________________
ગીતાહન ] આ બધું મનુષ્યને જે અપ્રાપ્ત છે તે, (તેમજ)
[ ૩૭૭ શક્ય નથી; આ રીતનો નિશ્ચય કરી તે અભ્યાસ કરનારાઓ નિર્ગુણ અથવા નિરાકારના ઉપાસક કહેવાય. જેમ મૃગજળની અંદર કિંચિત્માત્ર પણ પાણીને અંશ છે જ નહિ, તેમ પરમાત્માની અંદર હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ રૂપે ભાસનારું તમામ દસ્થાળ જોકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તે તેમાં આ દશ્યનો લેશમાત્ર અંશ પણ નથી. આ રીતે જાણીને અને બુદ્ધિ વડે તેવો નિશ્ચય કરી તેવા નિશ્ચય પ્રમાણે “આ નથી,” “આ નથી” એવા પ્રકારે અભ્યાસ કરે તેને જ નિર્ગુણ કે નિરાકારનો ઉપાસક સમજવો. નિર્ગુણ એટલે જેમાં કઈ પણ આકારને કે ગુગુને લેશમાત્ર અંશ નથી તે અથવા એ સર્વે આકારોને નિરાસ કરીને જે શેષ રહે તે; તેને જ નિરાકાર પણ કહેવામાં આવે છે; તેમ જ આકાર વા ગુણવાળું એટલે આ જે જે કાંઈ આકારવાળું અથવા ગુણવાળું ભાસે છે તે બધું સગુણ કહેવાય. આ જે જે કાંઈ ગુણવાળું અથવા આકારવાળું હોવાનું દશ્યમાન થાય છે, તે સર્વ આત્મસ્વરૂપ છે એવો સર્વાત્મભાવ રાખવો તે સાકાર, સ એટલે “aઃ વ તે”, અથત આત્મા કિવા બ્રહ્મ; અને આકાર એટલે આ જે જે કાંઈ આકારવાળું દસ્યાદિ દેખાય છે તે બધું આત્મા જ છે, એમ નિશ્ચયપૂર્વક જાણવું તેનું નામ જ ખરો સાકારભાવ છે. રાજ=સમાજ, તેમ જ ના =નિ:+માશiદ એટલે જ્યાં આકાર છે જ નહિ એવું જે નિઃશેષ૫દ તે જ નિરાકાર. ટૂંકમાં, જે જે કાંઈ આકારવાળું ભાસે છે, તેને આત્મરૂ૫ બનાવી પોતે પણ તપ જ છે એવી રીતે તમામ દસ્થાદિ આકારોને વિલય કરી પોતે પણ નિરાકાર બની જવું તે જ પરમપદ છે અથવા સર્વ આકારને તેના જાણનારા સાક્ષી સહિત વિલય કરી બાદ રહેનારા તદ્દન નિઃશેષપદને જ નિરાકાર પરમપદ સમજવું. આ રીતે જ સગુણ, નિર્ગુણ સંબંધમાં પણ સમજવું. આમ સાકાર, નિરાકાર અથવા સગુણ, નિર્ગનું સાચું સ્વરૂપ જાણવામાં આવે તે અંતે ઉપર બતાવેલી નિઃશેષભાવ તથા સર્વાત્મભાવ આ બે અભ્યાસયુક્તિઓમાં જ તેને સમાવેશ થઈ જાય છે.
शनैः शनरुपरमेबुद्धया धृतिगृहीतया । आत्मसरस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥ २५ ॥
ચિત્ત બેધને પ્રાપ્ત થતાં તાદ્વૈતની બુદ્ધિ નષ્ટ થાય છે. નાહમ એટલે આ નથી, આ નથી એ રીતના નિરાસનો અભ્યાસક્રમ ઉપર બતાવવામાં આવે છે, તે પ્રમાણે બુદ્ધિમાં ધીરજ રાખીને ધીરે ધીરે અભ્યાસ કરતા રહી વૃત્તિઓને શાંત (શુન્ય) કરવી અને મનમાં આત્મા સિવાય બીજા કશાનું કિંચિત્માત્ર પણ કદી ચિંતન થવા નહિ દેવું. હે પાર્થ ! માની લીધેલા આ ઇસ્ય જગતમાં સત્યપાન ભ્રાંતિને લીધે તારી બુદ્ધિ તેવા નિશ્રયમાં જ સ્થિર રહેલી હોવાથી હજીસધી પરમપદમાં વિશ્રાંત થઈ શકતી નથી; માટે જેમ મારી જયાંસુધી ઘડાને આકારના પરિવર્તનને નહિ પામે ત્યાં સુધી તેમાં જળ રહી શકતું નથી, તેમ બે ધ પશુ જ્યાં સુધી અભ્યાસ વડે પરમ ઉત્કૃષ્ટ એવા અંતિમ બેયને પ્રાપ્ત નહિ થાય ત્યાંસુધીને માટે સાચું શ્રેય કદી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. સગુરુ તથા સતશાસ્ત્રોનું નિરંતર સેવન કરવાથી તથા દઢ અભ્યાસથી જ ચિત્ત બેધનો અંદર વિશ્રાંત થઈ દૈત અદ્વૈત સંબંધી સર્વ દષ્ટિ ક્ષીણ થઈ જાય છે અને અંતે નિર્વાણુરૂપ પરમપદની પ્રાપ્તિ થાય છે; માટે અત્યાર બધને ધ્યાનમાં લઈ આત્મસંયમ એટલે આ સર્વ આત્મારૂપ છે, આત્મશ્યતિરિક્ત બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના એકધારી બુદ્ધિના નિશ્ચય વડે, ચિતમાં આત્મા સિવાય બીજા કશાનું પણ ચિંતન નહિ કરતાં ધીરે ધીરે અભ્યાસ કરીને આત્મપદમાં જ સ્થિત થઈ જા, હે પાર્થ ! હવે સર્વાત્મભાવનો અભ્યાસક્રમ સાંભળ.
यतो यतो निति मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदारमन्येव वशं नयेव ॥ २६ ॥