________________
૩૮૨ ] હોમાવા નર્ચા ચાન્સક્રત- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅવે ૬/૩૦
यो मां पश्यति सर्वत्र सर्व च मयि पश्यति। तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३०॥
સર્વને મારામાં અને મને સવમાં જે ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહી રહ્યા છે; હે પાર્થ! હું કહું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળ. હું એટલે મને દેહધારી એવા કૃષ્ણના શરીરરૂપે નહિ દેખતાં “હું” એટલે તે ઉપર બતાવ્યા પ્રમાણે ચરાચરમાં વ્યાપક એવો આભા (વૃક્ષાંક ૧) છે, એમ સમજીને જે સર્વને આત્મરૂપ એવા મારામાં જુએ છે તથા મને એટલે આત્મરૂપ એવા “હુને સર્વમાં જુએ છે, તે મારાથી વેગળો નથી અને હું તેનાથી વેગળો નથી.
હું કેણ? તેને વિચાર ઉદાહરણને માટે સુવર્ણ અને તેના દાગીના લઈશું. જે દાગીનાને આ સુવર્ણ છે એમ જાણતો નથી, પરંતુ દાગીના છે એવું જાણે છે, તે સુવર્ણથી અંતરિત થયેલ છે તથા સુવર્ણ તેનાથી અંતરિત થયેલું છે, એમ સમજે; પરંતુ આ દાગીના નથી પણ સુવર્ણ છે એમ ઐક્યભાવે જાણવામાં આવતાં જ દાગીના એ જ સુવર્ણ અને સુવર્ણ તે જ દાગીના છે, એમ બંને પરસ્પર એકરૂપ જ છે એવું ભાન થઈ તેમાં દેખાતું અતર નીકળી જાય છે. તેમ વ્યવહારમાં જુઓ તો દરેક પોતપોતાને માટે “હું” તથા બીજાને માટે તું. તો, આ ઇત્યાદિ સંજ્ઞાઓ વાપરે છે. હવે જેને તું, તમો, આ, ઇત્યાદિ કહેવામાં આવે છે તે પોતે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે પોતાને માટે “હું” અને બીજાઓને “તું” એમ કહે છે. આમ થોડો વિચાર કરીશું તો જણાશે કે, પોતાને હું કહે છે તેને તું, તમે, એવી સંજ્ઞાઓ આપવાનું શું કારણ? શું એ યોગ્ય કહેવાય? વ્યવહારમાં પણ એવો નિયમ જોવામાં આવે છે કે, જેનું જે નામ હેય તેને તે તે નામ વડે જે બોલાવવામાં આવે તો જ તે સત્ય સમજી તેને ઉત્તર આપવામાં આવે છે અને નામ વડે જે બોલાવવામાં નહિ આવે તે બોલનાર બેટું બોલનારે છે, એમ કહેવાય છે. આમ છે તે પછી જે પિતાને “હુ” કહે છે તેને માટે તું તમે, આ, ઇત્યાદિ સંજ્ઞાઓ વાપરવી એ શું ન્યાયી ગણાશે ખરું કે? આ રીતે સત્યતાની દષ્ટિએ જે વિચાર કરવામાં આવે તો જણાશે કે, આ સર્વે જગત વાસ્તવિક તે “હું૨૫ જ છે. આ “હું” એ પ્રકૃતિ(વૃક્ષાંક ૩) સમજે. આ પ્રમાણે વિચાર કરવાથી પ્રથમ તે તું, તમે, આ, મારું ઇત્યાદિ સર્વ ભાવોનો એક “હું” રૂપમાં જ સમાવેશ થઈ જાય છે. આમ આ સર્વે હું રૂપ છે, હું સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારે તું, આ મારું, તારું ઇત્યાદિ સર્વ ભાવો મિથ્યા કરે છે અને કેવળ એક હું ભાવ જ શેષ રહે છે. એવું દઢ જ્ઞાન થયા પછી પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે, આ “હું” “હું એવું કહેનારો અને તેને જાણનાર કોણ હશે? તથા તેની ઉત્પત્તિનું સ્થાન કયું? આ સંબંધે અંતર્દષ્ટિ વડે થોડો સૂમ વિચાર કરવો પડે છે; તે ઉપરથી જાણી શકાય છે કે, “હું” “હું” એમ કહેનાર અને તેને જાણનારો તે કેઈ જરૂર છે, પરંતુ તેને માટે વાણમાં કઈ પણ શબ્દ નહિ હેવાથી તે વાણીથી પર હેઈ કેવળ લક્ષ્યાર્થ વડે જ જાણી શકાય તેવો છે. જેમ મનુષ્ય અને તેની છાયા પરસ્પર સંલમ હોય છે. તે બંને પરસ્પર એક બીજાને છેડીને કદી રહી શકતા નથી, તેમ આ “ હું ” રૂ૫ છાયા (વૃક્ષાંક ૩) તથા તેને જાણનારો તેને સાક્ષી (વૃક્ષાંક ૨) પરસ્પર સંલગ્ન છે. આ બંને પરસ્પર સાપેક્ષભાવે છે. એક હોય તે જ બીજાનું હેવું તથા એક ન હોય તો બંને હોતા નથી, એ રીતે બને પરસ્પર એક બીજા પર અવલંબી રહેનારા હોવાથી તેને સાપેક્ષ કહે છે. આ મુજબ “હુ” (વૃક્ષાંક ૩) કે જેને શાસ્ત્રમાં માયા કિવા પ્રકૃતિ વગેરે કહેવામાં આવે છે તથા તેને જાણનાર સાક્ષી (વૃક્ષાંક ૨) જેને ઈશ્વર, પુરુષ ઇત્યાદિ સંજ્ઞાઓ શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે, બંનેના આશ્રય વડે જ આ ચરાચર મિથ્યા આરેપિત દશ્ય ભાસમાન થાય છે, એવાં વર્ણને પુરાણુદિ શાસ્ત્રમાં આવે છે તથા વેદાંતશાસ્ત્રકારે તે આ પ્રકૃતિરૂ૫ છું (વૃક્ષાંક ૩) એ કાણું? તેને જ નિર્ણય બતાવે છે.