________________
૩૩૮ ]
ત્રિપિ વિચિદરિā – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીe અ૦ ૬/૧૪
પડવાની જરૂર જ રહેતી નથી; વળી આ ચાલુ કટોકટીને પ્રસંગે તે કરવાનો તને સમય પણ કયાં છે? સિવાય તું બુદ્ધિશાળી હાઈ મારો પ્રિય સખા છે, તેથી અત્યંત ગૂઢમાં ગૂઢ એવું આ રહસ્ય મેં તને કહ્યું છે; વળી મનોપાસના અથવા પ્રાણોપાસના ક, આ બંને માર્ગમાં યા તો ગમે તે માર્ગમાં સર્વત્ર આત્મદષ્ટિની પ્રથમ ખાસ જરૂર હોય છે; એ પણ સારી રીતે તારા જાણવામાં આવ્યું છે. આ તાવ મેં તને કાંઈનવું જ કહ્યું એમ નથી, તમામ શાસ્ત્રો પોકારી પોકારીને એ જ કહી રહ્યાં છે; માટે તમામ સંશયોને છોડી દઈ મેં કહેલા માર્ગનું જ તું અવલંબન કર.
યોગ શબ્દની સિદ્ધતા પ્રાણપાસનાની અંતર્ગત આવેલા આ હઠોગ સંબંધમાં ઉપર મુખ્ય મુખ્ય બાબતો ભગવાને કહેલી છે, સક્ષમ ભેદો કહ્યા જ નથી, તેનો સંક્ષેપમાં વિચાર કરીશું. ન ધાતુ પરથી યોગ શબ્દ સિદ્ધ છે. “યુથRSણો થોm: » જે યુક્ત કરે અર્થાત તભાવ મટાડીને એકરૂપ કરે તે યોગ; એટલે કે યોગશાસ્ત્રમાં પણ ચિત્તત્તિઓના એકાકારરૂપ નિરોધને જ યોગ કહેવામાં આવેલ છે. રોગશ્ચિત્તવત્તનિરોધઃ (પાતંજલણ સમાધિપાદ
) ચિત્તની વૃત્તિઓનું ઉત્થાન થવા નહિ દેતાં તેને આત્મા સાથે જોડી દેવી તેને જ મેગ કહે છે. શ્રુતિમાં પણ યોગનું લક્ષણ આ પ્રમાણેનું જ છે. જ્યારે મન સહિત પાંચ જ્ઞાનેંદ્રિય તદ્દન એક આત્મભાવમાં જ સ્થિર થઈ જાય છે અને બુદ્ધિ આત્મામાંથી કદી પણ ચલાયમાન થતી જ નથી, ત્યારે તેને સૌથી ઉચ્ચ પરમગતિની અવસ્થા પ્રાપ્ત થઈ એમ કહેવામાં આવે છે. આ મુજબ ઇંદ્રિયની તદ્દન નિશ્રી ધારણા થવી તેને જ યોગ કહે છે (કઠોપનિષદ અ૦ ૨, વલ્લી ૩, મં૦ ૧૦-૧૧ માં પણ યોગનું લક્ષણ આ પ્રમાણેનું જ છે ).
ગશાસ્ત્રમાં કહેલી ચિત્તની પાંચ ભૂમિકાએ યોગશાસ્ત્રમાં ચિત્તની કહેલી પાંચ ભૂમિકાઓ આ પ્રમાણેની છે: (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર તથા (૫) નિરુદ્ધ, એ પાંચમાં પણ અંતિમ તે નિરુદ્ધાવસ્થા જ છે; વળી કલેશ ઉત્પન્ન કરનારી અને નાશ તરફ લઈ જનારી બાહ્ય વૃત્તિઓ અનેક પ્રકારની છે, પરંતુ તેમાં પણ મુખ્ય એવી પાંચ જ છે: (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિક૬૫, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ, અભ્યાસ અને વૈરાગ્ય વડે આ તમામ વતનો નિરોધ થઈ શકે છે. વૃત્તઓને આભામાં વશ રાખવાનો પ્રયત્ન કરે તેનું નામ જ અભ્યાસ, લાવ્યા કાળ તેવો અભ્યાસ કરવાથી તે પાકે થાય છે. વૈરાગ્ય બે પ્રકારના છે. (૧) વશીકાર અને (૨) પર. (૧) જોવામાં આવતા તથા સાંભળવામાં આવતા વિવેમાં કોઈપણ પ્રકારની જેને કિંચિત્માત્ર પણ તૃષ્ણ હતી નથી તે વશીકાર વૈરાગ્ય કહેવાય છે. વેદાંત પરિભાષા પ્રમાણે આનું નામ જ પરોક્ષજ્ઞાન છે, (૨) પુરુષ એટલે આત્મા(વૃક્ષાંક ૧)ના સાક્ષાત્કાર વડે તમામ પ્રકારની તૃષ્ણાઓથી રહિત બની અને ત્રણ ગુણોથી પર થઈ જવું. એટલે અહં(વૃક્ષાંક ૩) એવી સંસ્કૃતિને પણ ઉદય થવા નહિ દે એ રીતની તદ્દન નિશ્વળ ભાવનામાં સ્થિતિ થવી તે પર વૈરાગ્ય કહેવાય. વેદાંતીઓની પરિભાષા પ્રમાણે આનું નામ જ અપક્ષજ્ઞાન અથવા સાક્ષાત્કાર છે. જેને તીવ્રતર વૈરાગ્ય થયેલો હોય છે તેને આત્મપ્રાપ્તિનો લાભ તત્કાળ થાય છે, તેને બીજા કોઈ પણ સાધનની અપેક્ષા હોતી નથી. કોઈ કોઈ સમયે ઈશ્વરના પ્રસાદથી પણ આત્મજ્ઞાનને લાભ થાય છે (વધુ માટે પાત જ યોગ, સમાધિપાદ જુઓ). હોગશાસ્ત્રકાર સમાધિ થવાને માટે (૧) તપ, (૨) સ્વાધ્યાય અને () ઈશ્વરપ્રણિધાન એટલે ચિત્તને નિત્ય ઈશ્વરમાં જ પરોવવું કિંવાં હું તમામ દસ્યાદિને દ્રષ્ટા છું
* સખા શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં આ પ્રમાણેની કહેલી છે. સ્વભાવથી જ હિત ઈચ્છનારે, સુહા (શુદ્ધ હદયને ) નેહ થયા પછી હંમેશ ઉપકાર કરનારા મગ અને સમાનપણને લીધે જેની મૈત્રી બંધાય છે તે સખા. કહેવાય છે. ભગવાન શ્રીકૃગુ અને અર્જુન અનુક્રમે નારાયમ અને નરના અવતાર હતા, તેથી તે બંને સમાન જ હોવાથી સખા કહેવાય છે.