________________
૩૬ર ]
ઇતનુવં ચ મચેલૈ વર–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૭ ૬૪
પાકે થયેલો હોતો નથી, તેથી કરીને વાસનાઓના અંશ તેમનામાં શેષ રહેવા પામેલ હોય છે, તેમનું મન નષ્ટ થયેલું હોતું નથી તેથી તેઓ મંદ જ્ઞાની હોઈ તેમને “સમનસ્ક' કહેવામાં આવે છે; સમનસ્ક એ માત્ર જ્ઞાની જ કહેવાય છે અને નષ્ટમાનસ તથા બહુમાનસ એ બે જીવન્મુકત હોય છે.
જ્ઞાનીને વ્યવહાર : જેઓ માત્ર જ્ઞાની હોય છે તેઓ પ્રાપ્ત થયેલું સુખદુઃખ ભોગવે છે અને નિત્ય પ્રારબ્ધને આધીન રહે છે. તેમને દેહાંતે મોક્ષની પ્રાપ્તિ થઈ વિદેહમુક્તિ મળે છે.
નષ્ટ માનસને વ્યવહાર ઉપર જે નષ્ટમાનસ કહેવામાં આવ્યા તેવા લોકે એ તો પ્રારબ્ધને પણ જીતેલું હોય છે. હે પરશુરામ! જીવોની મનરૂપ ભૂમિમાં પૂર્વ પ્રારબ્ધના બીજથી બે ગ૩૫ અંકુર ઉતપન્ન થાય છે પણ નષ્ટમાનસ પુરુષોને તો તે મનાભમિ જ નહિ હોવાથી સળના બીજની માફક તેમના પ્રારબ્ધની તમામ શક્તિઓ નાશ પામે છે. હવે બહુમાનસ રહ્યા.
બહુમાન જીવન્મુક્તોને વ્યવહાર જેમ કાઈ બહિશાળી મનુ, એક વખત પાંચ દશ કામ કોઈ પણ જાતની અડચણ વિના કરે છે અને તેવા કર્મકુશળ માણસો તો વ્યવહારમાં પણ વારંવાર જોવામાં આવે છે, તે જ પ્રકાર આ બહુમાનસ નાનીનો પણ છે. સાધારણ માણસ પણ રસ્તે ચાલને જાય છે, મેઢયી વાતો કરતો જાય છે અને હાથ વડે ક્રિયા કરે છે. એવું તો હંમેશ જોવામાં આવે છે. મન એક જ હોવા છતાં જેમ આ ત્રણે ક્રિયાઓ એકી સાથે જ થાય છે, તેમ જ આ ઉત્તમ જ્ઞાનીઓ સ્વરૂપાનુસંધા થકી ચલિત નહિ થતાં પવહારમાં નિર્ભયતાથી વર્તે છે. ઘણા વિદ્યાર્થીઓ એકી સાથે જ્યારે અધ્યયન કરતા હોય છે ત્યારે તેમાંથી કયો અશુદ્ધ બોલે છે, ક ઉરચાર જ કરતો નથી, કયાનું બોલવું બરાબર છે તે તમામ એક જ શિક્ષક એક વખતે જુએ છે, એ વાત તો દરેકના અનુભવની છે. અગર છે પરશુરામ ! તે મારી નાખે તારો હજાર હાથવાળે શત્ર સહસ્ત્રાર્જુન એટલા બધા હાથે વડે અનેક આયુ પકડીને જરા પણ ભૂલ નહિ કરતાં તારી સાથે કેવી રીતે લાવ્યો, તે તે નજરોનજર જ જોયું છે ને ? જેમ વ્યવહારી પુસ્થાનું મન બહુવિધ થઈને ક્રમે ક્રમે આવનાર અનેક કાર્યો કરે છે, તેવી જ સ્થિતિ ઉત્તમ જ્ઞાનીઓની હોય છે. તેમનું આત્માકાર થયેલું મન બાહ્ય વિષયના આકાર વડે વ્યવહારમાં પરિણામ પામતું જોવામાં આવે છે છતાં તેમની સ્થિતિમાં કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી; તેથી તેઓ બહુમાન કવાય છે. તેમનું પ્રારબ્ધ તેમની મનોભૂમિ ઉપર જેવું અંકરિત થાય કે તુરતાતુરત તેવું ને તેવું જ તે જ્ઞાનાગ્નિધી બળી ભસ્મ થઈ જાય છે. પુનઃ અંકુર ફૂટે છે એટલે ફરી બળી જાય છે. પ્રારબ્ધબીજનો અંકુર એટલે સુખદુઃખની પ્રાપ્તિ અને તેને અર્થે વિચાર ચાલુ થવા એ તેનું ફળ છે, પણ જો અંકુર જ બળી જાય તો પછી ફળ જ કયાંથી થવાનું? તેથી એવા બહુમાનસ જ્ઞાનીનો જે વ્યવહાર ચાલે છે તે તો કેવળ દૃઢ પરિચિત એ પાછલા અનુસંધાન વડે અથવા સંસ્કાર પ્રાબલ્યથી જ. જેવી રીતે કોઈ પ્રૌઢ માણસ છે.કરાંની સાથે રમત રમત જોવામાં આવે છે ત્યારે તે કોઈ કઈ વાર ક્ષુદ્ર નિમિત્ત વડે આનંદિત થતો દેખાય છે અને વળી પાછો એકાદ પૂતળી ખવાઈ જ પામતો જણાય છે. તેવી જ રીતે આ બહુમાનસ જ્ઞાની પુરુષો વ્યવહારમાં વત તી વખતે આનંદ અને ખેદ પામતા હોય એમ જણાય છે. બીજા કોઈનું કાર્ય કરતી વખતે તેમાં થતી લાભહાનિથી ઊપજતા હર્ષ અને ખેદ જેવી રીતે આપણને બાહોદ્દભૂત ઉપલક જ લાગે છે, પરંતુ અંતઃકરણપૂર્વક થતાં નથી, તેવી જ જાતનો બહમાનસ જ્ઞાનીઓનો વ્યવહાર હોવાથી તેમના હૃદયમાં હંમેશને માટે પૂર્ણ શાંતિ હોય છે. આ ન જ ડાંગર ખાડયા બાદ તેમાંથી નીકળની બારીક કુસકી કે જેમાં અત્યંત ઝી શું કશુંકી " કણે રહી જવા પામેલા હોય છે, તેવી ફરકીને ફસળ [સંસ્કૃતમાં કસૂલી કહે છે.