________________
૩૫૪ ]
શતાયુનઃ પુત્રપૌત્રા
–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ની અ૦ ૬/૧૪
આખા શરીરે પસીનો છૂટ્યા કરે છે, વીજળીના તારને હાથ લગાડવાથી જેમ કં૫ છૂટે છે અથવા એકદમ ધ લાગે છે તેમ શરીરમાં કંપારી છૂટે છે અને ભૂખ, તરસ લાગતી નથી. આમ થવાનું કારણ એ છે કે, આ કુંડલિની શક્તિ જે ઘણા દિવસથી ગૂંચળું વળીને બંધ મેં એ પડી રહેલી હોય છે, તે આળસ છોડી દઈ સુષુષ્ણુ નાડી દ્વારા શરીરમાં સર્વત્ર વ્યાપી જઈ તેમાં બચપણથી ઘર ઘાલી બેઠેલા મેલને બહાર કાઢી નાખે છે. જેઓના શરીરમાં મેલ વધુ હોય તેમને ત્રાસ વધુ થાય છે તથા જેમનામાં મેલ કમી હોય તેમને ત્રાસ ઓછો થાય છે. જેમ ગટરની અંદર પાણી નાખવાથી તે પાણીના જોર વડે કચરો ઘસડાઈ જાય છે, તેમ આ કુંડલિનીમાં પ્રવેશનારો વાયુ સુષુમ્સ દ્વારા શરીરમાં સર્વત્ર પ્રસરી જઈ ઉપર બતાવેલી નાની મોટી તમામ બોતેર કરોડ, બેભેર લાખ, દશ હજાર, બસો ને એક નાડીઓના મેલને રોમાદિ છિદ્રોદ્વારા બહાર કાઢીને શરીરની કાંતિ દિવ્ય, સુંદર તથા સુદઢ બનાવે છે. તે સમયે ઉપર બતાવેલી સિદ્ધિઓ તે તેની પાસે આપ મેળે આવે છે, છતાં તે નિષ્કામ યોગી તેમની સામે કરી તો પણ નથી. આ બાબતમાં વધારે વિવેચનની જરૂર જણાતી નથી, કારણ કે સિદ્ધિઓ સંબંધમાં ઉપર વિવેચન આવેલું છે (પૃ૪ ૩૪૭ થી ૩૫૦ સુધી જુઓ. ).
મનપાસના વિા પ્રાણે પાસના બંને વડે કુંડલિની જાગ્રત થાય છે શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન ! કદાચિત તું કહેશે કે, આ માર્ગોમાં જો આવી રીતે શરીરને ત્રાસ થતો હોય તે પછી ભાંજગડમાં શા માટે પડવું? પરંતુ તેવી શંકા નિરર્થક જ છે; કેમકે કુંડલિનીનું ઉત્થાન થતી વખતે વ્યાધિ શા માટે થાય છે, તેનું કારણ જે જાણવામાં આવે તો તે માટે શંકાને સ્થાન રહેશે નહિ આ કંડલિનો કેવળ યોગમાર્ગથી જ જામત થાય છે એમ નથી, પરંતુ ભકિત, જ્ઞાન ( સાંખ્ય ) વગેરે ગમે તે માર્ગથી પણ તે જાગે છે; કેમ કે મનનો લય થતાં પ્રાણને લય અનાયાસે જ થાય છે. તથા પ્રાણુનો લય થવાથી મનને લય પણ સહેજમાં થઈ જાય છે. આથી આ બે પિકી ગમે તે માર્ગની ઉપાસના કરવામાં આવે તેપણ કુંડલિનીનું ઉત્થાન અનાયાસે જ થવા પામે છે અને તે વખતે બંને પ્રકારના સાધકને દુઃખ થાય છે. ફરક ફક્ત એટલો જ કે, પ્રાણ પાસક યોગીને તેનું ભાન હોય છે કે, આ દુઃખ કુંડલિની જાગ્રત થવાથી થાય છે તથા મને પાસક તે જાસુ શકતો નથી. જયાં સુધી કુંડલિની જામત નહિ થાય ત્યાંસુધી અપરોક્ષાનુભવ (સાક્ષાત્કાર) શી રીતે થઈ શકે ? તાત્પર્ય કે, સાત કિવા અજ્ઞાત રીતે કુંડલિનીનું ઉત્થાન તે દરેક આત્મવેત્તાને થયેલું જ હોય છે. હવે કુંડલિનોના ઉત્થાન વખતે દુઃખ થવાનું શું કારણ છે, તેને સંક્ષેપમાં વિચાર કરીશું.
કુંડલિની જાગ્રત થતાં દુઃખ થવાનું કારણ જેવી રીતે શરીરમાં કોઈ ભાણ સડી ગયો હોય તો પ્રથમ તે ભાગને કાપીને સાફ કરે પડે છે, તેને
ખતે અને કાપ્યા પછી પણ રૂઝ આવતાં સુધી ભય કર વેદનાઓ સડન કરવી પડે અને પાછળથી જ્યારે સંપૂર્ણ રૂઝ આવી જાય છે ત્યારે જ શાંતિ થાય છે. તે પ્રમાણે આજ સુધી શરીરની નાડીઓમાં સંચય કરી રહેલા મેલનું ભક્ષણ કરી તેને આ કુંડલિની સાફ કરે છે અને ઘણા કાળ સુધો એકઠા થયેલા મેલને સાચટ કરી શરીરને તદ્દન પવિત્ર અને શુદ્ધ બનાવે છે. આ ક્રિયા ચાલુ હોય છે તે વખતે પ્રકૃતિમાં અસ્વાસ્થ ઉત્પન્ન થવા પામે છે. વિચાર કરો કે, જેમ કે જીવિત ભાગને કાપવામાં આવે તે કેટલી વેદના થાય ? તેમ કુંડલિની કે જે ઘણા સમયથી મેં બંધ કરીને પડેલી હેય છે, તેનું મેં ચીરાથી કેટલું બધું દુઃખ થતું હશે? અથોત દુ:ખ થવાનું કારણું તો આપણી અજ્ઞાનતા જ હોય છે. આમ કુંડલિ લીનું ઉત્થાન થતાં અન્નમય અને પ્રાણમય બંને દેશોનું ઉલ્લંઘન કરીને એની મમય કાશમાં સ્થિત થતો હોવાથી તેને ભૂખ તથા તૃષાથી પીડા થતી નથી. આ રીતે શરીરમાં તમામ મેલ સાફ થતાં એ કુંડલિની નાગણની જેમ સરસર કરતી ઉપર ચઢે છે અને સુષુણ્ણા દ્વારા સીધી ઊભી થઈ મોડું ઉપર કરી મસ્તક સુધી પહોંચી જાય છે. બીજી બાજુએ જેમ કુવારામાંથી પાણીનું સુર થાય છે તેમ તે નિ સ્વતઃસિક રીતે કાઈ પણ સાધનની અપેક્ષા વગર પુરને પામે છે. આ વખતે પ્રકાશાદિ બીજ પણ પુષ્કળ અનુભવ થાય છે, પરંતુ અને