________________
૩૨૨ ]
ફૌઝાતિનો મોતે સ્વરોજે મ ૮. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી. અ૦ ૬/૧ “કમ પણ હું છું', “કાળ પણ હું છું ”, “નિરાકાર પણ હું છું”, “સાકાર પણ હું છું” અને સાકારરૂપને આધીન રહેનારું જગત પણ હું છું. તમે આત્મસ્વરૂપ એવા મારામાં જ મન રાખો, મારું જ ભજન કરો, મારું પૂજન કરો અને મને જ પ્રણામ કરો. સાકાર અને નિરાકાર એ બંને આત્મસ્વરૂ૫ એવા મારાં જ કલ્પલાં સ્વરૂપો છે. અધિકાર પ્રમાણે મારા સાકાર એટલે હું સર્વરૂપે છું એવા પ્રકારે “સર્વાત્મભાવરૂપી” સ્વરૂપમાં અથવા નિરાકાર એટલે આ હું નથી, આ હું નથી એવા પ્રકારના “નિ:શેષભાવરૂપી” સ્વરૂપમાં ચિત્તને સ્થિર રાખીને મારામાં જ તત્પર થઈ રહેશે તે હું કે જે તમારો પણ આત્મા છું તેને પામશે. ( નિઃ પૂસ૮૫૩, ૯૦ ૨૦ થી ૩૪ ).
ખરે સંન્યાસી તે જ છે ભગવાન કહે છેઃ હે પાર્થ ! એટલા માટે જ હું તને કહી રહ્યો છું કે, અનાશ્રિત એટલે જેને કિંચિત્માત્ર પણ કદી કોઈને આશ્રયની જરૂર પડતી નથી, જે પોતે સ્વતઃસિદ્ધ હોઈ તમામ દસ્પજાળના આશ્રય૩ ૫ હોવાં છતાં પોતે તો તદન અનાશ્ચિત જ છે. એ રીતે આશ્રય કિંવા સંગથી તદ્દન અલિપ્ત એવા આત્મામાં બીજા કોઈ ભાવને કિંચિત્ પણ સ્પર્શ નથી. એ પ્રકારના અપરોક્ષાનુભવ વડે સિદ્ધ થયેલા દઃ નિશ્ચયથી વ્યાવહારિક અને શાસ્ત્રીય કર્મો કરનારો જ ખરો સંન્યાસી તથા યોગી છે, નહિ કે કેવળ વ્યાવહારિક અને શાસ્ત્રીય કર્મોના બાહ્ય ત્યાગ કરનારો.
ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિનાં સ્વરૂપ આ સંબંધમાં શ્રીમદ્ભાગવતમાં પણુ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહેલું છેઃ જે થકી આમસ્વરૂ૫ : એવા મારી ભકિત થાય તે જ ધર્મ: સર્વત્ર એક આત્મસ્વરૂપ જ વ્યાપેલું છે એમ જેવું તે જ જ્ઞાન; વિપોથી તદ્દન અસંગ રહેવું એ જ વૈરાગ્ય; અને અણિમાદિ સિદ્ધિઓ એ જ ઐશ્વર્ય; છે, એમ શાસ્ત્રમાં
ઉદ્ધવના પ્રશ્નો ભગવાનનું આ કથન સાંભળીને ઉદ્ધવજી પૂછે છેઃ ભગવન! ધર્માદિ સંબંધમાં લોકોમાં પ્રસિદ્ધ એવાં જે શાસ્ત્રમાણે છે તેઓ થકી તમોએ આ જુદાં જ લક્ષણે કહ્યાં છે, તેથી રખેને યમનિયમાદિકની સંખ્યા કિવા સ્વરૂપમાં પણ કાંઈ ફેરફાર હશે ? એવી શંકા થવાથી પૂછું છું કે, (૧) યમ કેટલા પ્રકારનો છે? (૨) નિયમ કેટલા પ્રકાર છે? (૩) શમ શું? (૪) દમ શું? (૫) તિતિક્ષા શું? (૬) ધૃતિ શું? (૭) દાન શું? (૮) તપ શું? (૯) શૌચ એટલે શું? (૧૦) સત્ય એટલે શું? (૧૧) ઋત એટલે શું? (૧૨) સર્વોત્તમ ધન શું? (૧૩) યજ્ઞ શું? (૧૪) દક્ષિણ શું? (૧૫) પુરુષનું બળ શું? (૧૬) ભાગ (ભાગ્ય) શું? (૧૭) લાભ શું? (૧૮) વિદ્યા શું? (૧૯) લજજા શું ? (૨૦) ઉત્તમ ભૂષણ શું? (૨૧) સુખ શું? (૨૨) દુ:ખ શું? (૩) પંડિત કોણ? (૨૪) મૂર્ખ કોણ? (૨૫) માર્ગ કયો? (૨૬) કુમાર્ગ કયો? (ર૭). સ્વર્ગ શું? (૨૮) નરક શું? (ર૯) બંધુ કોણ? (૩૦) ઘર કયું? (૩૧) ધનવાન કેણુ? (૨) દરિદ્રી કોણ? (૩૩) કંગાલ કેશુ? અને (૩૪) સ્વતંત્ર કોણ? હે પુરુષોમાં શ્રેષ્ઠ ! આ પ્રશ્નોના ઉત્તર જાણવાની મારી ઇચ્છા છે અને તેથી ઊલટા એટલે અશમ અને અદમાદિકનાં પણ સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા છે તો તે કહે.
- યમનિયમાદિના પ્રકારે ઉદ્ધવનાઉપર પ્રમાણેના પ્રશ્નો સાંભળીને ભગવાન કહે છે પ્રથમ યમના પ્રકારે કહું છું તે સાંભળ. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે મન વડે પણ પરાયા ધનનું ગ્રહણ નહિ કરવું તે, અસંગ, લજજા, અસંચય, ધર્મપ્રતિ વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, રિસ્થરતા, ક્ષમા અને અભય, આ બાર યમ કહેલા છે. હવે નિયમ કહું છું: આંતર શૌચ એટલે હું તન્ય કિવા આત્મા છું એવા પ્રકારનો નિત્યપ્રતિ અંતરંગમાં વિચાર કરવો તે આંતર શૌચ કહેવાય છે; અને બાળ શૌચ એટલે મારી ફિવા ગાયનું છાણ, ગોમૂત્ર વગેરેથી શરીરને સાફ કરી સ્નાનાદિ