________________
ગીતાહન] હું તને ઇષ્ટ કામનાઓથી ઇચ્છિત ભેગે ભોગવનારે ક.
સૂર્ય તથા ચંદ્રના ઉદયાસ્તનું અવલોકન કરવું જોઈએ પ્રથમ તે યત્નપૂર્વક પ્રાણરૂપી સૂર્યના ઉદય અને અસ્તનું અવલોકન કરવું જોઈએ. હદયકમળની ફામાં જ્યાં અપાનરૂપી ચંદ્ર અસ્તને પામે છે, તે જ સ્થાનમાંથી બહાર આવતા પ્રાણુરૂપ સૂર્ય ઉદય પામે છે. જેમ છાયા અસ્ત પામતાં તે જ સ્થળમાં તરત તડકે ઉદય પામે છે, તેમ અપાનને હૃદયમાં જે સ્થળે અસ્ત થાય તે જ સ્થળમાંથી પ્રાણુ ઉદય પામે છે. જેમ ચારે બાજુનો તડકે નાશ પામતાં છાયા ઉદયને પામે છે, તેમ પ્રાણુ નાકની બહાર બાર આગળના સંપૂર્ણ થતા જે પ્રદેશમાં અસ્ત પામે છે તે પ્રદેશમાંથી જ ક્ષણમાત્રમાં અપાનનો ઉદય થાય છે. આ બેની વચ્ચે જે સ્થિતિ તે જ સ્થિર, કેવળ યા સહજભક કહેવાય છે. હે મહામુનિ ! પ્રાણુની જન્મભૂમિમાં અપાન નાશ પામે છે તથા અપાનની જન્મભૂમિમાં પ્રાણ નાશ પામે છે, એમ સમજવું.
સહજ કુંભક એ જ બ્રહ્મ પ્રાણ અસ્ત પામતાં અને અપાનનો ઉદય થતાં નાકની બહાર બાર આંગળની મર્યાદા છોડ્યા પછી જે. કેવળકુંભક થાય છે, તેનું જે લાંબા કાળ પર્વત અવલંબન કરવામાં આવે એટલે આ કુંભકમાં જે લાંબા કાળ સુધી સ્થિરતા થાય તે તમામ દુઃખની નિવૃત્તિ આપોઆપ જ થઈ જાય છે, તેમ જ હૃદયમાં અપાનને વિલય થવો અને પ્રાણનું ઉત્થાન થવુ એ બે વચ્ચેની સંધિનું જે સ્થાન છે, તેને પણ કેવળ કિંવા સહજકુંભક કહે છે. તેમાં જે લાંબા કાળ પર્યત સ્થિતિ થાય તે પણ સર્વ દુઃખોની નિવૃતિ અનાયાસે જ થઈ જાય છે. અપાનના ઉદયસ્થાનથી એટલે નાસાગ્રંથી બહાર બાર આંગળ જેટલા દૂરના ભાગમાં પ્રાણને જે રેચક થાય છે, તે સ્થાનને અર્થાત બાણ અને અપાનની મધ સંધિનો આધાર લઈ ત્યાં પ્રાણુને સંપૂર્ણ ખાલી કરી નાખી શેષ રહેનારા છ કિંવા સહકુંભકનો જે અભ્યાસ કરવામાં આવે તે પણ ફરીવાર પરિતાપ પ્રાપ્ત થતો નથી; તેમ જ બહારના પ્રદેશને નિધાસ વડે અંદર ખેંચી લઈ તે તદ્દન ખાલી થયા પછી અને પ્રાણની ગતિ ઉલ ઉત્પત્તિ પહેલાં દેહની અંદર જે પૂરક થાય છે, તેની ઉપાસના કરવાથી પણ દુઃખનિવૃત્તિ સહજ થાય છે. પ્રાણુ અને અપાન એ બંને જેની અંદર લય પામે છે, તે શાંત આત્મપદનું અવલંબન કરવામાં આવે તે ફરીવાર પરિતાપ થતો નથી. પ્રાણનો અસ્ત થયા પછી અને અપાનના ઉદય વગરની જે ક્ષણ રહે છે તે પ્રયત્ન વિના જ મળે છે તે બહારને કેવળ કિંવા ઉત્તમ કુંભક છે તથા અપાનને અસ્ત થયા પછી અને પ્રાણનો ઉદય થતાં પૂર્વે જે ક્ષણ રહે છે, તે પ્રયત્ન વિના જ મળે તો તે પણ અંદરનો ઉત્તમ (કેવળ)કભક છે, એમ ભેગીઓએ નિશ્ચય કરે છે. એ કુંભક જ આત્માનું રૂપ છે. એ જ પરમ શદ્ધ ચાન્ય છે. એ જ સર્વના અધિષ્ઠાનરૂ૫ છે. એને પામીને ફરી વાર કદી પણ શોક કરવો પડતો નથી.
મારી ઉપાસના કાકભુશંડી આગળ કહે છે: પ્રાણ અપાનથી રહિત ચિત રવરૂપ એવા આ આત્માની જ હું સતત ઉપાસના કરું છું. આ ચિદાત્મા પ્રાણના અને અપાનના નાશ પછી પણ રહે છે તથા એ બેની સધિના મધ્યમાં પ્રાણુ અપાનરૂપે પણ તે જ છે. તેની ઉપાસના હું સતત કરું છું. આ ચિદાત્મા પ્રાણના પણ પ્રાણરૂપ, જીવનના પણું જીવનરૂપ અને દેહાદિકને પોતાનામાં જ અભિન્ન રીતે રાખનારો છે, તેનું હું હંમેશાં અનુસંધાન કરું છું. આ ચિદાત્મા જ સત્ય છે. મનના પણ મનરૂ૫, બુદ્ધિની પણ બુદ્ધિરૂપ અને અહંકારના પણ અહંકારરૂપ છે. જેમાં સઘળું રહ્યું છે, જેથી સઘળું થયું છે, જે સઘળારૂપ છે, જે સર્વ થળમાં રહે છે અને જે સર્વમય તથા નિત્ય છે. તે ચતન્યતત્ત્વનું જ હું નિત્યપ્રતિ અનસંધાન કરું છું. જે સર્વોત્તમ પદ સઘળી કલ્પનાઓ રૂપી કલમથી તદન રહિત છે, આરોપની દષ્ટિથી જોતાં સર્વદા સધળી કઢનાઓથી વ્યાપ્ત છે, યથાર્થો અનુભવ ૨૫ તથા નિરતિશય અિચર્યવાળું છે અને જેને સઘળા દેવતાઓ પણ પ્રણામ કરે છે, તેની હે સર્વદા ઉપાસના કરું છું.