________________
ગીતાદહન ] પૃથ્વીનું વિશાળ રાજ, ને મહેલે માગ, તથા
[ ૩૫૯ પૂર્વના દુષ્કતજન્ય સંસ્કાર વડે મલિનતા આવેલી હોય છે, તેથી તપદેશ વખતે તે તેમને ઘાત કરે છે. ગુરુએ ઘણી ઘણી વખત યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યા છતાં પણ તેમનું તેનાથી આકલન ગ્રહણ) જ થઈ શકતું નથી, જેથી તેઓ આત્મનિશ્ચય કરી શકતા નથી; એ કર્મવાસના કહેવાય. આ વાસના તે મનનો નિરોધ કરવા છતાં પણ જીતવી અત્યંત કઠણ છે; તે તે અનેક જન્મ પછી જ્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે જ જીતી શકાય છે. તે માટે ગમે તેટલા ઉપાયો વ્યર્થ નીવડે છે. છતાં તેના નિવારણાર્થે અત્યંત દઢતા અને નિશ્ચયથી લાંબો સમય નિકામ ભાવે ઉપાસના ચાલુ રાખવી પડે છે. હવે કામવાસના રહી. (૩) કામવાસનાઃ કામ્ય એટલે કર્તવ્યશેષ. મારું આ અમુક કત એ છે, તે કર્તવ્ય બાકી છે ત્યાદિ દઢ ભાવના હોવી તે કામવાસના છે. તેની શાખાઓ પણ ઘણી છે, ઉપરાંત તેને વિસ્તાર પણ અનંત છે. હું પરશુરામ! સમુદ્રનાં મોજાંની ગણતરી થઈ શકે ખરી કે? અથવા તો પૃ વીમાના પરમાણુઓ અગર આકાશના તારાઓની ગણતરી કદી કોઈનાથી થઈ શકે ખરી કે? તે મુજબ આ વ્યવહારમાં તૃષ્ણા એવાળા મનુષ્યોનાં કામ્યકર્મોની સંખ્યા નક્કી કરવી અશક્ય જ છે. હે પરશુરામ ! તને જે કહી તે આ ત્રીજી કામ્યવાસના કહેવાય. એ આકાશ કરતાં પણ વિસ્તીર્ણ (વિશાળ) અને પર્વતે કરતાં પણ અતિશય દઢ છે. એ કામ્યવાસનાને આશાપિશાચિકા પણ કહે છે. તેના વડે જ આ તમામ લોક ગાંડા જેવા થયેલા છે અને દુઃખાગ્નિથી બળ્યા ઝળ્યા “હાયહાય' કરી બૂમો પાડે છે. કાંઈ થોડા મહાત્માઓ જ માત્ર એક મહામંત્ર (હું કેણ એવો સુવિચાર ઉત્પન્ન થવા એ જ મહામંત્ર કહેવાય છે) અને વૈરાગ્ય બળ વડે આ આશાપિશાચિકારૂપ કામ્યવાસનાના જડબામાંથી છૂટીને સર્વાગ શીતળ થયેલા જોવામાં આવે છે.
• વાસનાની નિવૃત્તિના ઉપાય હે પરશુરામ! આ ત્રણ પ્રકારની વાસનાઓથી મન ઘેરાઈ ગયેલું હોવાથી જ તે ચિતત્વ ભાસમાન
; તસ્માત વાસનાનો નાશ એ જ તમામ સાધનોનું ફળ છે. તેમાં પહેલી અપરાધવાસના વિચારપૂર્વક નિશ્ચય કરવાથી નિવૃત્ત થાય છે, બીજી કર્મવાસના એક જન્મમાં અગર કદાચ અનેક જન્મો પછી જ્યારે પરમેશ્વરની કૃપા થાય છે ત્યારે જ નિવૃત્ત થઈ શકે છે. તેને માટે બીજા સેકડેઃ ઉપાયો પણ નકામા છે. છતાં મમક્ષ નિઃશંક થઈ દઢ નિશ્ચય પૂર્વક શ્રદ્ધાથી શ્રવણ, મનન, નિદિધ્યાસન, સત્સંગ અને નિષ્કામ ઉપાસના ચાલુ રાખે છે તેમાં લાંબે સમયે ફળીભૂતતા મેળવી શકે છે. ત્રીજી કામવાસના તો વૈરાગ્યાદિ સાધનોથી નિવૃત્ત થાય છે. એ વરાગ્ય વિષયમાં દોષ્ટિ રાખ્યા વિના પ્રાપ્ત થતો નથી. એ કામવાસનાઓ જેટલી વધારે ઓછી હશે તેટલી દેશદષ્ટિ પણ ઓછીવત્તી રાખવી પડે છે; પરંતુ આ બધાનું મુખ્ય કારણું તે મુમુક્ષતા છે. તેના વિના શ્રવણ મનન કર્યાનો ખરો ફાયદો કદી પણ થતું નથી, પરંતુ ફક્ત ભાવણું કરવાની કલા જ આવંડ છે, પરંતુ કેવળ એવી ભાષણ કરવાની કલાથી કાંઈ પરમપદની પ્રાપ્તિ થતી નથી.
| મુમુક્ષતા તીવ્ર હેવી જોઈએ તીવ્ર મુમુક્ષતા નહિ હોવા છતાં પુષ્કળ વિચાર કરેલો હશે અથવા શ્રવણાદિક કરેલું હશે; તે તમામ મહાને પહેરાવેલા અલંકારની માફક તદ્દન વ્યર્થ છે. તેમ મંદ મુમુક્ષુ ના પણું વ્યર્થ છે. સામાન્ય રીતે આપણે હાથે પુણ્ય તે થાય છે ને ? એટલી જ ઈચ્છા કઈ કામની નથી. પુની લાલસાથી થતું કર્મ મેક્ષનું ફળ આપી શકતું નથી. કેમ કે તેની અંતરમાં લોકેષણાદિ હોય છે. સુખની ઇરછા કયા જીવને નથી? અર્થાત દરેકને છે, તો પછી તેને માટે મંદ એવી મુમુક્ષતાને શો ઉપગ ? મુમુક્ષતા અત્યંત તીવ્ર હોવી જોઈએ તે જ જલદીથી મોક્ષ૫ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તીવ્ર મુમુક્ષતા એ જ એકલી દરેક સાધન સમુદાયમાં બસ છે: કારણ કે, એ જ દરેકને સાધનામાં પ્રવૃત્ત કરે છે; તેથી એવી પ્રવૃત્તિ થવી તેને જ તત્પરતા કહેવામાં આવે છે. આખે ડીલે દાઝેલો માણસ જેમ એક શાંતિ વિના બીજા કશાની પણ ઈચ્છા રાખતા નથી, તેમ જ્યારે સંસારમાંથી મુક્ત થવા સિવાય બીજું બધું સૂઝવાનું બંધ થશે ત્યારે તેવી ઉત્કૃષ્ટ મુમુક્ષતા જ મેક્ષરૂપી ફળ આપવા સમર્થ નીવડશે; પણ આ સ્થિતિ તે મેક્ષ વિના બીજા તમામ પ્રાપ્તવ્યને ઠેકાણે દોષદષ્ટિ કરવાથી જ
થતું નથી; તમાત વાસનાને