________________
૩૮૪]
દિશાનો તેગંદા
[સિદ્ધાન્તાક ભ૦ ગીર અહ ૬૩પ
એમ જાણ. આ સમજવાની બુદ્ધિ જે ન હોય તે પછી પ્રથમ દર્શાવી ગયા નેમ બહુ' એટલે કૃષ્ણ નહિ, પરંતુ આત્મા છું એમ સમજીને મારામાં સર્વને અને સર્વમાં આત્મસ્વરૂપ પિવા મને જે, એટલે તેવું જેનાર તારામાં અને મારામાં પણ અંતે અભિનપણું જ સિદ્ધ થશે.
सर्वभृतस्थित यो मां भजत्येकावमास्थितः । सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१ ॥
જીવતાં જ મુક્ત સર્વ ભૂતમાત્રમાં ઉપર જણાવ્યા પ્રમાણે કેવળ વા એકરૂપે એટલે હું, તું, તે, આ ઇત્યાદિ ભાસતું દસ્ય અનિર્વચનીય એવા એક આત્મસ્વરૂપ છે, આત્મા સિવાય બીજું કાઈ છે જ નહિ, એવા પ્રકારની એકત્વની ભાવનામાં રિથત રહી મામ્ એટલે આત્મરૂપ એવા મને જે ભજે છે, તે યોગી વર્તમાનમાં અર્થાત જીવતાં જ માય એટલે આત્મરૂપ એવા મારામાં જ સર્વથા રહે છે. ઉદ્દેશ એ કે, મારામાં એક્યભાવ કરનારો મારાથી અભિન છે તથા હું તેનાથી અભિન્ન છું એમ જે ઉપર કહેલું છે તેની પુષ્ટિને અર્થે અત્રે ભગવાન કહે છે કે, આ પ્રમાણે જે એકત્વની ભાવનામાં સ્થિર થયેલ યોગી છેતે શરીર છૂટ્યા પછી આત્મસ્વરૂપ એવા મારામાં એક થવારૂપ વિદેડમુક્તિને પામે છે એવું સમજીશ નહિ, પરંતુ છત હેવા છતાં પણ સર્વ રીતે મારી એટલે આત્માની સાથે સંલગ્ન થવારૂપ મેક્ષને એટલે જીવન્મુક્તિને પ્રાપ્ત થયેલે છે, એમ જાણવું. તાત્પર્ય કે, અપરક્ષાનુભવરૂપ વિજ્ઞાન વડે કેવળ એક આત્મામાં સ્થિત થયેલે ગી શરીર વડે વર્તમાન રહી તેવી અવસ્થામાં ગમે તેમ વર્તતો હોવાનું દેખાવા છતાં એટલે વ્યવહારમાં ગમે તે આશ્રમ વા વર્ણમાં રહેવા છતાં પણ તે આત્મરૂપ એવા મારી સાથે ઐકય થવારૂપ જીવન્મુક્તિને પામે છે, એમ જાણ; એટલે કે, તેને મુક્તિને માટે મરણ સુધી રાહ જોવાની જરૂર હતી નથી, પરંતુ આ રીતે એકત્વની ભાવના કરનાર તો તત્કાળ એટલે વર્તમાન સ્થિતિમાં જેવી દશામાં હોય તેવી દશામાં જ જીવન્મુક્ત બને છે અર્થાત તે દિશામાં તેને ફેરફાર કરવાની અથવા અમુક કરવું અને અમુક ન કરવું એવા પ્રકારની કોઈ પણ પ્રકારની ભાંજગડ કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તે ગમે તેવી દશામાં હોય અને ગમે તે કરતે હોય તો પણ આ સર્વે એક આત્મસ્વરૂ૫ છે એવા એક દ% અને તદ્દન અચળ ભાવના કરવાની જ માત્ર આવશ્યક્તા હોય છે. તેવા પ્રકારનો કદી પણ નહિ ભૂલાય તેવી નિશ્ચળ ભાવના એક વખતે અપક્ષ અનુભવથી સિદ્ધ થાય એટલે તે ગી ગમે તે સ્થિતિમાં અને ગમે તેવી અવસ્થામાં સ્થિત હોય તે સ્થિતિમાં સહેજ પણ પરિવર્તન નહિ થતાં ત્યાં ને ત્યાં જ તુરત જીવન્મુક્ત બની જાય છે.
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुःख स योगो परमो म.:: ॥ ३२ ॥
જે ઉપમા આત્માને તે જ પિતાને | હે અર્જુન! સુખ છે વા દુઃખ હે, યા તે ઇતર કોઈ પણ પ્રકારનું દૂધ છે, પરંતુ જે યોગી તરફથી તેને આભૌપમેન એટલે હું આત્મા (વૃક્ષાંક ૧) છે તથા આત્મા એટલે હું છું અને આ સર્વ સુખદુ ખાદિ Kો પણ હું એવા અમરપ અર્થાત મારું (આત્માનું સ્વરૂપ જ છે, એ રીતે જે ઉપમા આત્માની તે જ ઉપમા તે બધાને પણ આપવામાં આવે છે અર્થાત હું આત્મા છે તથા આ સુખદુઃખાદિ ભાવતા, તમામ હદો પણ આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે સર્વત્ર એક આત્માની જ સમભાવના રાખી જે સર્વને સમાન દષ્ટિએ જુએ છે, તે પાણીને જ પરમ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે.