________________
ગીતાસાહન ]
મને અવરોધમાં ન નાખ ને વચનમાંથી મુક્ત કર.
[ ૩૪૫
માંડે છે, ત્યારે આ કુટીચક્ર મળે અર્ધચંદ્રના આકારનો ચંદ્રામૃતના તળને જે ભાગ છે, તેને ફરીથી ધીમે આઘાત લાગતાં તે વાંકે થાય છે અને તેમાંનું અમૃત “કુંડલિની'ના મુખમાં ટપકવા માંડે છે અને તેથી તેમાં આ અમૃતરસ ભરાઈ જઈ તે રસનો સર્વ અંગોમાં પ્રસાર થાય છે અને પ્રાણવાયુ વડે તેના તે સ્થાનમાં જ જીણું થઈ જાય છે. તપાવેલી મૂસમાંથી પાણી નીકળી ગયા પછી રેડેલા મુખ્ય ધાતુના રસથી જેવી રીતે તે મૂસ ભરાઈ રહે છે એટલે મૂસને આકાર જ રસને પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે “કુડલિની”નું આ રીતે ઉત્થાન થતાં શરીર અત્યંત તેજસ્વી દેખાય છે. જાણે કે મૂર્તિમંત તેજ જ ન હોય ! એ તેના શરીરની કાંતિને ભાસ થવા માંડે છે (વધુ માટે જુઓ જ્ઞાનેશ્વરી ગીતા અધ્યાય ૬, એવી ૧૬૩ થી ૨૫૦ ),
કુંડલિની શક્તિ તથા સુષુણ્ણાનું વધુ વર્ણન આ વિવેચન આપવાનો ઉદેશ એ છે કે, આમાં પ્રસ્તુત સમયે પ્રચલિત એવા સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજનો પોતાને અનુભવ છે. આ તો ફક્ત તેમના વ્યક્તિત્વ પૂરતું થયું. આને અર્થે બધાને કાંઈ તેમણે બતાવેલ આ મુદ્રા કિવા આસનના એક જ માર્ગથી “કુંડલિની'નું ઉત્થાન થાય છે એમ નથી, પરંતુ હઠયોગશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અન્ય કોઈ પણ આસન કે મુદ્રા દ્વારા પ્રાણે પાસના કરવા થકી પણ અતિ
કંડલિની” જાગ્રત થઈ શકે છે. જે કુંડલિની'નું ઉત્થાન થઈ સુષુમણા નાડીની સિદ્ધતા થવી એ જ ગમાર્ગનું અંતિમ ધ્યેય છે; બાદ પચક્રનું ભેદન કરી ક્રમે તે નિર્વિકપ સમાધિમાં સ્થિત થાય છે. પકભેદન બાબતમાં આગળ (પૃ૪ ૩૫૨ થી ૩૫૬ માં ) વિવેચન આવશે. હાલમાં આ “કુંડલિની' તથા સુષુણ્ણા નાડી સંબંધમાં અને સભામાં બિરાજેલા શ્રીવસિષ્ઠ મહર્ષિએ શ્રીરામચંદ્રજીને આપેલા મનનીય બોધના વિવેચનનો પણ વિચાર કરવો જરૂરી છે, કેમ કે આ વિષયના બોધની પરિપકવતાને માટે તે ઉપયોગી છે.
શ્રીવસિષ્ટ કહે છેઃ શિખિધ્વજ રાજાની કથાના ચાલતા પ્રસંગમાં આવેલ સિદ્ધિ આપનારા પ્રાણાયામના અભ્યાસની ક્રિયા હું કહું છું તે સાંભળો. સાધન સંબંધી સર્વ માનસિક વાસનાઓને ત્યજી ઈ સિદ્ધાસનાદિ આસન વગેરે યોગશાસ્ત્રમાં કહેલા નિયમેથી, ગુદાદિ દ્વારને સંકુચિત કરીને ભજન, આસન, સ્થાન આદિની શુદ્ધિ વડે, શુભ શાસ્ત્રોના ભાવનો ખૂબ જ વિચાર કરી સદાચારથી, સત્સંગથી, સવનો ત્યાગ કરવાથી, સુખાસનથી, પ્રાણાયામથી, દઢ અભ્યાસથી, ક્રોધ લાભ ઈત્યાદિ ત્યજી દેવાથી, ભેગનો ત્યાગ કરવાથી તથા પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામનો અત્યંત અભ્યાસ કરવાથી યોગીઓના પ્રાણાદિક સર્વ વાયુઓ પોતાના તાબામાં આવી જાય છે અને રાજાને જેમ નોકર અધીન રહે છે તેમ એ યોગી પુરુષને સર્વ પ્રાણાદિક વાયુઓ સ્વાધીન થઈ જાય છે; તેમ જ રાજયથી મોક્ષ સુધીની તમામ સિદ્ધિઓ પણ દેહમાં રહેલા પ્રાણવાયુને જ અધીન હોવાથી તે સર્વે યોગ્ય અધિકારીઓ અભ્યાસ વડે મેળવી શકે છે.
સુષષ્ણુ અને તેમાંથી નીકળનારી સે નાડી વિસ્તાર પ્રાણની ગતિ નાડીઓ દ્વારા થાય છે. સર્વ નાડીઓનું મૂળ સુષુણ્ણા નાડી છે. તેમાંથી ઝાડમાંથી નીકળતી મુખ્ય શાખાઓની જેમ મુખ્ય સો નાડીઓ નીકળે છે અને તે સર્વ મર્મસ્થાનોમાં રહેલી હોય છે. તે નાડી જળમાં ઉત્પન્ન થતી ભમરીઓની જેમ જૂના અરધા (૬) ભાગ સમાન ગાળ છે; તેને જ આંતરડાં વીંટીને રહ્યાં છે. માટે તે આંત્રનાડી ગણાય છે. આ નાડી દેવ, અસુર, મનુષ્ય, મૃગ, મગરમચ્છ તથા પક્ષી આદિમાં અને કીટથી માંડી બ્રહ્મદેવ પર્યત સર્વ બ્રહ્માંડભરનાં તમામ પ્રાણીઓમાં ઓતપ્રેત પ્રસરેલી છે.
કુંડલિની શક્તિ ટાઢથી પીડાઈ ગૂંચળું વાળીને સૂતેલા સર્પના દેહની જેમ ગૂંચળું વળીને રહેલી સાડાત્રણ ગૂંચળાંવાળા ચકચકતી, સફેદ વર્ણવાળી, પ્રલયકાળના અગ્નિથી જેને વચલે ભાગ ગળી ગયેલ હોય તેવા પ્રકારના કરતા ચંદ્રના વર્ણ જેવી, ગાળ આકારવાળી, મૂલાધારથી માંડી ભકટીના મધ્ય ભાગ સુધી તમામ છિદ્રોમાં
I