________________
૩૬૬ ]
માસૂમૌ તાજેતરપિ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અહ ૬/૧૪ આવેલા હોય છે. તેવા ચિરંજીવી કાકભુશંડ અને મહર્ષિ વસિદ્ધ થયેલ સંવાદ સંક્ષેપમાં આ પ્રમાણે છે, તે તું લક્ષ્યપૂર્વક સાંભળે
પ્રાણાપાન વાયુની ગતિ વસિઇજી પૂછે છેઃ પ્રાણવાયુની ગતિ કેવી હોય છે? તેના ઉત્તરમાં કાકભુશું કહે છે; હે વસિષ્ઠ મુનિ! તમે જાણે છે છતાં મને લીલાથી પૂછી રહ્યા છો, તે હું તેને ઉત્તર આપું છું; પ્રાણુની ગતિના સંબંધમાં મારું વચન સાંભળે. પ્રાણવાયુ સર્વદા ચલનશક્તિવાળો અને હંમેશ ગતિ કરનાર છે. વ્યાપારમાં આ બહાર છે તથા અંદર છે. એવા પ્રકારના વિભાગે જે વડે થઈ શકે છે તે તો ફક્ત આ એક દેહ છે. દેહને આધારે જ આ અંદર છે અને આ બહાર છે એવા ભેદો પડી શકે છે. બહાર બંદરના વિભાગ પાડનાર આ દેહમાંથી ઉપર ગતિ કરનાર જે ઉ સ વાયુ તે પ્રાણ કહેવાય અને બહારથી પાછો અંદર ગતિ કરનારો જે નિઃશ્વાસ તે અપાન કહેવાય છે. આ અપાન વાયુ પણ હંમેશ ચલનશક્તિવાળે અને સર્વદ ગતિવાળો છે. જમત, સ્વમ અને સુષુપ્તિમાં પણ આ ઉસ અને નિઃશ્વાસરૂપી ગતિથી પ્રાણીમાત્રના સ્વભાવે કરીને હરહંમેશ જે ઉત્તમ પ્રાણાયામ થતા રહે છે, તેમાં જે દશ ભેદો છે તે હું લેકેના કલ્યાણને માટે જણાવું છું
સ્વાભાવિક રીતે થતા પ્રાણાયામના દશ પ્રકારે (૧) લેમ આંતર રેચક કઈ પણ પ્રકારનો યત્ન કર્યા વગર સ્વાભાવિક રીતે (પિતાની મેળે)જ હદયકમળાની ગુહાઓને વાયુ ઉસરૂપે અંદરથી બહાર નીકળવા તૈયાર થાય છે અને તેથી હદયની અંદરનું આકાશ તદ્દન ખાલી થાય છે, તેને પુરુષ લેમ આંતર રેચક પ્રાણાયામ કહે છે એટલે નિઃશ્વાસને સહાકુંભકમાં વિલય થવો તે જ આંતર રેચક સમજ. આને સહજરેચક પણ કહે છે. (૨) લેમ બાહ્ય પૂરક: નાસિકા તથા મુખાદિ માર્ગથી ઉસ બહાર નીકળી નીચેના બાર આગળના પ્રદેશમાં એટલે મુખ અથવા નાકના અમથી બાર આંગળના ગેલકમાં પ્રથમ જઈ તે પ્રદેશને સંકેચી દબાવી નાખે છે અને આથી આ બહારના આકાશને સર્વ પ્રદેશ પુરાઈ જાય છે, તેથી તેને ધીર પુરુષો લેમ બાહ્ય પૂરક પ્રાણાયામ કહે છે. પૂરક એટલે પૂરી કરી ભરી નાખવું તથા રેચક એટલે ખાલી કરી નાખવું, એવે સામાન્ય અર્થ છે. (૩) બાહ પૂરકઃ ઉપર જે બાર આગળ પ્રદેશનો પ્રાણાયામ કહ્યો તે બાર આગળનો પ્રદેશ ખાલી હોય છે ત્યારે એ કક્ષાની બહાર જે (ભૂત) આકાશ હોય છે તેના વાયુ વડે તે પ્રદેશ જ્યારે ફરીથી પૂરાઈ જાય છે ત્યારે ધીર પુરુષો તેને વિલેમ બાહ્ય પૂરક પ્રાણાયામ કહે છે. એટલે બાહ્ય પૂરકની સહજકુંભમાં સ્થિરતા થયા બાદ તે ભાગ ખાલી થઈ જાય છે અને નિઃશ્વાસરૂપે ઉદય થનાર વાયુથી જ્યારે એ બાર આંગળને પ્રદેશ નિઃશ્વાસથી પૂરાઈ જાય છે તે બાહ્ય પૂરક છે, એમ સમજે. સહજ પૂરક પણ આનું જ નામ છે. (૪) સહજકુંભક: બહારથી અંદર આવેલો નિઃશ્વાસ પૂરો થયા પછી અને હૃદયમાં ઉરસને ઉદય થવા પામેલ ન હોય ત્યાંસુધી એટલે એ બે ક્રિયાની વચ્ચેની સંધિની અવસ્થા તે (વિલમ) સહજકુંભક કહેવાય; જે કેવળ યોગીઓના જ અનુભવમાં આવે છે. નાકના અગ્રથી બહાર બાર આંગળના પ્રદેશમાં પણ રેચક, કુંભક તથા પૂરક એ રીતે પ્રાણાયામના ત્રણ અવરથાઓ પ્રયત્ન વિના જ થતી રહે છે.
નાકની ટોયથી બહારની બાર આંગળ સુધી નીચેનો પ્રદેશ કે જે નિઃશ્વાસને આવવાનું સ્થાન છે, તેમાં પણ સર્વદા યત્ન વગર જ પૂરક, કુંભક તથા રેચક નામના ત્રણ પ્રકારો સ્વાભાવિક રીતે થતા હોવાનું વિધાનએ કહેલ છે. તે જણાવું છું. તે સાંભળો નાસિકાના અગ્રની બહાર બાર આગળના પ્રદેશના છેડામાંથી જે નિઃશ્વાસ નામનો વાયુ ઉદય પામે છે, તે વાયુની આ બહારના પ્રદેશમાં થતી પૂરા આદિ અવસ્થાઓને નીચે પ્રમાણે ચિંતન કરવું ? ( ૫ ) બાહ્ય કુંભક: નાસિકના અગ્રથી બહાર બાર આગળના નીચેના ખાલી આકાશના ભાગમાં જે બારમા આંગળને છે કે જે નાસિકાની બરાબર ટોચની સામે હોય છે, તેમાં માટીની અંદર રહેલા પરંતુ નહિ ઉત્પન્ન થયેલા ઘડાની પેઠે નિઃશ્વાસને ઉદય થવા પૂર્વની જે રિથતિ હેય છે, તેને વિદ્વાને સ્થિર, બાથ અથવા કેવળકુંભક કહે છે. (૬) પહેલે બાહ પૂરા હદયમાંથી