________________
કમ ૨૧
ગીતાહન ] તું જ કહે છે કે આ સારી રીતે જાણી શકાય એવું સહેલું પણ નથી. [૩૪૯ [૨] શ્રાવણ, [૩] વેદના [૪] આદર્શ, [૫] આરવાદ અને [૬] વાર્તા; એ પ્રમાણે છ પ્રકારની જ્ઞાનસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. (૧) પ્રતિભ એટલે મનનું, સૂમ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ વસ્તુને જાણવાનું સામર્થ્ય, (૨) શ્રાવણ એટલે શ્રવણેદ્રિયનું દિવ્ય શબ્દ સાંભળવાનું સામર્થ્ય, (૩) વિદતા એટલે પશેન્દ્રિયનું દિવ્ય પર્શ જાણવાનું સામર્થ્ય, (૪) આદર્શ એટલે ચક્ષુરિંદ્રિયનું દિવ્યરૂપે જોવાનું સામર્થ્ય, (૫) આસ્વાદ એટલે જિ ઇંદ્રિયનું દિવ્ય રસને અનુભવ કરવાનું સામર્થ્ય તથા (૬) વાર્તા એટલે ધ્રાણેદ્રિયનું દિવ્ય ગંધ સંધવાનું સામર્થ્ય; એ મુજબની સિદ્ધિઓ તેને પ્રાપ્ત થાય છે. ભગવાન આગળ કહે છે; હે અર્જુન ! આ ઉપર કહેલી ગરિમાદિ પરાર્થસિદ્ધિઓ તથા પ્રતિભ વગેરે વાર્થસિદ્ધિએ જે તને. અત્યાર સુધીમાં કહેવામાં આવી છે તે વાસ્તવિક આત્મવરૂપની પ્રાપ્તિના જ્ઞાનમાં વિઘરૂપ છે, તેને જરા પણ સ્પર્શ નહિ થવા દેતાં જે પુરુષ આત્મજ્ઞાનરૂપ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે તે જ ખરો પુરુષાર્થી કહેવાય. આત્મજ્ઞાન સિવાયની સર્વ સિદ્ધિઓ વૈષયિક હેઈ સંસાર અવસ્થામાં જ તે સિદ્ધિરૂપ ગણાય છે, પરંતુ વાસ્તવિક તે સાચી સિદ્ધિઓ નથી.
કર્મરૂપ ઐશ્વર્યની સિદ્ધિઓ આમ પુરૂ એટલે આત્મરવરૂપનાં દર્શન થતાં સુધી પ્રાપ્ત થનારી વ્યવહારજ્ઞાનરૂપ સિદ્ધિઓનો સાર તેને સંક્ષેપમાં કહ્યો; હવે પ્રાણાદિ વાયુમાં સંયમ કરવાથી કમરૂપ ઐશ્વર્યાની સિદ્ધિઓની પ્રાપ્તિ જે વડે થાય તેનું સંક્ષેપમાં વિવેચન કરું છું; બંધના કારણની શિથિલતા થવાથી અને પ્રચાર એટલે નાડીઓમાં મનના વિચરવાના માર્ગોને જાણી તેમાં સંયમ કરવાથી યોગી પોતાના ચિત્તને બીજા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. ઉદાન વાયુના જય (સંયમ)થી પાણી કાંટા અને કાદવ ઉપર ઉપદ્રવ રહિત અસંગ રહી શકાય છે તથા તે વડે આકાશમાં ઉડ્ડયન પણ થઈ શકે છે. સમાન વાયુના જયથી અગ્નિ ઉપર સત્તા ધરાવી શકાય છે. કર્ણ અને આકાશમાં સંયમ કરીને તે ઉપર જય મેળવવાથી દિવ્યવાણી સાંભળી શકાય છે. શરીર અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી હું વગેરે હલકી વસ્તુઓ સમાન બનીને આકાશગમનાદિ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. મનને શરીરની બહાર ધારણ કરવું તે વિદેહાસિદ્ધિ છે. પૃથ્વી જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોનું ધૂળરૂ૫ છે, તે પિકી પૃથ્વીમાં કઠણતા, જળમાં કોમળતા, દ્રવત્વ અને સનેહપણું એટલે પિડીકરણ કરવાને ગુણ; તેજમાં ઉષ્ણતા; વાયુમાં પંદતા અને આકાશમાં અવકાશપણું વા સર્વાગતપણું એ નિયત ધર્મો હોઈ તે વડે આ પૃથ્વી છે, આ જળ છે વગેરે પંચમહાભૂતો જાણી શકાય છે; આને સ્વરૂપ પણ કહે છે. ક્રમે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ એ પાંચ તન્માત્રાઓ કે જે સ્થૂલ ભૂતનું કારણ છે, તે જ એ ભૂતાનું સૂમરૂપ કહેવાય છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણે પિતાના પ્રકાશ, પ્રત્તિ અને સ્થિતિ ધર્મો સહ પ્રત્યેક ભૂતમાં વ્યાપ્ત છે તે ભૂતનું અન્વયરૂપ છે તથા પ્રયોજનવાળું થવું તે અર્થતત્વરૂપ કહેવાય છે. ગુણેમાં સુખદુઃખાદિ ભેગ અને અપવર્ગ એટલે પિતાની સ્વરૂપસ્થિતિને સંપાદન કરવાની જે શક્તિ છે તેને લીધે સર્વભૂતો ભૌતિક પદાર્થોના ભોગ અને અપન સંપાદન કરવામાં જ લાગેલા રહે છે, એ તેઓન અર્થવસ્વરૂપ છે. આને ૩૫ પ્રયોજઆવે છે. આ પંચમહાભૂતોમાં સંયમ કરવાથી પંચમહાભૂતને વશ કરી શકાય છે, તથા ભૂતજય થતાં (૧) આણુમા, (૨) લધિમા, (૩) મહિમા, (૪) પ્રાપ્તિ, (૫)પ્રાકામ્ય, (૬)વશિત્વ, (૭) ઈશિત્વ, અને (૮) કામાવસાયિત્વ એ અષ્ટસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે; તથા રૂ૫, લાવણ્ય, બળ અને વજ સમાન શરીરની દઢતા પણ થઈ શકે છે; સિવાય ઇકિય ઉપર જય પણ મેળવી શકાય છે; ઇંદ્રિયજય થવાથી અંતે પ્રધાનશક્તિ ઉપર જય મેળવી શકાય છે, એટલે ક્રમે શિવ સ્વરૂપનું જ્ઞાન મેળવી શકાય છે. આ રીતે પ્રકૃતિપુરુષના ભેદના નાન વડે ઈશવશક્તિ પ્રાપ્ત થઈ શકે છે તથા પોતે આ સર્વ દયાદિનો વળ દ્રષ્ટા કિવા સાક્ષી છે, એ રીતનું જ્ઞાન થઈ સર્વાપણું પ્રાપ્ત થાય છે અને અંતે તમામ દસ્પજાળ ઉપર વૈરાગ્ય ઊપજી બીજસલ તમામ દો નષ્ટ થઈ જૈવલ્યની એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે,