________________
ગીતાદેહન ]
આ ત્રણ વર પૈકી ત્રીજો વર છે.
[ ૩૩૭
ચતુષ્કોણાસન, (૭૦) જયેષ્ઠિકાસન, (૧) અબ્રાસન, (૭૨) મુતહસ્ત શીર્ષાસન, (195) દ્રપાદ પાર્ધામને, (૭૪) ધીરાસન, (૭૫) વામશ્વાસ ગમનાસન, (૭૬ ) સ્થિતિવિવેકાન, (9 ઉસ્થિત વિકાસન, (૮) વામકસન (૭૯) નિ:શ્વાસાસન, (૮૦) તેલગુલાસન, (૮૧) વં પદ્માસન. (૮૨) સ્થિરાસન (શિષ્ટાસન), (૮૩) વ્યાધ્રાનન, (૮૪) કામુકાસન, ઇત્યાદિ અનેક આસનો પેકી મુખ્ય એવા ચોરાશી આસનમાંથી પોતાને અનુકૂળ હોય તેવા ગમે તે એક આસનથી બેસવું. ચિત્ત અને ઈકિડની તમામ ક્રિયાઓને બાત્મામાં રોકી મનને એકાગ્ર કરવું, એટલે મનને એક આત્મામાં જ રોકેલું રાખીને આત્મશુદ્ધિ એટલે આત્માના અપરોક્ષજ્ઞાનને માટે આ પ્રાણ પાસનારૂપ યોગને અભ્યાસ કરવો પડે છે.
समं कायशिरोग्रीवं धारयनचलं स्थिरः । सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥१३॥ प्रशाम्तात्मा विगतभीमचारिबृते स्थितः । मनः सश्यम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥१४॥
ગાભ્યાસમાં શરીર સ્થિર રાખવું આ રીતે ગાભ્યાસ કરનારે કાય એટલે કેડથી ગળા સુધીનો સર્વ ભાગ (રદ) તથા ગળું અને માથું એ સર્વને તદ્દન સમ એટલે સીધા રાખી, સહેજ પણ હાલ્યા ચાલ્યા વિના નદન અચ થઈને બેસવું અર્થાત શરીરને એકદમ સીધું અને પહાડની જેમ તદન સ્થિર કરી દેવું. આ મુજબ કેડથી તે માથાનો અગ્રભાગ (શિખા) સુધીના તમામ ભાગ એક સરળ રેષામાં સ્થિર કર્યા બાદ દૃષ્ટિને નાકના અગ્રભાગ ઉપર જ સમ રાખવી, એટલે નાસિકાના અગ્રભાગ વગર બીજી કોઈ પણ દિશા તરફ નજરને આમથી તેમ જવા દેવી નહિ. જેનું ચિત્ત તદ્દન શાંત બનેલું છે અને જે તદ્દન નિર્ભય બની ગયેલ છે તથા જે બ્રહ્મચર્ય વ્રતમાં એટલે કેવળ બ્રહ્મના આચરણમાં જ સ્થિર થયેલો છે; જે મચ્ચિત્ત છે, એટલે કે જેણે પોતાનું ચિત્ત નિત્યપ્રતિ આત્મ(બ્રહ્મસ્વરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)માં જ પરોવેલું છે અને જે મપરાય છે, એટલે કે તત (આત્મ)રૂ૫ એવો જે હું (વૃક્ષાંક ૧) તેમાં જ નિત્ય રમમાણ થયેલો છે; તેણે પિતાના ચિત્તને આત્મામાંથી સહેજ પણ ઢળવા નહિ દેતાં નિત્ય મારામાં એટલે આત્મામાં જ જેડલું રાખવું.
પ્રાપાસકે પણ સર્વત્ર આત્મભાવને જ નિશ્ચય રાખે ભગવાન કહે છેઃ હે અર્જુન! આમ કહેવામાં મારે ઉદ્દેશ એ છે કે, પ્રાણ પાસના કરનારે પણ “હું એટલે આત્મા છું." એવા પ્રકારની ભાવનાને નિત્યપ્રતિ મનમાં દઢ નિશ્ચય રાખવો જોઈએ. ૪. વાંસુધી અંતઃકરણમાં તે નિશ્ચય ન હોય ત્યાં સુધી તે ગમે તેટલી ઉપાસના કરે, પછી તે પ્રાણે પાસના છે કે મનપાસના છે, તો પણ તેની સિદ્ધિ કદી પણ થતી નથી; માટે પ્રાણે પાસકનો પણ પ્રથમ આ સર્વ આત્મસ્વરૂપ છે એવો દઢ નિશ્ચય તો હોવો જ જોઈએ, એ તું ભૂલીશ નહિ. આ પ્રમાણેની ભાવના રાખી છે જે ઉપાસ ચાલુ રાખે છે એટલે જે ચિત્તને નિત્ય આત્મામાં જ જોડેલું રાખે છે, આત્મા સિવાય ચિત્તમાં બીજા કશાને મનન જ થવા દેતે નથી, આ રીતની ઉપાસના વડે મનને વશ રાખનારે યોગી, હું કે જે કેવળ અનિર્વચનીય એ આત્મા (વૃક્ષાંક ૧) છું, તેવા મારા સ્વરૂપમાં એક થવા૫ ૫રમ નિર્વાણની ઉત્કૃષ્ટ શાંતિને પામે છે. ઉદ્દેશ એ છે કે, પ્રાણે પાસના હે કે મનોપાસના હે તાપણું તે બંનેમાં અંત:કરણની અંદર સર્વત્ર આત્મભાવનાને દઢ નિશ્ચય તે હોવો જ જોઈએ, એ વાત તદ્દન નિર્વિવાદ છે; એટલે તને મેં અત્યાર સુધી જે જ્ઞાનમાર્ગ અખત્યાર કરવાનું જણાવ્યું છે તેનું અવલંબન થવાથી તારે બધી ખટપટોમાં