________________
ગીતાહન] આ ધર્મ અતિ સૂક્ષમ હેવાથી સારી રીતે જાણી શકાય તેમ નથી, માટે– [૩૪ કહે છે; પ્રાણવાયુની આ પ્રકારની ગતિ તે વિલેમ સમજે. આ પ્રાણુ અને અપાનની વચ્ચેની સંધિને વિલમ કુંભક તથા અપાન ને પ્રાણની વચ્ચેની સંધિને અનુલેમ કુંભક કહેવામાં આવે છે; જે ઉપર કહેવામાં આવ્યું છે. આ ત્રણ પ્રકારનો પ્રાણાયામ જેમ જેમ યોગીનો અભ્યાસ વધે છે તેમ તેમ દેશ, કાળ અને સંખ્યાના પરિમાણથી સૂક્ષ્મ અને દીર્ધા થતો જાય છે. આ રીતે ઉપરના રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામના અભ્યાસ વડે સ્થિરતા થયા પછી સ્થિર કુંભક અથવા કેવળકુંભક નામના ચેથા પ્રાણાયામની સહજ સિદ્ધિ થાય છે. તે ક્રમે ક્રમે કુંડલિનીનું ઉત્થાન કરી કોનું ભેદન કરે છે તથા અંતે બ્રહ્મરંધ્રમાં સ્થિત થાય છે. હવે કુંડલિની એટલે શું ? તેનું ઉત્થાન કેવી રીતે તથા વચનું ભેદન કેવી રીતે થઈ શકે? વગેરે બાબતે જાણવાની પ્રથમ જરૂર છે. આ સંબંધે જ્ઞાનેશ્વર મહારાજે પોતે અનુભવસિદ્ધ ઘણું જ સુંદર વિવેચન કરેલું છે, તે પેગમાર્ગના જિજ્ઞાસુઓને માટે નીચે સંક્ષેપમાં આપવામાં આવેલું છે.
યોગાભ્યાસને માટે સ્થાન કેવું હોવું જોઈએ?
હે પાર્થ! “હવે હું તને ગમાર્ગ સ્પષ્ટતાથી બતાવું છું, પરંતુ તેને ઉપયોગ તે અભ્યાસ કર્યા પછી જ થઈ શકે છે. માટે એવા પ્રકારના યોગાભ્યાસને માટે પ્રથમ તો એક સુંદર સ્થાન શોધી કાઢવું જોઈએ તે સ્થાન એવું હોવું જોઈએ કે, જે વડે મનોરંજન થઈ ત્યાંથી ઊડવાની ઈચ્છા ન થાય અને તેને જોતાં જ વૈરાગ્યની જાગ્રતિ બમણા પ્રમાણમાં વધે; વળી તે સ્થાનમાં પૂર્વે કઈ સપુસપને નિવાસ થયેલો છે જોઈએ અને આજુબાજુ પણ મહાત્માઓનો જ નિવાસ હોવો જોઈએ કે જેથી મનમાં સંતાવ ઉત્પન્ન થાય અને વૈર્ય આવે. સિવાય તે સ્થાન અભ્યાસને ઉત્તેજન મળે એવું હોવું જોઈએ. એવી યોગ્યતાવાળું અતિ રમણીય સ્થાને જોઈને પાસેથી જનારા પાખંડી પુરુષના મનમાં પણ ક્ષણવારને માટે તે તપશ્ચર્યા કરવાની આસ્થા ઉત્પન્ન થવી જોઈએ, તે જ એ રથાનની ખરી મહત્તા. કોઈ પણ મનુષ્ય કામેચ્છાથી પોતાના ઘર તરફ જતો હોય અને તે સહેજ રીતે ચાલતાં અચાનક ત્યાં આવી ચડે, તોપગુ તેને આ સ્થાન છેડી જવાની મનમાં ઈચ્છા ન થાય એવું જે લાગે તો જ એ સ્થાનને ગૌરવ, અર્થાત જેને તે સ્થાનમાં રહેવાની ઈચ્છા ન હોય તેને પણ તે સ્થાનમાં જ રહેવાનું મન થઈ જાય તથા ભ્રમણ કરનારાઓને પણ ત્યાંથી ઊઠવાની ઈચ્છા ન થાય; તેમ જ વૈરાગ્ય ઉપજાવે અને ગમે તેવા વિલાસીને પણ એ સ્થાનને જોઈ આવા રમ્ય અને એકાંત સ્થાનમાં જ રહીએ તો કેવું સારું ! એમ લાગવું જોઈએ. આ રીતે તે અતિ ઉત્તમ, રમ્ય, એકાંત અને તન પવિત્ર સ્થાનમાં નેત્રોને બ્રહ્મસ્વરૂપ પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે. બીજું એ કે, એવા સ્થાનમાં નિવાસ કર્યા પછી તેમાં ફાલતુ માણસો આવીને કંટાળો ઉપજાવે નહિ, પરંતુ યોગાભ્યાસીઓનો જ ત્યાં નિવાસ હોવો જોઈએ એવી દક્ષતા રાખવી તે સ્થાનમાં ફાળો આપનારા તથા કંદમૂળાદિવાળા વૃક્ષોની સુંદર ઘટી હોવી જોઈએ. આજુબાજુ મીઠાં પાણીના ઝરણાંઓ હેવા જોઈએ. પણ કદી નહિ ખૂટે એવું વિપુલ તથા ચોમાસામાં પણ નિર્મળ રહેતું હોય તેવું હોવું જોઈએ. તે વધુ ઊડું પણ નહિ હોવું જોઈએ કે જેથી તેમાં ઉતરતાં વધુ શ્રમ વેઠવો પડે. તે સ્થાનમાં સર્યનો તાપ સૌમ્ય હોવો જોઈએ અને તે તાપ વડે સંતાપ ઉપન્ન થવો નહિ જોઈએ, ત્યાં વાયુ શીત તથા મંદ વાતો હોવો જોઈએ. ત્યાં ઘણી ગિરદી નહિ લેવી જોઈએ તથા ધાપદોની વિપુલતા પણ હાવી નહિ જોઈએ. કોયલ, પોપટ, ભ્રમર, કટ વગેરે પંખીઓ તથા બતક, હંસ, ચક્રવાક, મેર વગેરે આવતાં જતાં હોય તેમાં હરકત જેવું નથી. તે સ્થાનમાં એક ગુખ ગુડા અથવા શિવાલયનું અસ્તિત્વ હોવું જોઈએ અને પછી આ ગડાવાળું કે પોતે બનાવેલી પર્ણકટિર, તે બે પિકી મનને પસંદ પડે.
યોગમાર્ગ (પાણે પાસના) પુસ્તકો વાંચીને અથવા અધુરા શાનવાળાઓના કહેવા ઉપરથી કરી પણ કરવો નહિ, નહિ તે વિકૃતિ એટલે ભ્રમિતપણું થવા સંભવ છે, માટે જેને યોગમાર્ગ જાણવાની ઇચ્છા કે તેણે જે ગીને કોઈપણ રિખ લેગમાર્ગ માં નિપુણ થયેલ હેય અને તેણે આત્મસાક્ષાત્કાર કર્યો હોય તેવી ખાતરી કરી લીધા પછી જ તેને અનુગ્રહ મેળવો.