________________
૩૮૬ ]
સર્વે નીતિમ – [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬૩૭
બુદ્ધિગને અધિકારી કોણ? અર્જુનને આ સીધો પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ આનંદથી બોલ્યાઃ હે મહાબાહે ! તારું કહેવું સત્ય છે. મન અતિ ચંચળ હોવાથી તેને નિગ્રહ કરવો એ અત્યંત કઠણ છે, એમાં તો સંદેહ નથી, પરંતુ તે કેને માટે? અભ્યાસી મૂઢોને માટે. તેવાઓને માટે આ યોગનું આચરણ કરવાનું હું કાંઈ કહેતું નથી. તેઓને વાસ્તે તે મેં જપ, તપ, નવધા ભક્તિ, ધ્યાન, ધારણું વગેરે અનેક પ્રકારો અન્યત્ર વર્ણવેલા જ છે તથા તેનું સ્પષ્ટીકરણ વખતોવખત પ્રસંગવશાત તારી પાસે કર્યું છે અને હવે પછી પણ કરવામાં આવશે, પરંતુ આ સર્વ ઉપાયો તો કેવળ ચિત્તશુદ્ધિને માટે જ કરવાના હોય છે. એક જન્મમાં કિંવા હજારે જન્મોમાં જ્યારે આવાં નિષ્કામ કર્મો દ્વારા મનુષ્યની ચિત્તશુદ્ધિ થાય છે, ત્યારે હું જે આ જ્ઞાન તને કહી રહ્યો છું તે ગ્રહણ કરવાની તેમનામાં યોગ્યતા આવે છે અને પછી આખરે તો આ જ માર્ગનું અવલંબન તેઓને કરવું પડે છે. આ રીતે આત્માનું સ્વરૂપ જણાયા પછી તે સાધક મેલપ્રાપ્તિ કરી આપનારો આ માર્ગ જ સત્ય છે, એવા પ્રકારનો નિશ્ચય કરે છે. આથી કેવળ એક આત્મા જ સત્ય હોઈ આત્મા સિવાય બીજું બધું મિથ્યા છે, એ રીતે તમામ દસ્ય જાળ ઉપર તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આમ જયારે જગતાદિ સર્વ દશ્ય જાળ મિથ્યા છે એ તેને વિવેક થાય છે એટલે મન સ્વાભાવિક રીતે જ વિષયોમાંથી નિવૃત્ત થવા પામે છે; કેમ કે મનને સ્વભાવ તો વિષયમાં રમમાણ થવાનો છે અને વિષયો તદ્દન અસાર હાઈ મિથ્યા છે, એવું તે વિચારને અંતે વિવેકદ્રષ્ટિથી સારી રીતે જાણી શકે છે.
મુમુક્ષુની સ્થિતિ આ સર્વ દશ્ય જાળ તે કેવળ માયાના ત્રણ ગુણ તથા શબ્દાદિ વિષયેના વિસ્તારરૂપ હેઈ તે સર્વ મિથ્યા છે, એમ સારી રીતે જાણ્યા પછી તેના ઉપર વિરાગ્ય ઉપજે છે. વિવેકયુક્ત વિચાર વડે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મનતા ખોરાક જે વિષયો છે તેનું જડમૂળમાંથી જ નિકંદન થઈ જાય છે. આમ જ્યારે તમામ વિષયો મિથ્યા છે એવા પ્રકારે વિષયોની નિરસતા સમજાય છે, ત્યારે મુમુક્ષુ તમામ વિષયોની બાબતમાં ઉદાસ થઈ જાય છે. પરંતુ વિષયોના સંસ્કારો મનમાં ઘણા લાંબા સમયથી દઢ થયેલા હોવાથી તેને ત્યાગ થઈ શકતો નથી અને તે અસાર છે એમ સમજવામાં આવેલું હોવાથી તેને સહેજમાં ઉપભોગ લઈ શકાતો નથી. તે પૂર્વના સરકાર તથા અભ્યાસપ્રાબલ્ય વડે વાસનાને વશ થઈ વિષયોનું સેવન કરે છે અને પછી વિવેક જાગ્રત થતાં થઈ ગયેલી ભૂલને લીધે વળી પાછો પોતાને ધિક્કારે છે. સંસ્કારની પ્રબળતાને લીધે જો કે તેનું મન વિષય તરફ ખેંચાય છે, છતાં વિષયોને જોતાં વેંત જ તેમાંના દેષો તેના મનમાં એકદમ ખડા થઈ જાય છે; આથી તેને અંત:કરણમાં દુઃખ થાય છે તથા તે હંમેશાં ઉદાસ રહે છે. ખાવું, પીવું, વસ્ત્ર, અલંકાર, સુંદર સ્ત્રીઓ નાના પ્રકારનાં અનેકવિધ ઐશ્વ કિવા વાહનો વગેરે ઉપભોગનાં કોઈપણ સાધનો તેને સુખદાયી થતાં નથી. જાણે કે પોતાનો પ્રિયમાં પ્રિય વસ્તુ એકાએક ગુમ થઈ ગઈ નહિ હોય! તેવા પ્રકારે તે હંમેશાં ખેદમાં જ રહ્યા કરે છે; કારણ કે પૂર્વવાસનાઓનું જોર પ્રબળ હોવાને લીધે તેને ત્યાગ પણ થઈ શકતો નથી અને બીજી બાજુએ તે તે અસાર છે એવા પ્રકારનો દોષ નજર અગિળ આવીને ખડો થઈ જાય છે તેથી તેને ઉપભોગ પણ લઈ શકતો નથી. આ રીતે તેની સ્થિતિ અર્ધદગ્ધ જેવી થઈ જાય છે. આ પ્રમાણે દસ્યાદિમાં જેને સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોય તે સમક્ષ જ મેં કહેલા આ યોગમાર્ગના અભ્યાસને લાયક હાઈ તે જ ખરો પુરુષાથી છે.
અભ્યાસ અને વૈરાગ્ય વડે મનને નિધિ થઈ શકે છે હે અજુન! જેમનામાં મેક્ષપ્રાપ્તિનું બીજ હોય છે. તેવા મુસક્ષુઓને જ આ આભઅનાત્મ૨૫ વિવેકાત્મક જ્ઞાનનો ઉપયોગ થાય છે. પરંતુ જેએની ચિત્તશુદ્ધિ થયેલી હતી નથી એટલે જેઓ મુમુક્ષુ નથી વા જેઓમાં મેક્ષપ્રાપ્તિનું બીજ હોતું નથી, તેવાઓને આ સંબંધે ગમે તેટલે ઉપદેશ કરવામાં આવે છતાં તેઓ એક રતીપૂર પણ બદલાતા નથી. પૂર્વજન્મના અનેક સત્કૃત્યો વડે નિષ્કામભાવે પરમેશ્વરની આરાધના