________________
ગીતાહન ] સર્વ કામો ઈચ્છા પ્રમાણે માગ.
[ ૩૦૩ નિયમિત રહેનારને આ યોગ પ્રાપ્ત થાય છે. તમામ દુઃખને હરનાર આ યોગ જેનો આહારવિહાર યુક્ત હોય તે જ સાધી શકે છે. ભૂખ હેય તેના ત્રણ ભાગ કરીને બે ભાગ અન્ન અને એક ભાગ પાણી પીવું; આ રીતનો જે આહાર તે યુક્ત કહેવાય. જેની ચેષ્ટા હદની બહાર જવા પામતી નથી, એટલે જે મર્યાદા કરતાં વધુ પરિશ્રમ કરતો નથી, નિયમિત આહારવિહારવાળે છે તથા જેની નિદ્રા અને જાગૃતિ પરિમિત એટલે પ્રમાણ કિંવા માપસર યા નિયમિત હોય છે, તેને જ આ યોગ સાધ્ય થાય છે.
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते । निःस्पृहः सर्वकागेभ्यो युक्त इत्युच्यते तदा ॥ १८ ॥
યુક્ત ચિત્તની વ્યાખ્યા જ્યારે ચિત્ત સર્વ પ્રકારની કામનાઓમાંથી પૃહા એટલે ઇચ્છા રહિત બની કેવળ એક આત્માને વિષે જ અત્યંત એકરૂપપણાને પામેલું છેય છે અર્થાત જેના ચિતમાં આત્મા સિવાય બીજા કેઈ પ્રકારનું કર્મ કિંવા અન્ય કોઈપણ વિષયની ઈચ્છાને કિંચિત્માત્ર પણ અંશ ઉદયને પામતો નથી, ત્યારે તેનું ચિત્ત યુક્ત થયેલું છે, એમ કહેવાય છે.
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता । योगीनो यतचित्तस्व यु तो योगमात्मनः ॥ १९ ॥
આત્મામાં સ્થિર થયેલાને ઉપમા કોના જેમ વાયુથી રહિત એવા એકાંત સ્થાનમાં રાખવામાં આવેલો દીપક (ડીવાની પોત) તદ્દન સ્થિર અને નિશ્ચલ જ રહે છે અર્થાત તે આમથી તેમ જરા પણ ડોલાયમાન થતું નથી; તે ઉપમા જેણે પોતાની ચિત્તની તમામ વૃત્તિઓને કેવળ એક આત્મામાં જ પરાયણ કરેલી હોય છે, તેવા પ્રકારના યુગમાં સ્થિર થયેલા જોડાયેલ) લેગીની સમજવી. એટલે જે યોગીના ચિત્તમાં આત્મા સિવાય બીજા કેઈ પણ પ્રકારના સંક૯૫વિકલ્પોનો તલભાર પણ સ્પર્શ કદી થવા પામતું નથી અને જેની ચિત્તત્તિ હંમેશ કેવળ એક આત્મામાં જ પર્વતની જેમ અચલ રહેલી હોય છે, આવા યોગીની સ્થિતિ કેવા પ્રકારની હોય છે તેની અજ્ઞાનીઓને કલ્પના આવે એટલા માટે જ્યાં પવનને બિલકુલ ૫શું નથી તેવા સ્થાનમાં રાખેલા દીવાની જરા પણ ડોલાયમાન ન થનારી જયેતની ઉપમા તેને આપેલી છે, એવો ભગવાનને ઉદ્દેશ આમાં ૨૫ષ્ટ તરી આવે છે; એટલે તે જોત જેમ તદ્દન સ્થિર હોય છે, તેમ અપરોક્ષાનુભવાં મહાત્મા નિત્યકતિ કેવળ એક આત્મામાં જ તદ્દન સ્થિર થયેલ હોવાથી તેમાંથી આમથી તેમ સહેજ પણ ડેલાયમાન થતું નથી.
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया । या वैवारमनाऽऽत्मानं पश्यन्नात्मनि तु यति ॥ २० ॥
પગસેવન વડે ચિત્તની ઉપામતા ગયા એટલે ઉપર કરેલા આત્મામાં જ સ્થિરતા થવારૂપ યોગના સેવન મા અભ્યાસ વડે જેનું ચિત્ત નિરુદ્ધ થઈ તે જ્યારે આત્મા વડે જ આત્માને, આત્મનિ એટલે પિતામાં જ દેખીને સંતોષને પામે છે, ત્યારે તેની તમામ વૃત્તિઓનો વિલય થઈને તે સર્વે કેવળ એક આત્મામાં જ ઉપરામને પામે છે એટલે શાંત