________________
૩૩૦ ]
येयं प्रेते विचिकित्सा मनुष्ये
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૬૯
પણ હું છું; ઘટપટાદિ આકારો પણ હું જ છું; ખંડ પણ હું છું; પૃથ્વી પણ હું છું; જળ પણ હું છું; વને વગેરે પણ હું જ છું; વનસ્પતિ, પર્વત, સમુદ્રો વગેરે પણ હું જ છું; અનંત પ્રાણીઓને સમૂહ પણ હું છું; લેવું દેવું તથા સંકોચાવું ઇત્યાદિ પ્રાણીઓના ધર્મો પણ હું જ છું; ચરાચરમાં વ્યાપક એવો ચિદાત્મા પણ હું જ છું; આ સવળું જગત જેમાં રહ્યું છે, જેના વડે થયું છે, સઘળું જગત જે રૂ૫ છે અને જે સર્વ સ્થળોમાં વ્યાપેલું છે તથા જે અનેક રૂપે ભાસતું હોવા છતાં એકરૂપ જ છે. એવો હું હોઈ તે હું એટલે બ્રહ્મ કિવા આત્મા છે, એ દૃઢ નિશ્વય કરવો. આત્મા, બ્રહ્મ, ચિત, સત, ત્રત તથા જ્ઞાન ઇત્યાદિ સર્વ
અનિર્વચનીય અને આત્મા ૫ એવા મારાં નામોની જ સંજ્ઞાઓ છે. હું મુક્ત છતાં મુક્ત નથી, દેખતો છતાં દેખતે નથી, મન બુદ્ધિ ઇત્યાદિ દ્વારા પ્રકાશમાન છતાં પ્રકાશમાન નથી, એ હું જ સર્વત્ર પ્રેત રહેલો છું; ઇત્યાદિ પ્રકારના નિત્યપ્રતિ અભ્યાસ વડે જેને તદાકારતા પ્રાપ્ત થયેલી છે. તે જીવન્મુક્ત પુરુષ જ જિતાત્મા કહેવાય છે. આ રીતે શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે.
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः । शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥ ७ ॥
જીવન્મુક્ત ગીનાં લક્ષણે ભગવાન કહે છે: હે અર્જુન! જિતાત્મા એટલે અંતઃકરણમાં ઈકિયો, તેના વિષયો, કર્મો, તેનાં ફળ ઇત્યાદિ વૃત્તિઓનું ઉત્થાન થાય કે, તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની આત્મરૂપ પ્રતિવૃત્તિ વડે જેણે સર્વ વૃત્તિઓને જીતેલી છે તેવા જિતાત્મા, આત્મા સિવાય બીજું કાંઈ પણ દેખતો જ નથી. આવા સંકલ્પવિકલ્પ વિનાના પરમ શાંતિને પામેલા જીવન્મુકત યોગીને શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, માન, અપમાન ઇત્યાદિ તમામ
ધોમાં પરમાત્મસ્વરૂપ એ જ એક વિષય હોવાને લીધે તે તેમાં જ હંમેશાં સમાહિત એટલે સમ અને સ્થિર રહે છે; એટલે શીત, ઉષ્ણ, સુખ દુઃખ, માન, અપમાન ઈત્યાદિ તમામ કંદો અને તે બધાને સાક્ષી પણુ પરમ આત્મસ્વરૂપ જ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ, એવી રીતે જે હંમેશ સમ અને સ્થિર રહે છે અર્થાત બુદ્ધિ કઈ પણ વખતે આત્મામાંથી જરા પણ આમ કે તેમ ચલાયમાન થવા નહિ પામે એવી રીતે જેણે તેને એક આત્મામાં જ સ્થિત કરેલી હોય છે તે જ જિતેંદ્રિય, અત્યંત શાંત, સહજ સમાધિમાં સ્થિર એવો જીવન્મુક્ત છે, એમ જાણ.
ज्ञानविज्ञानतृप्तात्मा कुटस्थो विजितेन्द्रियः । युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥ ८ ॥
જ્ઞાન વિજ્ઞાનની સમજ જ્ઞાન એટલે આ સર્વ ચરાચર દય આત્મસ્વરૂપ જ છે, તેથી જુદું કાંઈ છે જ નહિ એવું નિઃશંક રીતે જવું, તે પરોક્ષજ્ઞાન કહેવાય; તથા આ પ્રમાણે આત્માનું પરોક્ષ જ્ઞાન થયા પછી મન, વાણી, કિવા સ્કૂલ મકમ ઈન્દ્રિયો વડે જે જે કાંઈ સ્વાદમાં, જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કિવા સંક૯૫ વડે જાણવામાં કે બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવે તે તમામ આત્મસ્વરૂપ છે, એવા એક ભાવ વડે જ્યારે પ્રત્યક્ષ દેખાય છે એટલે અનેકવરૂપે ભાસતા સર્વ ઇસ્પાદિમાં કેવળ એક બ્રહ્મ અથવા આત્માનું જ જ્ઞાન થાય તેવા અપરોક્ષજ્ઞાન કિંવા આત્મસાક્ષાત્કારને વિજ્ઞાન કહે છે. સમજો કે કઈ જગાએ કઈ વસ્તુ ભૂલથી મુકાઈ ગઈ હોય અને તેનું પાછળથી સ્મરણ થાય તે પરોક્ષ જ્ઞાન સમજવું, તથા સ્મરણ થયા પછી તે જગાએથી તે વસ્તુને મેળવી લેવામાં આવે તે અપરોક્ષજ્ઞાન સમજવું. તે પ્રમાણે આ સર્વ બ્રહ્મ અથવા આત્મસ્વરૂપ છે, એવા પ્રકારે