________________
રાત્રી નિશિત– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ૦ ૬૧૪ પાવાયેલી એવી એ નાડી અંદર મનોવૃત્તિ વડે અને બહાર પ્રાણાદિક વડે ચંચળ રહે છે. એ નાડીના કેળના ગભ જેવા અંદરના કોમળ ભાગમાં વીણાના વેગ જેવી અસ્કુટ ગતિવાળી જે પરમ ચૈતન્યશક્તિ ફરે છે. તે કડાં જેવા ગેળ આકારવાળી ચેતન્યશક્તિ જ કુંડલિની એવા નામથી ઓળખાય છે (જુઓ પાન ૩૪૩-૭૪૪). સર્વ પ્રાણીમાત્રની એ પરમ શક્તિ છે અને પ્રાણ તથા ઇન્દ્રિયો સહિત સર્વ શક્તિઓને સત્તા, પ્રેરણા, પ્રવૃત્તિ વગેરેથી એ જ વેગ આપે છે. છંછેડાયેલી સાપણ જેમ ફેણુ ઊંચી રાખે છે તેમ આ કુંડલિની શક્તિ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ રહેવાથી ઊંચી ડોક રાખીને રહે છે. જયારે પ્રાણવાયુ હદયમાં કંડલિનીના સ્થાનમાં પહોંચે છે, ત્યારે તન્માત્રાઓનું બનેલું જે આ પંચીકૃતભૂત શરીર ભાસે છે તેમાં પ્રતિબિંબ રૂપે રહેલું છવચેતન્ય સ્મૃતિ, સંકલ્પ, નિશ્ચય, અભિમાન, રાગ આદિ અનેક વૃત્તિઓ રૂપે ઉદયને પામે છે. જેમ ભમરી કમળના વનમાં ભટક્યા કરે છે, તેમ આ કુંડલિની રૂપાદિ વિષેનો મધુર પર્શ થવાથી દેડમાં સ્ફર્યા કરે છે અને એ રીતે તેને વિષયોની પ્રાપ્તિ તેમ જ તેનું ફળ પણ મળ્યા જ કરે છે. એ કુંડલિની એવી તે વેગથી રે છે કે પ્રથમ તે તેને ચક્ષુ આદિ સૂક્ષ્મ ઇકિયે સાથે રૂપાદિક વિષયોનો સંબંધ થાય છે અને પછી દેહયંત્રને ચલાવનાર પ્રમાતા અર્થાત્ જીવ હદયમાંથી વૃત્તિદ્વારા બહાર નીકળીને વિષય સાથે એકરૂપ બની જાય છે. જેથી આત્મરૂપતાનો ભંગ થઈ ને ઘટાદ જ્ઞાન પ્રગટ થાય છે. હદયકાશ સાથે સંબંધ રાખનાર સર્વે નાડીઓ એ કુંડલિની સાથે જ બંધાયેલી છે અને જેમ નદીઓ છેવટે સમુદ્રમાં મળી જાય તેમ શરીરમાંની તમામ નાડીઓ છેવટે કુંડલિનીમાં જ મળી જાય છે. પ્રાણરૂપે નિરંતર ઊંચે તથા અપાનરૂપે નિરંતર નીચે જવાથી સર્વાના સાધારણ કારણરૂપ એ કુંડલિની પ્રાણશક્તિ, ઇદ્રિય શક્તિ, બુદ્ધિશક્તિ, પંદશક્તિ, જ્ઞાનશકિત ઇત્યાદિ સર્વ પ્રકારનાં જ્ઞાનનાં બીજરૂપ છે ( નિઃ પૂ૦ સ૦ ૮૦ ૦ ૩૦ થી ૪૮ ).
આ કુંડલિની જ બધાં શરીરમાં સર્વત્ર વ્યાપેલી છે હોણને અભ્યાસ ગુસ્સનિય વિના કરવો નહિ જોઈ એ. જે યોગના પૂર્ણ માહિતગાર ગુરુની પાસે કંડલિનીના ઉત્થાન સુધી તે યોગાભ્યાસ કરવામાં આવે તે તે વડે શરીરમાંના સર્વ વ્યાધિઓનો નાશ થઈ શકે છે તથા આકાશગમનાદિ અનેક સિદ્ધિઓની પણ પ્રાપ્ત સહેજમાં થાય છે; પરંતુ જો તેમાં વિકૃતિ થવા પામે તો મરણ સુધીની આપત્તિનો ભય પણ રહેલો છે. આ સંબંધે નીચેના વિવેચનથી વધુ સ્પષ્ટ થશે.
આ સ્થળ દેહની અંદર મુલાધારમાં રહેલી કુંડલિની વિષે લિંગશરીરને ઉપાદાનરૂપ સૂક્ષ્મભૂત પ્રથમ પ્રાણવાયુરૂપે નિરંતર સ્કુર્યા કરે છે. અંદર પ્રાણરૂપે રહેલી કુંડલિની શકિત જ સ્પ, સંવિત ક એવા નામે વશે અનેક રીતે કહેવાય છે, કલનાને લીધે તે કલા કહેવાય છે, ચેતનપણાને લીવે તે ચિત કહેવાય છે, જીવનપાને લીધે તે જીવ કહેવાય છે, મનન કરવાથી તે મનરૂપે કહી શકાય છે, સકલપ કરવાથી તે સંકલ્પરૂપે, નિશ્ચય કરવાથી તે બુદ્ધિના નામથી અને અહંભાવનાને લીધે અહંકારના નામથી ઓળખાય છે; તે પૂર્યષ્ટક એવા નામથી પણ ઓળખાય છે. એ સર્વોત્તમ કુંડલિની નામની શક્તિ હંમેશ દેહમાં અને બહાર સર્વત્ર રહે છે. એ કુંડલિની નિરંતર અપાન વાયુરૂપે નીચે રહે છે, સમાન વાયુરૂપે નાભિમાં અને ઉદાત વાયુપે ઉપરના કંટાદિ પ્રદેશમાં રહે છે. નીચે અપાન અને ઉપર ઉદાન વાયુપે રહેવાથી વચમાં તે બંનેનું પિતાને ખેંચાણ થયા છતાં પણ પોતે નિરંતર નિશ્ચળ, બળવાન અને સ્વસ્થ જ રહે છે.
વિપરીત કરણથી થતું મરણ તથા રોગની ઉત્પત્તિ છવ સંવિત એવી આ કુંડલિની સમાનવાયુ વડે યત્નથી ધારણ ન કરી શકાય અને જે પ્રયત્નથી અપાનવાયુ વછે તેને નીચેની તરફ ખેંચવામાં આવે, તે તે નીચે ઉતરી અધોમાર્ગદ્વાર બળાત્કારથી બહાર નીકળી જતાં મનુષ્ય મરણને શરણ થાય છે; તેમ જ જે પૂરા પ્રયત્નથી ઉદાનવાયુ વડે યુક્તિથી ધારણ નહિ થઈ શકતાં ખેંચાઈ ઉપર ચડી જાય છે, તે પણ તે બળાત્કારથી બહાર નીકળી જતાં મનુષ્ય વશ થાય છે. ઉર્વ અથવા અધ ભાગ તરફ જવું આવવું ત્યજી દઈને સર્વથા એ કુંડલિની શક્તિ દેહને વિષે માનવત્તિ વો રહે તો જ પવનનું અંદરખાને રોકાણ થવાથી, પ્રાણાયામ વડે મનુષ્યનો જે કાંઈ રોગ