________________
૩૪૪] મા મૌોસ્વત મા નૈના ઇ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૬/૧૪.
કુંડલિની દૂષિત ભાગને સાફ કરે છે હે કિરીટી! એ વેળાએ હદયકમળની નીચે જે વાયુ ભરેલો હોય છે તેને ગળે બાઝીને એ આલિંગન આપે છે અને તેના મુખમાંની જવાળાથી નીચે તથા ઉપરના માંસાદિકને પ્રસ કરીને તેને તે ખાવા મંડી પડે છે. આ મુજબ જે જે સ્થળેથી વધેલો મેદ મળે ત્યાંના માંસને પ્રાસ તે સહજ કરે છે, ત્યાર પછી શરીરમાંના બાકી રહેલા દૂષિત નાગને પણ તે સ્વાહા કરી જાય છે એટલે બ્રહ્મરંધ્ર ભણી ઊભું થવાને નડતરરૂપ એવો મેરુદંડની આજુબાજુએ તથા ઇતર સ્થળે જે દૂષિત ભાગ હોય છે તે સર્વ સફાચટ કરીને સાફ કરી નાખે છે; પછી પગનાં તળિયાં તથા હાથની હથેલીનું શોધન કરીને બાઘાંગને એટલે ઉપરના અંગને પગ ભેદ કરે છે. આ મુજબ તે અંગમાંના સંધિના ભાગ સહ પ્રત્યેક ભાગની જડતી લઈ નાખે છે. એટલું જ નહિ, પરંતુ તે પોતાના મૂળ સ્થાનને નહિ છોડતાં નખમાંના સત્તને પણ ખેંચી કાઢે છે તથા વચાને ધોઈને અસ્થિ અને શિરાઓની સાથે જઈ મેળવે છે. તેમ જ અરિથઓની નાડી એમાંના રસને કાઢીને શિરામાંના ગર્ભને સૂકવી નાખે છે અને તેથી બહારની લોમની નાડીઓની વૃદ્ધિનાં મૂળ કરમાઈ જાય છે. ત્યાર પછી સપ્ત ધાતુના પગરમાં પ્રવેશી તે પોતાની તૃષાને તૃપ્ત કરે છે અને એ સાથે શરીરને સ્વતંત્ર કેરું (શુષ્ક) રાખ જેવું બનાવી નાખે છે. નાસિકાના રંધ્રમાંથી જે વાયુ બાર આંગળ જેટલા વિસ્તારમાં બહાર નીકળે છે, તેનું ગળું દબાવીને તે તેને અંદર પેસાડી દે છે; તે વેળાએ પ્રાણ અને અપાન એ બે વાયુઓ સંકુચિત થાય છે, પ્રાણવાયુ અપાનવાયુને દાબી રાખે છે તથા એ બંનેના આલિંગન મળે એટલે સંવિપ્રદેશમાં ચક્રેડના પડદા અર્વારાષ્ટ્ર રહે છે. પ્રાણુ અને અપાન એ બંને વાયુઓ જ્યારે એક જ વખતે અને એક જ સ્થાનમાં મળી જવાનો પ્રસંગ આવે છે ત્યારે પ્રથમ તે આ “કુંડલિની” જરા ગભરાઈ તેમને પાછા જાઓ, તમારું અહીં શું કામ છે? એમ કહે છે.
કુંડલિનીનું ઉત્થાન થવું હે અર્જુન! સાંભળ. કુંડલિની શરીરમાંના પંચમહાભૂતાદિ પછી પૃથ્વી તત્ત્વ તથા જડ તત્ત્વોનું ભક્ષણ કરીને તૃપ્ત થયા પછી સૌમ્ય એટલે શાંત બની સ્વસ્થતાથી સમૃણા નાડી પાસે રહે છે. આ રીતે ગુપ્ત બનેલી કલિની પોતાના મુખમાંથી જે વિશ્વને ઓકે છે તે ગરલરૂ૫ અમૃત થકી જ પ્રાણનું રક્ષણ થાય છે. “કુંડલિનાં” જાગૃત થઈ તે પૃથ્વી તથા જડ તત્તના ભાગને જ્યાં સુધી સફાચટ કરવાનું કાર્ય કરે છે ત્યાં સુધીને માટે તે શરીરમાં ઘણે દાહ થાય છે અને પ્રકૃતિ ભયંકર અસ્વસ્થ બને છે; પરંતુ તે શરીરમાંના સર્વ મેલને ખાઈ જઈ તદ્દન શુદ્ધ કરીને જ્યારે તે શુદ્ધ થયેલ વિષને એકે છે, ત્યારે તે વિષ૫ અગ્નિદાહ તેના મેઢામાંથી બહાર નીકળો તે વડે પ્રાણનું રક્ષણ થાય છે તથા સર્વા ગમાં થયેલો દાહ શમી જાય છે અને તેથી અંગમાંનું ગયેલું સામર્થ્ય ફરી વાર પાછું આવે છે તથા નાડીઓનું વહન બંધ થાય છે. પ્રાણાદિ વાયુઓના વ્યાપાર બંધ થવાથી શરીરના સ્થૂળ ધર્મો અવશિષ્ટ રહેવા પામતા નથી. ઈડા, પિગળા નાડીઓ એકત્ર થઈ જાય છે. (૧) બ્રહ્મગ્રંથિ, (૨) વિષ્ણુગ્રંથિ તથા (૩) ગ્રંથિ, એ ત્રણે ગાંઠ છૂટે છે; તથા (૧) મૂલાધાર (૨) સ્વાધિષ્ઠાન, (૩) મણિપુર, (૪) અનાહત, (૫) વિશુદ્ધ અને (૬) આજ્ઞા, એ મુખ્ય છ ચક્રો તથા સહસ્ત્રાર નામનું જે અંતિમ સ્થાન છે તેના સંબંધે લુપ્ત થાય છે, ત્યાર પછી અનુક્રમે જે પ્રાણાપાન વાયુઓ તથા ઈડ પિંગલા નાડીઓ કે જે સૂર્યચંદ્રના નામથી પણ ઓળખાય છે તે વાયુઓ તથા નાડીઓ અને વચ્ચે સર્વ તેજોમય અને અમિસ્વરૂપ એવી જે સુષુમણું નાડી કે જેના મૂળ પ્રદેશમાં ચિત્રા નામની નાડી છે તેના મધ્યમાં ઇછા જ્ઞાન અને ક્રિયાશક્તિયુક્ત એવું સ્વયંભૂ લિંગ છે. તે તમામનો વિલય થઈ જાય છે, અંધારાની જેમ દીપકના પ્રકાશની સહાયતાથી શોધવા છતાં પણ દષ્ટિગોચર થતા નથી. બુદ્ધિની જ્ઞાનકળા પણ પોતાના સ્થાનમાં જ સમાઈ જાય છે. નાસિકામાં અવશિષ્ટ રહેલી સુગધ પણ “કંડલિની" સાથે જ સુષુષ્ણુમાં ચાલી જાય છે. તે વેળાએ ભૂકહીચક્ર મળે જે ચંદ્રામૃતના તળનો ભાગ છે, તેને ધીમે આઘાત થતાં એટલે પ્રાણવાયુ શરીરમાં નીચે નહિ ઊતરતાં કુંભકધારા નાકના મૂળથી મસ્તક ઉપર ચઢવા
-
-
= . ,--
=