________________
૩૭૮ ]
નામિબત્તમઃ ઉરિવારથa –
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૨૬
સર્વાત્મભાવને અભ્યાસ ચંચળ અને અસ્થિર મન જે જે વૃત્તિઓ વડે બહાર એટલે બાહ્ય વિષયો તરફ નીકળી જાય, તે તે વિષયોમાંથી તેને પાછું ખેંચી લઈ કેવળ એક આત્મામાં જ વશ કરી દે, એટલે અંત:કરણ માંથી જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય કે તુરત જ આત્મસ્વરૂપ છે એવા પ્રકારની ભાવના વડે તેને તત્કાળ દાબી દેવી; મનમાં આત્મવ્યતિરિત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું; આ રીતે મનને હંમેશાં કેવળ એક આત્મામાં જ પરવી રાખવું તેનું નામ જ સર્વાત્મભાવ યા સોડમને અભ્યાસ છે, એમ જા. ઉદ્દેશ એ કે “હું” આમરૂ૫ છું તથા આ સર્વ જે જે કાંઈ દેખાય છે તે બધું પણ આભરવરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારનું મનમાં નિત્ય ચિંતન કરવું, મનને આત્માને ઢાડી બીજા કઈ તરફ રફરવા જ નહિ દેવું અને હંમેશા આત્મામાં જ વશ કરીને રાખવું. આ અભ્યાસની બે યુક્તિઓ વડે જ ઇંદ્રિયોને વશ કરી શકાય છે. આ સિવાય બીજા કોઈ ઉપાયો થી ચિત્ત શાંત થતું નથી. ઇંદ્રિયોને જીતવાના અભ્યાસ સંબંધે મહર્ષિવર્ય શ્રીવસિજીનું કથન સાંભળ
ઇકિયે કેવી રીતે છતાય? પ્રશ્ન : ઇદ્રિય જીત્યા વિના અજ્ઞાનપણું શાંત થતું નથી, માટે ઇન્દ્રિયો શી રીતે છતાય તે કહે.
ઉત્તર : જેમ સળગાવેલો દી ટૂંકી નજરવાળા પુરૂને દૂરની સૂરમ વસ્તુ જે વામાં ઉપયોગી થતો નથી. તેમ અનેક ભાગને પ્રતિપાદન કરવામાં અને જીપનો ઉપાય છે ધનાદિ મેળવવામાં જ આસક્ત બની રહેલા પુરુષને બ્રહ્મજ્ઞાનમાં શાસ્ત્ર આ દ સાધનો ઉપયોગી નીવડતાં નથી; વળી તે વડે ઇંદ્રિયો ઉપર જય પણ મેળવી શક્તો નથી; માટે ઇ િજીતવાને માટે હું એક નિબંધ યુક્તિ કહું છું, તે સાંભળો, આ યુક્તિ વડે થડી પણ સાધનસંપત્તિ પિતાના પુરુવપ્ર પત્નના બળ વડે સુખથી મોક્ષરૂપ સિદ્ધિને સાધી આપે છે. પુરુષ એટલે આત્મા એ ચિત માત્ર છે, એમ તો પ્રથમ દૃઢ નિશ્ચયથી સમજે. તે પોતે જ જ્યારે ચિત્તને આધીન થઈ જાય છે ત્યારે તે જીવ નામે કહેવાય છે. તે જીવ ચિત્તવૃત્તિઓ દ્વારા જે તરફ ખેંચાય છે તેમાં તે ક્ષણવારમાં જ આસક્ત બની જાય છે. એટલે ક્ષણવારમાં તે તેવા રૂપે પ્રતીતિમાં આવે છે. દરેક મનુષ્ય પોતાના ચિત્તનો પ્રત્યાહાર કરવો જોઈએ એટલે તેને વિષયમાંથી ખેંચીને આત્મામાં જ લગાવું જોઈએ. આ પ્રત્યાહારરૂપ પ્રયત્ન કરવો એ ચિત્તને બહિર્મુખ થવા નહિ દેતાં અંતર્મુખ રાખવા માટે જરૂર છે. એ રીતના પ્રયત્નરૂપી તી અંકશના પ્રહાર વડે મદોન્મત્ત એવા મનરૂપી હાથીને જીતી શકાય છે. બાકી બીજા કોઈપણ પ્રકારે તેનો જય કદાપિ થતું નથી. આ બધી ઇંદ્રિય સેનારૂપ હાઈ ચિત્ત એ જ તેનો મુખ્ય નાયક છે એમ નાણીને જે ચિત્તને આત્મરૂ૫ બનાવી જીતવામાં આવે તે તમામ ઇંદ્રિય અનાયાસે જ છતાઈ જાય છે. જેમ પગરખાં પહેરેલા પુરુષને કંટકાદિની બાધા થતી નથી પણ તેને તે આખી પૃથ્વી ચામડાથી મઢેલી હોય તેવી ભાસે છે, તેમ પોતાના જીવને આત્માની સાથે હદયમાં એક કરી દઈ સ્થિર થઈ રહેનારા તત્ત્વઝ પષન મન પોતાની મેળે જ શરદ ઋતુના ઝાકળની પેઠે શમી જાય છે.
ઇન્દ્રિય જીતવા ઉપાય ચેતન્યને આ રીતના એકધારા અભ્યાસગ દ્વારા બ્રહ્મમાં જ રેકી રાખવાથી જેવું ચિત્ત શાંતિને પ્રાપ્ત થાય છે, તેવું તપ, તીર્થ, અધ્યયન વિદ્યા અથવા યજ્ઞ આદિ ક્રિયાઓના સમૂહ વડે પણ તે શાંતિને પામતું નથી. જે જે કંઈ વિષય સ્મરણપથમાં આવે કે તુરત બળાત્કારથી તેને આ આત્મરૂપ છે એ મુજબ અધિકાન એવા આત્મચેતન્યમાં જ તેનો વિલય કરી દે. આમ પતાસહ આત્મનિશ્ચય વડે તરત જ તેનું વિસ્મરણ કરી દેવું અને આ રીતે ચિત્તના સંસ્કારોને જડમૂળથી ઉખેડી નાખી, ફક્ત આટલા એક ઉપાય વડે જ ભેગના હેતુરૂપ વિષ ઉપર જય મેળવી શકાય છે. આ પ્રમાણે પોતાના પુરુષાર્થ વડે જે ચિત્તને વિષયરૂ૫ પ્રલોભન(આમિષ)માંથી નિરંતર એક આત્મામાં જ રોકી રાખવામાં આવે તે તત્ત્વવેત્તાઓના અનુભવથી સિદ્ધ એવું સ્વરાજ્ય પદ મળે છે. સ્વધર્મ એટલે પોતે કાણ? એ રીતના આત્મધર્મના વ્યવહાર