________________
ગીતાદેહન ].
આ બધી દાસદાસીઓ હું તને આપું છું; માટે
[ ૩૭૮
*
*
* * *
*
વડે જે જે કાંઈ પ્રાપ્ત થાય તે જ મને રુચે છે, બીજું ચતું નથી એવા નિશ્ચય ઉપર તમે વજના જેવા દઢ થઈને રહે. આત્મા સિવાય બીજા નિષિદ્ધ પદાર્થોમાં ઇચ્છાઓને ત્યજીને જે પુરુષ શમ તથા સંતોષનું સંપાદન કરે છે, તે જ જિતેંદ્રિય કહેવાય છે. અંદર ચિદાત્મામાં રસિકતાને વિષે અને બહાર વિષયાદિમાં નીરસતાને વિષે જેનું ચિત્ત ઉદ્વેગને પામતું નથી, તેનું ચિત્ત જ ઉપશમ એટલે શાંતિને પામે છે. ચિત્તનો બહિર્મુખ થવાનો જે પ્રયત્ન કરે છે તેને રોકી રાખવાથી મન વિષય તરફ દોડવારૂપ પોતાના દુર્વ્યસનો છેડી દે છે. આમ જ્યારે ચિત્ત ચપળતાથી રહિત થઈ જાય છે એટલે તે રવાભાવિક રીતે જ વિવેક તરફ વળે છે. વિવેકી અને ઉદાર ચિત્તવાળો પુરુષ જ જિતેન્દ્રિય કહેવાય છે. તે વાસનારૂપી તરંગોના વેગ વડે સંસારસમુદ્રમાં ફરી પાછો કદી પણ તણાતો નથી.
સત્ય અવલેહનથી સંસારભ્રાંતિ શાંત થાય છે સત્સંગતિ તથા સતશાસ્ત્રોના અવલોકન વડે જિતેન્દ્રિય પુરુષ નિરંતર જગતને વાસ્તવિક એવા બ્રહ્મરૂપે જ જુએ છે. મિથ્યા વસ્તુ તરફ દોડાવનારી અને દુઃખ દેનારી એવી નિર્જળ પ્રદેશમાં થયેલી મૃગજળની ભ્રાંતિ જેમ સત્યના અવલોકન વડે નિવૃત્ત થઈ જાય છે, તેમ આ સંસારભ્રાંતિ પણ સત્યતત્વના અવલોકનથી શાંત થઈ જાય છે. દશ્યભાવથી રહિત એવું ચિત્માત્ર તત્વ જ વિવર્તભાવથી આ જગતાદ દશ્યરૂપે થઈ રહેલું ભાસે છે, એવો જેને રવાનુભવયુક્ત અને સત્ય બોધ થયેલ હોય છે તેની દૃષ્ટિમાં બંધ અને મોક્ષ એ બંને ક્યાંથી સંભવે? શેષાઈ જવાને લીધે આકારથી રહિત થઈ ગયેલું જળ ક્ષીણતાને પામી જતાં પાછું પ્રવાહ રૂપે વહેતું નથી, તે જ પ્રમાણે કારણથી રહિત એવું આ દૃશ્ય આત્માના અપરોક્ષજ્ઞાન વડે નિળ થઈ જતાં વળી પાછું કદાપિ અંકુરિત થતું નથી. વાસ્તવમાં તે ચિદાકાશરૂપ એ પોતાનો સંકલ્પ જ હું, તું, તે, આ, અમે, તમે ઇત્યાદિ તમામને વિવરૂપ ધારણ કરી રહેલ છે. માટે કેવળ મિથ્યા પ્રયાસ વડે ખડું થઈ ગયેલું “હું, તમે” ઇત્યાદિરૂપ આ જગત જ્ઞાન વડે બાધિત થઈ જાય તો તે કેવળ એક અધિકાનચૈતન્યરૂપે જ જણાય છે. હું, તું, તે, આ ઇત્યાદિરૂપ જગત અવિદ્યા માત્ર જ છે, મિથ્યા હેવાથી શાંત છે, શ રૂપ છે અને હંમેશ ચિદાકાશરૂપી પિતાના સાત્ત્વિક સ્વરૂપમાં જ રહેલું છે. ચિદાકાશની અંદર તેને પિતાનો જે વિવ છે તે જ આ જગતરૂપે ભાસે છે. એ ચૈિતન્યરૂપ તત્વ જગતથી સાવ શૂન્ય છે, એવો નિશ્ચય છે. અરે ! જુઓ કે, આમાં પ્રમાણભૂત એવા રવમના દૃષ્ટાંતનું ખંડન કોણ કરી શકે તેમ છે? જેમ સ્વપ્નસૃષ્ટિ મિથ્યા હોવા છતાં તેટલા વખત પૂરતી તે તે સાચા જેવી અનુભવમાં આવે છે, તેમ દશ્યપ્રપંચ પણ તદ્દન મિથ્યા હેવા છતાં અજ્ઞાન અવસ્થામાં દીર્ઘકાળ અને દેશાદિ તેમ જ અનેકવિધ ક્રિયાપ્રક્રિયાદિરૂપે જાણે સત્ય જ ન હોય ! તેવો અનુભવમાં આવે છે.
સ્વનિ તથા જગત એકસરખું જ છે રવપ્નમાં રાજવૈભવ આદિપે જે જે કાંઈ પ્રતીતિમાં આવે છે, તે બધા એક સાક્ષીત ને જ વિવત છે અને પોતાના સ્વપ્નનો પોતાને અનુભવ થવો એ જ તેનું સ્વરૂપ છે. તેમાં તેને પિતાથી
છે. તેમાં તેને પિતાથી જુદા કાઈ કર્તા કરણ, કર્મ આદિ કારકની કાંઈ અપેક્ષા હેતી નથી તે જ પ્રમાણે જાગ્રત જગતનું પણ સમજી લેવું. જે તવ કર્તા, કર્મ કરણ આદિની અપેક્ષાથી રહિત છે તે સર્વ ચિઘન છે અને તે મારું પિતાનું જ સ્વરૂપ છે. સૃષ્ટિને આરંભ થયો તે પહેલાં આ જગત કર્તા, કર્મ, કરણ આદિ સાધનસંપત્તિવાળું હોય એમ સિદ્ધ થઈ શકતું નથી, તેથી તે મારા પોતાના સ્વયંપ્રકાશ એવા આત્મરૂપ જ છે, તે કરતાં ભિન્ન કાંઈ પણ નથી. જેમ રવપ્નની અંદર પિતાનું મરણ અનુભવમાં આવવા છતાં જાગીને જોઈએ તે તે હેતું નથી, તેમ આ અવિદ્યારૂપ પ્રપંચ દેખવામાં આવતું હોવા છતાં પણ વસ્તુતઃ તે તે મુદ્દલ છે જ નહિ, સૃષ્ટિના આરંભકાળની પૂર્વે નિર્વિકાર સ્વરૂપે રહેનારા તે બધા વા ચિદાકાશે પોતે જ પોતાના સ્વરૂપની અંદર પોતાના વિલાસને વિવર્તરૂપે જે કાંઈ વિસ્તારી દીધા છે, તે જ વાસ્તવમાં નિર્મળ છતાં કાકતાલીય ન્યાયની પેઠે પોતાની મેળે જ જગતરૂપ થઈ રહેલ છે તથા નિમ્ળ એવું આ જગત નહિ હોવા છતાં પણ જાણે ભાસ્યા કરતું હોય તેવું થઈ રહ્યું