________________
૩૯૨ ]
लप्स्यामहे वित्तमद्राक्ष्म चेखा ।
[સિદ્ધાન્તકાષ્ડ ભ૦ થી અ૦ ૬/૪૩
તા કેવળ સ્વરૂપના અપરોક્ષજ્ઞાનથી જ થઈ શકે તેમ છે; જેથી સ્થૂળ શરીર મૃત થયા બાદ પશુ પરલેાકમાં સૂક્ષ્મ દેહ તે। જીવાત્માની સાથે તે સાથે જ હેઈ તે જ કફળ ભાગવે છે. આમ સૂક્ષ્મ વિચાર કરતાં એક જ શરીર વડે ક`ળ ભેગવાય છે, નહિ કે જુદાં જુદાં શરીર વડે. જેમ એક જ જીવાત્મા સ્થૂળ શરીર જીવતું હોવા છતાં તેનું વિસ્મરણુ થઈ સૂક્ષ્મ શરીર દ્વારા સ્વપ્રસૃષ્ટિમાં ખીજા શરીરથી મુક્ત થઈ અનેકવિધ અનુભવ લે છે અને સ્વપ્રમાં કમળને પણ ભોગવે છે, તેમ આ એક જ સૂક્ષ્મ જીવાત્મા વાસનાવશાત્ સ્થૂળ સૂક્ષ્મ શરીરા દ્વારા ઋતુ અને પરલેાકમાં તે તે શરીરા દ્વારા મનની અંદર સંસ્કારરૂપે રહેલા ક`તે ભોગવે છે, આથી સ્વપ્રાવસ્થાની પેઠે સુક્ષ્મ દેહયુક્ત જીવ કતા કર્યાં છે તથા એ સૂક્ષ્મ દેહયુક્ત જીવ જ તે તે કફ્ળના ભોક્તા છે. સ્થૂળ દેહની સાથે કર્માંના કાંઈ સંબંધ નથી; માટે તમેાએ શંકા કર્યાં પ્રમાણે દોષનેા પ્રસંગ જ આવતા નથી; વળી જીવાત્મા જાગ્રત સ્વમાદિ અવસ્થામાં આ મારા પુત્રો છે, હું અમુક જાતિને હું ઇત્યાદિ કહી તે તે અવસ્થામાં તેઓને મન વડે જ પેાતાનાં કલ્પી બને અવસ્થાઓમાં થયેલા કર્માંતે પણ મનથી જ ગ્રહણ કરે છે. આ રીતે બંધન નહિ હોવા છતાં કેવળ અહંકારથી ગ્રહણ કરાયેલાં એ મિથ્યા કર્મીને લીધે જ તેને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે.
પુનર્જન્મનું કારણ
વિચાર કરતાં જણાશે કે, જ્ઞાનેંદ્રિયા અને કમેાિ પાતપેાતાના વિષયામાં એકી સાથે જ કાંઈ પ્રવૃત્ત થઈ શકતી નથી, પરંતુ પ્રથમ જ્ઞાનેંદ્રિયા તથા પછી ક્રમે દ્રિયા એ ક્રમે પ્રવૃત્ત થાય છે. તે ઉપરથી નિશ્ચિત અનુમાન થઈ શકે છે કે, આ સવ ઇંદ્રિયાનુ નિયમન કરનારા ચિત્ત નામે કાઈ એક જુદા જ છે, તેને જ મન પણ કહે છે. આ ચિત્ત કિવા મનની તમામ વૃત્તિએ પણ એકી સાથે પાતપેાતાનું કાય કરવાને પ્રવૃત્ત થઈ શકતી નથી, તેથી એવા નિશ્ચય પર આવવું પડે છે કે, આ ચિત્તવૃત્તિઓનું પણ નિયમન કરનારા તે પૂર્વે કાઈ હોવા જોઈએ, એ જ પૂર્વજન્મના દેહનું ક છે; વળી જીવે વર્તમાન શરીરે જે વસ્તુ કદી અનુભવી, જોઈ કે સાંભળી પણ ન હેાય તે સ્વપ્રમાં કે મનેારાજ્યમાં સ્ફુરી આવે છે, તે પરથી નિશ્રિત સિદ્ધ થાય છે કે, વાસનાત્મક લિંગદેહધારી જીવાત્માને એ અનુભવ પૂર્વે કાઈ સમયે અવશ્ય થયેલા હોવા જ જોઈએ; કારણુ જેનેા કદી પણ અનુભવ થયા ન હોય તે કદી મનમાં આવી શકે જ નહિ; આથી પૂર્વ જન્મની સિદ્ધતા
થઈ શકે છે.
રાજન! આમ મનુષ્યાનું મન જ તેનાં પૂર્વ તથા ભવિષ્યજન્મનાં સ્વરૂપાને તથા ભવિષ્યવાણીને કહી શકે છે. વમાન જન્મમાં પણ સ્વપ્ન યા સંકલ્પાદિ અવસ્થાએમાં પૂર્વજન્મમાં પણ શક્ય નહિ હાય એવું કાઈ કાઈ વખતે સૂરી આવેલું જોવામાં આવે છે, તેનું કારણ પણ કાળ, દેશ અને ક્રિયા છે. તમામ ઇંદ્રિયાના સર્વ વિષયે। અનુક્રમે યા સમૂહરૂપે મનની અંદર ભોગ્યપણે આવે છે અને ભોગવાઈ તે વળી પાછા ચાલ્યા જાય છે; કારણુ કે, તમામ મનુષ્યા મનવાળા તેા છે જ. જીવને વિષે હું અને મારું” એવા ભાવ જ્યાંસુધી હાય છે ત્યાંસુધી બુદ્ધિ, મન, દશ ઇંદ્રિયે! અને તેના વિષયા તથા ગુણુ કાય' આદિ લિ'ગદેહાત્મક સંબંધ તા જેમના તેમ જ રહે છે, તે કદી પણ નષ્ટ થતા નથી.
હે અર્જુન ! આ કમ' અને અવિદ્યાના ખ'ધનને દૂર કરવા માટે સૂક્ષ્મ દેહને નાશ કરાવનારા ઉપર કહેલા જન્મા આ લાકમાં અતિ દુર્લભ હોય છે, તે તું સારી રીતે જાણુ. હવે તને અભ્યાસયેાગની મુખ્ય ભૂમિકાઓ કેટલી છે, તે સંબંધે કહેવાનુ રહ્યું.
આ આત્મસિદ્ધિના યાગમાગમાં અભ્યાસની અનેક ભૂમિકાઓ છે, તે પૈકી મુખ્ય સાત છે; (૧) શુભેચ્છા, (૨) વિચારણા, (૩) તનુમાનસા, (૪) સત્ત્વાપત્તિ, (૫) સંસક્તિ, (૬) પદાર્થોભાવિની અને (૭) તુ ગા. એતે જ્ઞાનભૂમિકા પણ કહેવામાં આવે છે. આ ભૂમિકાઓમાં પ્રવેશ શી રીતે થાય તથા તેનાં લક્ષણે ક્રમાં, તે સંબંધે થાડા વિચાર કરીશું.