની ત્રિશંકુવર્ અદ્ધર સ્થિતિ તો થતી નથી ને? તેના ઉત્તરમાં કહેવાનું કે, તેની આ લોકમાં કે પરલોકમાં પણ અધોગતિ થતી નથી. હવે પરલોકમાં અધોગતિ કેવી રીતે થતી નથી તે વિષે કહેવાનું છે, તેવા યોગમાં ચલાયમાન થયેલા એ યોગીને અતિ ઉત્કૃષ્ટ એવા લોકની પ્રાપ્તિ સહેજમાં થઈ શકે છે, કેમ કે જેઓ અનેક પ્રકારના સકામ સત્કર્મો કરીને સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ મહાન મુસીબતે કરી શકે છે તેવા સ્વર્ગાદિ લેકની પ્રાપ્તિ તે આ યોગનું જેને સાધારણ જ્ઞાન થઈ ફક્ત તેનું આચરણ કરવાની ઈચ્છા જ થયેલી હોય તેને અનાયાસે જ થાય છે. તેઓ તે તે લોકમાં ઘણે વખત સુખોપભોગ ભોગવી ફરીથી પૃથ્વીમાં ઐશ્વર્યવાન તેમ જ નીતિ, ન્યાય તથા આચારવિચારસંપન્ન એવા મહારાજાએ કિંવા શ્રીમાન શેઠ સાહકારોને ત્યાં અવતરે છે. આ તો જેણે આ યોગને ફક્ત જામ્યો છે તથા આત્મકલ્યાણનો આ જ એક માર્ગ છે એવી જેની દઢ શ્રદ્ધા થયેલી છે, છતાં મનની ચંચળતાને લીધે તેવા પ્રકારનો અભ્યાસ કરવા જે અશક્તિમા છે, તેવાની છહ તથા પરલોકમાં કેવી ગતિ થાય છે, તે સંબંધે કહેવામાં આવ્યું; હવે જેણે અભ્યાસનો પ્રયત્ન શરૂ કર્યો છે, તેની થનારી ગતિ સંબંધે કહું છું.
अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥४२॥ तत्र तं बुद्धिस योगं लभते पौर्वदेहिकम् । यतते च ततो भुयः ससिद्धौ कुरुनन्दन ॥४३॥ આ વેગના અભ્યાસીની થતી ઇહપરલોકમાં ગતિ
જેણે આ વેગના અભ્યાસને માટે પ્રયત્ન શરૂ કરેલો છે તે યોગી અભ્યાસની પૂર્ણતા થવા અગાઉ જે મય પામે તો તેવા યોગીને પરલોકમાં ઉપર કહેલા અતિશય સત્કર્માદિ કરનારા યોગીને સ્વર્ગાદિ જે લોકની પ્રાપ્તિ થાય, તેના કરતાં પણ અતિ ઉચ્ચ પ્રકારના બ્રહ્માદિ લોકની પ્રાપ્તિ સહેજમાં થાય છે તથા ત્યાં અનેક સુખોપભોગ ભોગવી તે આ પૃથ્વી ઉપર કોઈ સારા કુળવાન, પવિત્ર, બુદ્ધિશાળી અને હંમેશાં આત્મામાં જ પરાયણ રહેનારા બ્રહ્મનિષ્ઠ એવા યોગીને ઘેર જન્મ ધારણ કરે છે તેમ જ આવા પવિત્ર યોગીના કુળમાં જન્મ થવાથી શુદ્ધ વાતાવરણને લીધે ત્યાં તેના પૂર્વજન્મના સંસ્કારે પુનઃ જાગ્રત થાય છે. અને ત્યાં તે બાકી રહેલી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાને માટે ફરીથી જોરદાર પ્રયત્ન શરૂ કરે છે. જયારે પ્રથમ જે શ્રીમંત કુળમાં જન્મેલા ગી સંબંધે કહેવામાં આવેલું છે તેને પણ ત્યાં અનેક સુખોપભોગ ભોગવતાં ભોગવત પૂર્વસંસ્કારની પ્રબળતા વડે વૈરાગ્ય ઉપજાવે એ કેઈક પ્રસંગે ઉપસ્થિત થાય છે કિંવા શ્રીરામચંદ્ર અથવા બદ્ધ ઇત્યાદિની માફક અનાયાસે જ સુવિચાર ઉત્પન્ન થાય છે, ત્યારે આ તમામ વિષય ઉપર દઢ વૈરાગ્ય ઉપજે છે; આથી તે ક્રમેક્રમે અભ્યાસમાર્ગની શુભેચ્છાદિ સાત ભૂમિકાઓમાં ચડે છે અને અંતે તેમાં પૂર્ણતા Sળવી શકે છે. આ રીતે એક જમમાં યા અનેક જન્મોમાં પણ અને એય પ્રાપ્ત કરી શકે છે, એમ નિશ્ચિત સમજ. હવે આવા જ વ્યવહારમાં દુર્લભ શા માટે છે તે કહું છું, તે સાંભળ.
વ્યવહારમાં દુર્લભ જન્મ જગતમાં જડના પ્રમાણમાં એક તે ચેતન અંશ ઘણે જ થોડે છે; ચેતનમાં પણ વૃક્ષાદિ જેવા સ્થાવરને તથા તે કરતાં જગમને અંશ પ્રમાણમાં ઘણું જ હોય છે, તે જતાં બાકી રોષ રહેનારમાં પશું, ,