________________
ગીતાદેહન ]
મયંકમાં જે જે વિષય દુર્લભ છે તે–
[ ૩૭૧
'
કામમાં આવે છે, તેથી એક ત્યાજય છે અને બીજો ગ્રાહ્ય છે એમ ગણી તેને કાંઈ લેકે કાપી નાખતા નથી, પરંતુ સમાન જ ગણે છે; તેમ અર્થ અને અનર્થ બંને મારા હોવાથી હું તેને સમાન જ ગણું છું; તેથી નિર્વિન જીવી રહ્યો છું. કદી પણ ચલાયમાન થાય નહિ એવી મનની સ્થિર શક્તિથી અને સર્વ પ્રાણીઓને પિતા (આત્મા) સમાન જેનારી એવી સર્વોત્તમ સનેહદૃષ્ટિથી સર્વ સ્થળમાં સમાન રીતે જ જોયા કરું છું. મારામાં અહંકારરૂ૫ કાદવનું નામનિશાન પણ નથી, તેમ મને પગથી માથા સુધી આ દેહમાં કિચિન્માત્ર પણ મમતા નથી; તેથી લાંબો કાળ થયાં હું આનંદથી જીવું છું. જો કે શરીર વડે હું અમુક કરું છું, અમુક નથી કરતો, અમુક ભોગવું છું, અમુક નથી ભોગવતો ઇત્યાદિ લેકદૃષ્ટિએ જોવામાં આવે છે ખરું, પરંતુ તેમાં મારી અહંતા અને મમતા મુદ્દલ નહિ હોવાને લીધે મારું મન અકર્તા અને અભક્તા છે; તેથી હું નિશ્ચિતપણે જીવું છું. હે મુનિ ! હું જ્યારે જ્યારે કાંઈ જાણું છું, ત્યારે ત્યારે પણ નહિ જાણવા સમાન જ રહું છું. હું ઉદ્ધતપણાને કદી પ્રાપ્ત થતું નથી. સમર્થ હોવા છતાં પણ કદી કોઈને દબાવતો નથી. કોઈ એ પરિતાપ કરવા છતાં પણ હું સહનશીલતાને લીધે શોક કરતો નથી અને દરિદ્વા છતાં પણ કશું ઇચ્છતો નથી; તેથી વિનરાહત થઈને જીવું છું. આ શરીર કે જે ચેતન જેવું જણાય છે, તેમાં પણ છે ચિદાત્મદષ્ટિ જ રાખું છું. આ ચિદામાં સર્વ પ્રાણીઓમાં સમાન હોવાને લીધે હું સર્વ પ્રાણીઓના આત્મરૂપ થઈને સર્વ પ્રાણીઓને પિતાનાં અવયવો જેવાં જોઉં છું તેથી વિહ્નરહિત થઈને જીવું છું. હું સહજ સમાધિને લઈને આશાઓ રૂપી પાશાથી પ્રેરાયેલી ચિત્તની વૃત્તિને અંદર પ્રવેશ જ થવા દેતો નથી; તેથી નિર્વિદને જીવું છું. હું બહારના વિષયોમાં સુષુપ્ત જેવો રહીને, જગત તે સાવ મિથ્યા છે એમ ધાર્યા કરું છું. અને હદયમાં જાગ્રત રહીને આત્માની સત્તાને હસ્તામલકની પેઠે જોયા કરું છું. તેથી ચિરંજીવ છું. જીણું થયેલા, તટેલા, શિથિલ, ક્ષીણ, ક્ષોભ પામેલા અને ક્ષય પામેલાને પણ હું નિવિકાર એવા આત્મતત્વ સ્વરૂપે જ દેખું છું; તેથી વિનરહિત થઈને જીવું છું. લોકોને દુ:ખી જોઈ દુઃખી તથા સુખી જોઈને સુખી થાઉં છું અને હંમેશાં સર્વના પ્રિય મિત્ર જેવો થઈને રહું છું; તેથી વિનરહિત થઈને જીવું છું. હું વિપત્તિને સમયે અચલ ધૈર્યવાળો રહું છું, સંપત્તિના સમયમાં સઘળાં જગતને મિત્ર રહું છું અને ગમે તેવા ઉદયાસ્ત થાય તે પણ આગ્રહથી રહિત જ રહું છું; તેથી નિવિદને જીવી રહ્યો છું. હું દેહ નથી, “બીજે કોઈ મારો નથી અને હું બીજા કોઈ ને નથી” એવા પ્રકારની ભાવના મને ન તરે રહ્યા જ કરે છે; તેથી હું વિતરહિત થઈ જીવું છું. જગત, આકાશ, દેશ, કાળ અને ક્રિયા પણ હું જ છું, એવા પ્રકારની મને સર્વ પદાર્થોમાં આત્મપણાની બુદ્ધિ રડે છે; તેથી હું વિનરાહત થઈને જીવું છું. “ઘડા, વસ્ત્ર, આકાશ, વન, ગાડું અને આ જે જે કાંઈ છે તે સઘળું કેવળ એક ચિંતન્ય જ છે” એવા પ્રકારનો માટે સંપૂર્ણ નિશ્ચય હોવાથી હું લાંબા કાળ પર્યત નિવિદને જીવી રહ્યો છું. હે વસિષમુનિ! આ શૈલેયરૂપ કમળમાં ભ્રમર જેવો કાકભુશંડ નામથી ઓળખાતે હું ઉપર કહેલાં કારણોને લીધે ચિરંજીવ થઈ રહ્યો છું. આ બ્રહ્મરૂપ મહાસાગરમાં ત્રણ જગતા૫ તરંગ છે: તે પ્રકટ થાય છે, રહે છે અને વળી પાછાં તેમાં જ લીન થઈ જાય છે એવા તેના વિચિત્ર સ્વભાવ છે. આ તરંગો વારંવાર મોટા થઈ લયને પામે છે અને ફરી પાછો પ્રકટ થાય છે. આ રીતે થતા જગતના ઉત્થાન અને લયરૂપ મિથ્યા કાર્યોને હું ઉપર કહી તેવી સહજસમાધિમાં સ્થિર થઈને જોયા કરું છું.” (યો. નિ. પૂ૦ સ૦ ૨૬ જુઓ).
युअग्नेवं सदाऽऽत्मानं योगी नियतमानसः ।
સાત્તિ નિવાંળવામાં ગુણસ્થાપિતરછતિ વા.
આત્મદષ્ટિને ગાભ્યાસી અને આત્મસ્વરૂપને જ પામે છે. ભગવાન શ્ર કૃષ્ણ કહે છે હે અર્જુન! આ રીતે પ્રાણે પાસનામાં (૧) હડગ અને (૨) સ્વાભાવિક પ્રાચિંતન એમ બંનેની તથા ધારણાભ્યાસ વડે થતી પ્રાણપાસનાની વિધિ તને કહેવામાં આવેલી છે, તે
'