________________
ગીતાદહન ]
તે મરણ પૂર્વે જ મૃત્યુપાશને દૂર કરી–
[ કરી
જ્ઞાન, યોગ, બ્રહ્માર્પણ અને સંન્યાસનું સ્વરૂપ અજુન કહે છેઃ હે ભગવન! જ્ઞાન, યોગ, બ્રહ્માર્પણ, સંન્યાસ, સંગત્યાગ, ઈધરા પંણ એ બધાનાં સ્વરૂપે મને અનુક્રમે કૃપા કરીને કહે કે જેથી મારો મોહ નષ્ટ થાય; શ્રીકૃષ્ણ બોલ્યા હે અજુન ! સાંભળ. અહંપણનો વિલય થઈ સર્વે સંકલ્પો શાંત થયા બાદ જેમાંથી તમામ ધારણુઓ નષ્ટ થવા પામેલી છે અને જેમાં કોઈપણ પ્રકારનો પૂલ આકાર કિવા સૂક્ષ્મ માનસિક ભાવ પણ શેષ રહેવા પામતા નથી, એવું અહેમમાદિ ભાવોથી તદન રહિત જે પ્રત્યગાત્મસ્વરૂપ અવશેષ રહે, તે જ‘પરબ્રહ્મ' કહેવાય છે. એ વરૂપની પ્રાપ્તિને માટે જે ઉધમ કિવા પ્રયત્ન કરવામાં આવે તેને જ વિદ્વાનો “જ્ઞાન” કહે છે. કમ પણ તે જ કહેવાય અને ‘ગ’ પણ તેને જ કહેવામાં આવે છે. આ સઘળું જગત અને તેને જાણનારો હું પણ આંનવંગનીય એવું બ્રહ્મ જ છીએ, એવી સર્વાત્મભાવના વડે પિતામહ જગતના અહંકારને પણ અંતે નારા થી એ જ મુખ્ય બ્રહ્માર્પણ” છે. બ્રહ્મરવરૂ૫ અંદર બહાર આદિ દશ્યભાવથી તદ્દન રહિત છે. પથ્થર જેમ અંદર બહાર ધનપણથી વ્યાપેલો હોય છે તેમ જેનું સ્વરૂપ એકાકાર અને શાંત છે, આકાશના કોશની પેઠે તદ્દન સ્વછ છે, અદશ્ય છે, છતાં તે પોતે પોતામાં દ્રષ્ટા દર્શનાદિ ત્રિપુટીઓથી રહિત એવા દશ્યરૂપે પ્રતીતિમાં આવે છે. આવા પ્રકારના બ્રહારવભાવમાંથી અભાવાત્મક છતાં ભાવાત્મક હોય એવો જે અન્યપણને ભાવ પ્રગટ થવો તે જ આ જગતને પ્રતિભાસ છે; કે, જે પ્રતિભાસ કેવળ ગંધ વગરના આકાશની પેઠે સાવ શૂન્ય જ છે. જેમ બ્રહ્મમાં જગતને મિથ્યા અયાસ થયો છે, તેમ બ્રહ્મના કરોડો અંશરૂપે ભાસતા આ પ્રત્યેક જીવોમાં પણ કોઈને કોઈ પ્રકારનો અહંભાવાત્મક મિથ્યા અધ્યાસ થવા પામેલો છે; માટે અહંભાવ ઉપર કદી પણ આગ્રહ રાખ યોગ્ય નથી; કેમ કે આ અહંભાવ પોતાના અધિષ્ઠાનરૂપ બ્રહ્મથી જુદા જેવો જણાતો હોવા છતાં પણ વાસ્તવિક રીતે તે જુદે નથી, પરંતુ બ્રહ્મરૂપ જ છે; કેમ કે જુદાપણું એ તો મર્યાદા એટલે માપ છે, અને તેવી મર્યાદા બ્રહ્મમાં કયાંથી સંભવે ? એટલા માટે વિદ્વાન પુરુષો અહંભાવનો સ્પર્શ કદી પણ થવા દેતા નથી. જેમ અહંભાવ બ્રહ્મથી જુદો નથી, તેમ વટપટ આદિ મારાં છે એવો સારી રીતે દઢ થયેલે “મમ 'ભાવ પણ બ્રહ્મથી જ નથી. અહંતા અને મમતા એ બંને સમુદ્ર અને તરંગની પિઠે ભરપૂર એવું પિતાનું જ આત્મસ્વરૂપ છે, માટે તેમાં કેઈપણ પ્રકારે આગ્રહ કિવા અનાગ્રહ રાખવો યોગ્ય નથી. અહંતા અને મમતાદિ ભાવો થવાથી જ વિષયોની વિચિત્રતાઓ કુરે છે તથા તેથી તેઓ વાસ્તવિક અભેદ લેવા છતાં પણ જાણે ભેદવાળી ન હોય! એમ દેખાય છે, અને તે ભેદ અહેમમાદિ ભાવો શેષ રહે ત્યાં સુધી કદી પણ દૂર થતો નથી. સત્તા અને પ્રકાશ આપનાર આ આત્મા એ જ એકલ સર્વત્ર સ્કરી રહ્યો છે. તે તે તદ્દન અભેદરૂપ છે; આથી તેવા અભેદભાવમાં અમુક દૂર કરવું અથવા અમુક છે કિંવા તેવું કહેનાર તેનો કોઈ સાક્ષી છે; એ ભેદભાવ શા માટે કરવો? આ મુજબના સારાસાર વિભાગને જાણનાર પુરુષની બુદ્ધિમાં અહંતા તથા મમતારૂપ આગ્રહનો મૂળમાંથી જ ઉછેદ થતાં સધળાં કર્મોના આરંભમાં જ કળાની પૃહાને જે ત્યાગ થાય તેને જ વિદ્વાને “સંન્યાસ કહે છે. આવો સંન્યાસ થતાં સંકલ્પવિક૫૩૫ સઘળી ગૂંચોનો જે ત્યાગ થાય છે તે જ “ સંગત્યાગ કહેવાય છે. જે કાંઈ આ બધી ઉપાદાનરૂપ કૈતાળ (ક્ષાંક ૩થી ૧૫ ૪) છે તે બધી તેના નિમિત્તરૂપ એવા ઈશ્વર(વૃક્ષાંક ૨) માત્ર જ છે, એવી ભાવનાથી અહંમરમાદિ દૈતના તમામ પ્રતિભાસને હું અને તેના સાક્ષીભાવસહિત દૂર કરવો એ જ સાચું “ઈશ્વરાર્પણ. છે, એમ સમજવું.
સાકાર અને નિરાકાર એટલે? આ દસ્થભેદ જાણે કે સત્ય જ ન હોય ! તેમ પ્રતીતિમાં આવે છે, પરંતુ ચિદાત્મામાં અજ્ઞાનને લીધે અહેમમાદિ તથા જગતદિરૂપે ભાસતો આ ભેદ વાસ્તવિક તે કેવળ નામમાત્ર જ છે. સધળાં નામનો અર્થ અનુભવરૂપ પરબ્રહ્મ એટલો જ એક છે; માટે જગત અને પરબ્રહ્મ બંને અભિન્ન હેઈ એક જ છે; તેમાં કશે સંદેહ નથી. “દિશાઓ પણ હું છું”, “જગત પણ હું છું”, “ફને આશય પણું હું છું',