________________
૩૭ર ]
રામા
તઃ પ્રાર્થa.
[ સિદ્ધાન્તાડ ભર ગીર અ૦ ૬/ર૦
કર ન કર
-
ઉપરથી તું જાણી શકીશ કે, તેમાં પગુ પ્રત્યેક શ્વાસોરસ વખતે આત્મદષ્ટિનું અવલંબન રાખવાની ખાસ આવશ્યક્તા તો હોય છે જ; માટે આ રીતે હંમેશાં ચિત્તને આત્મામાં સ્થિર કરીને વશ રાખનારો ગાભ્યાસી અંતે આત્મસ્વરૂપ એ જે હું (વૃક્ષાંક ૧) તેમાં અર્થાત આત્મસ્વરૂપ એવા મારામાં ઉત્કૃષ્ટ પરમ શાંતિને પામે છે, એટલે કે તે પરમપદમાં લય કરી આપનારી પરમ વિશ્રાંતિને પ્રાપ્ત થાય છે.
યમ નિયમાદિમાં ભેદ કેમ ? ભગવાન આગળ કહે છે હું અને ! આત્મવરૂપની પ્રાપ્તિને માટે પ્રાણપાસના તથા મનપાસનાના જે જે માળે તને અત્યારસુધી કહેવામાં આવ્યા, તે માર્ગે પ્રયત્ન કરનારાઓને યમ નિયમાદિનું પાલન કરવાની આવશ્યક્તા તો હોય છે જ. પતંજલિએ બનાવેલા અષ્ટાંગણમાં પાંચ યમ અને પાંચ નિયમો બતાવેલા છે અને મેં બાર યમ અને બાર નિયમે કડેલા છે (ભા સકં૦ ૧૧ અ. ૧૯૦ ૩૩ થી ૪૫); આ બનેમાં જુદાપણું કેમ? એવી શંકા લાવવાનું કારણ નથી પૂર્વે અધ્યાય ૨ માં ) જેમ તત્વની સંખ્યાના સંબંધમાં કહેવામાં આવેલું છે, તે મુજબ અષ્ટાંગયોગમાં બતાવેલ આ પાંચમાં જ બારને સમાવેશ કરવામાં આવેલો છે તથા મેં વિસ્તારથી પેટા મેદો સહ તે બાર બારની સંખ્યામાં કડેલા છે; અડથી તેમાં વિરોધાભાસ જેવું કાંઈ નથી. કહેવાનો ઉદ્દેશ એ છે કે કેવળ પ્રાપાસ તામાં જ યમ નિયમોની જરૂર છે એમ સમજવાનું નથી પરતુ મનપાસનામાં જેનો સમાવેશ થાય છે એવા ભક્તિજ્ઞાન, વશ્રમાદિ તમામ માર્ગોમાં પણ આ યમ નિયમોના પાલનની આવશ્યક્તા હોય છે. તે બધાનું પાલન થવું આવશ્યક છે, તેમાં પણ ખાસ કરીને નીચેના નિયમોનું પાલન તે અવશ્ય કરવું જ જોઈએ.
नात्यश्नत तु योगोऽस्ति न चकान्तमनश्नतः । જ વાતથીæ ના સૈજ્ઞ શાન ૬ .
અનિયમિત રહેનારને યોગ કદાપિ સાથે થતા નથી હે અર્જુન ! વિષયસુખોપભોગમાં રોગો થવાની બીક રહેતી હોય છે, વાત, પિત્ત અને કફ એ ત્રિદોષથી બનેલા આ શરીરમાં વિશ્વમાવસ્થામાં રોગની ઉત્પત્તિ થાય છે અને તે ઘણું કરીને આખા શરીરમાં વ્યાપીને રહેલો હોય છે. અવ્યક્ત દશામાં તેના એ દોષનું વિષમ પ નાશ કરી શકાતું નથી. અનેક કારને લીધે દોષો વિષમ થાય છે: અનથી, વસ્ત્રથી, બોલવાથી, કાંઈ જેવાથી, કેઈ પદાર્થોના સ્પર્શથી, કાળના વિશેષપણાથી, સ્થાનના વિશેષપણુથી તથા કેઈ પણ જાતના પ્રમાણ કરતાં (હદ ઉપરાંત) વધુ પરિશ્રમો કરવામાં આવે તે થકી, અનેક પ્રકારની માનસિક ચિંતાઓથી ઇત્યાદિ અનેક કારણેને લીધે શરીરમાં વૈષમ્ય ઉત્પન્ન થાય છે. નિષ્કાળજીને લીધે આરંભમાં અવ્યક્ત દશામાં ઉત્પન્ન થતા આ દે તે સમયે બિલકુલ સમજવામાં આવતા નથી, માટે તેવા પ્રકારના દેનું વિષમ પણું શરીરમાં ઉત્પન્ન થવા નહિ પામે એટલા માટે કાળજી રાખવી પડે છે. જે શરીર રોગી હોય તો તેની માનસિક સ્થિતિ અતિશય ચંચળ બને છે અને તેવી રિથતિમાં તે આત્મસ્વરૂપમૃત એવા યોગની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે? આથી આ યમ નિયમાદિનું પાલન કરવાની પ્રથમ આવશ્યક્તા છે. તેના પાલન વડે શરીર નિરોગી રહે છે. ધર્ણ ખાનાર અથવા તે બિલકુલ જ નહિ ખાનાર, તેમ જ ઘણું નિદ્રા લેનાર અથવા બિલકુલ જ નિદ્રા નહિ લેનારાને આ યોગની સિદ્ધતા કેવી રીતે થઈ શકે? કારણ કે, શરીરમાં દોષ વિષમ થવાનાં જે કારણે બતાવવામાં આવેલાં છે, તેમાં આ મુખ્ય છે; માટે અનિયમિતતાને ત્યાગ કરીને સંયમશીલ થવાની જરૂર હોય છે.
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वमावबोधस्य योगो भवति दुःखहा ॥ १७ ॥