________________
૩૪૦ ]
ન ઈદ વિરમગુરૂ ધર્મ છે
[ સિદ્ધાન્તકાપડ ભ૦ ગીર અ૦ ૬/૧૪
શરીરને સ્થિર રાખી પ્રાણાયામને અભ્યાસ કરવો. આ રીતે અભ્યાસ કરતાં કરતાં પ્રયત્ન વગર જ જયારે અનંત અને અનિચનીય અવા આત્મપદમાં સ્થિરતા થાય ત્યારે જ આસનસિદ્ધિ થઈ છે એમ જાણવું,
જ્યારે દ્વૈતભાવનાઓ ત્રાસ આપતી નથી અને મન તદ્દન શાંત થઈ વૃત્તિ આત્માકાર બને છે, ત્યારે આસન સિદ્ધ થયું છે, એમ સમજવું.
રેચક અને પુરકની સમજ આસન સિદ્ધ થયા પછી શ્વાસોચ્છાસની ગત વિચ્છેદ કરવામાં આવે છે તેને પ્રાણાયામ કહે છે. તેમાં (૧) રેચક (૨) પૂરક અને (૩) કુંભક, એવા ત્રણ પ્રકારે છે. કુંભકમાં અનુલેમ (લેમ) અને વિલેમ એવા મુખ્ય બે ભેદો પડે છે તેમાં વિલેમ કુંભક થતી વખતે પ્રાણવાયુની પૂરક, રેચકની ગતિએ અનુલેમમાગી હોય છે, તથા અનુલોમ કુંભક થતી વખતે, પ્રાણવાયુની પૂરક અને રેચકની ગતિઓ નીચે પ્રમાણે વિલોમમાગી હોય છે. રેચકઃ અંદરના શ્વાસને નાસિકા દ્વારા બહાર છેડવાની છે વાયુની સ્થિતિ તેને બાહ્યવૃત્તિ અથવા રેચક કહે છે. પરક: બહારના શ્વાસને નાસિકધારા અંદર ખેંચવામાં આવે તેવા પ્રકારની જે વાયુની ગતિ તેને આંતરવૃત્તિ યા પૂરક કહે છે. કુંભકઃ જેમાં બહારના વાયુને અંદર ખેંચ્યા પછી પુનઃ બહાર કાઢવામાં આવે તે પહેલાં તેને અંદર જ રોકી રાખવામાં આવે છે, એવી જે વાયુની ગતિ તેને તંભવૃત્તિ અથવા અનુલોમ કુંભક કર્યું છે, અને જયારે વિલોમ કુંભક થાય છે તે વખતે ઉસ એ પૂરક તથા નિઃશ્વાસ એ રેચક કહેવાય છે. પ્રાણવાયુની આ ગતિ તે અનુલોમ છે. સારાંશ,
વાયુની ગતિ જ્યારે અનુલેમ હોય છે ત્યારે કુંભક વિલેમ થાય છે તેમ જ પ્રાણવાયુની વિલેમગતિ હાય છે ત્યારે કુંભક અનુલોમ થાય છે. જેમ ઘડો પૂર્ણ ભરાઈ જવાથી તેમાંનું જળ નિશ્ચળ રહે છે અને બિલકુલ છલકાતું નથી, તેવી જ રીતે શરીર વાયુથી પૂર્ણ થવાને લીધે તેમને વાયુ પણ તદ્દન નિશ્વળ થઈ જાય છે; તેની આવી સ્થિતિ એ જ સ્તંભત્તિ અથવા કુંભક કહેવાય છે, તાત્પર્ય એ કે, અનુલોમ પ્રાણાયામમાં પૂરક એટલે પૂરી દેવું. પ્રાણ વા ઉપાસ; કુંભક એટલે ઉઘાસ લીધા પછી તેને પકડી રાખે છે અને રેચક એટલે ખાલી કરી નાંખવું, અપાન વા નિશ્વાસ એવો પ્રકાર હાઈ વિલેમમાં તેથી ઊલટ પ્રકાર છે.
લોભ અને વિલેમ કુંભકની સમજ લેમ વિલોમ પ્રાણાયામ ભેદથી કુંભક પણ (૧) લોમ કિંવા અનુલોમ અને (૨) વિલોમ એમ બે પ્રકારના થાય છે, જે ઉપર જણાવેલું જ છે. તે બેમાં પ્રાણવાયુને પૂરક અને રેચક એ પ્રકારે ઊલટા સુલટી થાય છે. અનુલોમ પ્રાણાયામમાં ઉરસ એ પૂરક કહેવાય નિઃશ્વાસ એ રેચક કહેવાય છે તથા વિલોમમાં નિઃશ્વાસ એ પૂરક તથા ઉછાસ એ રેચક ગણાય છે. આ રીતે પ્રાણવાયુના અનુલોમ પ્રકા કરતાં અનુલોમ અને વિલોમ કુંભકની સ્થિતિ નીચે પ્રમાણેની છે (૧) નાકદ્વારા બહારના શ્વાસને અંદર લીધા પછી રેચક ગતિએ થનારો પૂરક તથા અંદરના ઉસને બહાર છોડતાં થનારો પૂરક આ બે વચ્ચે અંદરના ભાગમાં એટલે હૃદયની અંદર વચલી સંધિમાં શ્વાસની જે સ્થિર સ્થિતિ હોય છે તે અનુલોમ પ્રકારને કુંભક ગણાય છે, અને આંતર કુંભક પણ કહે છે; તથા (૨) પૂરક એટલે અંદરનો ઉ સ બહાર છોડ્યા પછી અને ફરીથી બહારનો નિ:શ્વાસ અંદર લેવામાં આવે તે પહેલાં, આ બે ક્રિયાની વચ્ચે નાસિકાની બહારની સંધિમાં વાયુની જે નિશ્ચલ યા સ્થિર સ્થિત હોય છે તે વિલોમ કુંભક કહેવાય છે. આને બાહ્ય કુંભક પણ કહે છે. અનુલેમ એટલે સૂલટો તથા વિલોમ એટલે ઊલટે. દષ્ટાંત માટે જેમ દિવસ અને રાત્રિ એ બંનેની વચ્ચે પ્રાત:કાળ (સવાર) અને સાયંકાળ (સાંજ) એ બે સંધિના સમયે હોય છે તેમાં દિવસ અને રાત્રિ વચ્ચેનો જે સંધિકાલ સાંજ, તે વિલોમ તથા રાત્રિ અને તે બે વચ્ચે જે સંધિકાલ સવાર, તે અનુલેમ સમજે.
શ્વાસોચ્છાસ પ્રાણવાયુ ગરમ હેઈ હદયમાંથી ઉપર ચડે છે; તેને ઉછાસ કહે છે; પ્રાણવાયુની આ પ્રકારની ગતિ તે અનુલેમ સમજવી. તથા અપાનવાય શીતળ હાઈ બહારનાં વાયુને અંદર દાખલ કરે છે તેને વિશ્વાસ