________________
૩૭૪ ]
માં રામા સરથાઃ સત્ત- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૬/૨૩ થઈ જાય છે. સારાંશ, આ બધું આત્મસ્વરૂપ હેઈ તે આત્મા વડે આત્મામાં જ ભાસી રહ્યું છે અને તે આત્મા એટલે જ “હે છે અર્થાત આત્મા તે જ હું અને હું તે જ આત્મા છે, એ મુજબના નિશ્ચય વડે જેનું ચિત્ત આત્મસ્વરૂપના અભ્યાસને લીધે તદ્દન નિશ્ચળ થઈ શાંતિને પામેલું છે, તેના ચિત્તને જ ઉપરના તના ઉદાહરણની જેમ સ્થિરતા પ્રાપ્ત થયેલી છે. એટલે તે સમાહિતચિત્તવાળો છે, એમ જાણવું.
सुखात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमृतीन्द्रियम् । वेत्ति यत्र न चैवाऽयं स्थितश्चलति तत्त्वतः ॥ २१ ॥
આત્યંતિક સુખ કેને કહેવું? સ્થૂળ કિંવા સૂક્ષ્મ ઇન્દ્રિયોથી અગોચર (જાણું નહિ શકાય) અને કેવળ બુદ્ધિ વડે જ જેનું આકલન (ગ્રહણ) થઈ શકે એવું આ આત્યંતિક સુખ એટલે મોક્ષસુખ છે (મેક્ષને જ આત્યંતિક સુખ કહે છે); એમ જે તત્ત્વદષ્ટિ વડે સારી રીતે જાણે છે, તે ઇતર સર્વને છેડી આ આત્યંતિક સુખમાં જ સ્થિર થઈ જાય છે અને તેમાંથી કદી પણ ચલાયમાન થતો નથી; એટલે કે કમેંદ્રિ, જ્ઞાનેંદ્રિયો અને તેના વિષે વડે અનુભવાતાં આ બાહ્ય વિષયસુખો કે જેને વ્યવહારમાં સુખ કહેવામાં આવે છે, તે તે વાસ્તવિક રીતે અતિ તુરછ હાઈ આત્મા (તત) વિના આત્યંતિક સુખનું બીજું એકે સ્થાન નથી અને તે પદમાં એકરૂપ બની જવું એ જ એક આત્યંતિક સુખ છે, એમ તત્ત્વદષ્ટિએ જે જાણે છે તે આ બાહ્ય વિષયસુખોની પાછળ કદી પણ લાગતું નથી, પરંતુ એક આત્મામાં જ તન્મય બની રહે છે. તે સ્થિતિની પ્રાપ્તિ થઈ એટલે તેમાંથી તે પુનઃ કદી પણ ચલાયમાન થતું નથી.
અંતર્દષ્ટિ કેને કહેવી ? ભગવાને અત્રે અંતર્દષ્ટિ કોને કહેવી, તે સંબંધમાં સ્પષ્ટીકરણ કરેલું છે. જેમ વીજળીના દીવામાં પ્રકાશ આવે તો તે ઉપરથી નિર્ણય થઈ શકે છે કે, વિઘતારમાં વીજળી છે. જે દીવો પ્રકાશિત જ નહિ થાય તે પછી વીજળીના ઘરમાં વિદ્યુત છે કે નથી, તે જાણવાનું બીજું કોઈ સાધન જ નથી. સમજે કે, તેમાં વિદ્યુતશક્તિનો સંચાર હેય, પરંતુ જે તે દીવામાં પ્રકાશિત (પ્રકટ) થઈ ન શકે તો તેનું હેવાપણું પણ નિરર્થક જ છે, અથવા કેઈએ મનમાં મહાન અદ્દભુત કાર્ય કર્યું હોય પણ જે તે બહાર લેકના જાણવામાં ન આવે તે તે વ્યવહારમાં પણ નિરુપયોગી જ ગણાય, અથવા કોઈ ભૂખ્યા મનુષ્યને ખાવા આપવાની મનમાં ઘણી જ ઈરછા હોય પરંતુ જ્યાં સુધી તે બહાર ક્રિયામાં આવીને તેને અન્ન મળે નહિ ત્યાં સુધી તેની ભૂખનું નિવારણ થઈ શકતું નથી, કેમ કે કેવળ માનસિક ઈચ્છા વડે કાંઈ તેનું પેટ ભરાશે નહિ; તેમ આત્મા સ્વતઃસિદ્ધ છે એ તે તદ્દન ખરું છે, પરંતુ તે સ્વતઃસિદ્ધ છે એવા પ્રકારનું જ્ઞાન તો તેના આશ્રય વડે ઉત્પન્ન થયેલી બુદ્ધિ થકી જ થઈ શકે છે. આ રીતે બુદ્ધિને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે તે સારી રીતે જાણી શકે છે કે આ મન, ચિત્ત, અહંકાર, સ્થળ, સૂક્ષમ શરીર, તેના વિષે તથા તમામ પ્રકારના વ્યષ્ટિ સમષ્ટિ૨૫ સ્થળ સૂક્ષ્મ કાર્યો તેમ જ તેના મહત્તાદિ કારણે એ સર્વે તો બુદ્ધિ વડે જ જાણુવામાં આવે છે તથા તે બુદ્ધિને જાણનાર તો “હ” છે; પરંતુ જ્યાંથી બુદ્ધિને પણ જાણનારા એવા આ “હું ની ઉત્પત્તિ થવા પામેલી છે એવું સ્થાન પ્રાપ્ત કરવાનું છે અને તેને માટે બુદ્ધિ સહ “હું” ભાવને વિલય કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી, તેથી જ્યારે બુદ્ધિ સહિત “હું” ભાવનો સંપૂર્ણતઃ વિલય થાય છે ત્યારે જ તે પદ અનુભવી શકાય તેવું છે. આ રીતે બુદ્ધિ વડે પ્રથમ તે આત્મપદને તત્ત્વદષ્ટિએ જાણું લેવું તેને જ અંતર્દષ્ટિ કિવા આત્માનું પરોક્ષજ્ઞાન કહે છે. આમ અંતર્દષ્ટિ વડે આત્માને જાણી લીધા પછી હુંભાવ સહિત બુદ્ધિનો વિષય કરીને તેનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી આત્મરૂપ બની જવું તેને જ શાસ્ત્રકારો આત્યંતિક સુખ અથવા મેક્ષ કહે છે. અપરોક્ષ અનુભવ કિવા આત્મસાક્ષાત્કાર પણ આનું જ નામ છે.