________________
ગીતાદેહન]
કોઈ મૃત્યુ પછી કાંઈ છે અને કેઈ કાંઈ નથી એમ કહે છે તે –
(૩૩૩
સુધી ચિત્તશુદ્ધિનાં સાધનો જ ચાલુ રાખવાં જોઈએ; પરંતુ જેઓને આ પ્રકારનું પરોક્ષજ્ઞાન થયેલું છે, તેવાઓએ મનપાસના અથવા પ્રાણોપાસના એ બે પૈકી પોતાને જે ઊંચિત લાગે તે માર્ગને આશ્રય લઈ તેને દઢ અભ્યાસ કરી પ્રથમ ચિત્તશુદ્ધિ કરી લેવી અને પછી જ પરોક્ષ અને અપક્ષ એ ક્રમે ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી લેવી જોઈએ.
વેગ માર્ગ શા માટે કહ્યો? હે અન! મારા અત્યારસુધીના વિવેચન ઉપરથી તને આત્મસ્વરૂપ એવા મારું પરક્ષજ્ઞાન તે સારી રીતે થયેલું છે, વળી તેને સાક્ષાત્કાર કરી લઈ અપરોક્ષજ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થશે અને તે સંબંધને અભ્યાસ કેવી રીતે કરવો, તે કમ પણ તને કહેવામાં આવેલો છે. તેમાં આ સર્વ બ્રહ્મ છે કિવા બ્રહ્મમાં નામરૂપાદિનું અસ્તિત્વ જ નથી. એવા પ્રકારનો અભ્યાક્રમ પ્રથમ કહેલ છે (જુઓ ઉપાસનાકાંડ, કિરણાંશ ૨૨ ૫૭થીપ તથા અધ્યાય ૨, શ્લ૦ ૩૯ પાન ૧૬થી ૧૬૯); તેમ કરવા જો તું શક્તિમાન ન હ તે મને શ્રીકૃષ્ણ એટલે શરીર રૂપે નહિ લેખતાં હું એટલે આત્મા છું એવા સર્વાત્મભાવ વડે સર્વ કર્મે અર્પણ કર (ભક્તિ માર્ગ). આ રીતે સાંખ્ય કિવા જ્ઞાનયોગ અને ભક્તિયોગ એમ બંને પ્રકારની ઉપાસના શી રીતે કરવી તેનું રહસ્ય તને બતાવેલું છે. તેમ જ ભવિષ્યમાં પણ પ્રસંગેપાત વખતોવખત બતાવવામાં આવશે. પણ હે અર્જુન! અત્યારસુધીના માર્ગોને સમાવેશ મનોપાસનાની અંદર થાય છે, તેથી તેને રાજમાર્ગ પણ કહે છે. તાત્પર્ય એ કે, વ્યવહારમાં જ્ઞાન કિવા સાંખ્યયોગ તથા ભક્તિયોગ એમ બંને પ્રકારના અભ્યાસનો સમાવેશ મનોપાસનાની અંદર થાય છે તથા સાંખ્યયોગના પેટામાં કમગ, જ્ઞાનયોગ, ઇત્યાદિ વ્યવહારમાં જે પ્રચલિત નામોનો ઉપયોગ પ્રથમ (અધ્યાય ૨થી ૫માં કરવામાં આવેલું છે તે સર્વ આવી જાય છે. આમ આત્માનું પરોક્ષજ્ઞાન થતાં સુધી જ્ઞાન કિંવા સાંખ્યયોગનો આશ્રય લીધા વગર છૂટકે જ થતું નથી અને પરોક્ષજ્ઞાન થયા પછી પણ દઢ નિશ્ચય વડે આ સર્વ આત્મા (બ્રહ્મ) છે, એવો સર્વાત્મભાવ કિવા આત્મામાં કદી કાંઈ ઉત્પન્ન જ થયેલું નથી એવો નિઃશેષભાવ ઇત્યાદિ પ્રથમ બતાવી ગયા તે પ્રકારના સાંખ્ય અભ્યાસક્રમનો એટલે જ્ઞાનયોગ લેવો પડે છે. કિવા આ સર્વ પિતાના ઇષ્ટદેવતારૂપ જ છે એવા પ્રકારના ભક્તિમાર્ગના અભ્યાસક્રમને આશ્રય લઈ તેમાં તદ્રુપતા એટલે અપરોક્ષજ્ઞાન ના સાક્ષાત્કાર થતાં સુધી તે અભ્યાસક્રમ ચાલુ રાખવો પડે છે. સાંખ્ય (નાન) તથા ભક્તિયોગ એ બંને પ્રકારોને સમાવેશ મનોપાસનામાં થાય છે, જે ઉપર જણાવેલું જ છે; એટલે કે આ પ્રમાણેના અભ્યાસ વડે મનનો સંપૂર્ણ વિલય થઈ જાય છે તથા મનનો વિલય થતાં પ્રાણુને નિરાસ પણ તેની સાથે અનાયાસે જ થાય છે..
પ્રાણપાસનાથી પણ સાક્ષાત્કાર થાય છે. હે અન! આરંભમાં (કિરયાંશ ૨૨ અધ્યાય ૨ તથા આ અધ્યાયના શ્લોક ૧ થી ૪ સુધી) તને અપરોક્ષ જ્ઞાનનો અભ્યાસક્રમ અર્થાત યોગ કહેવામાં આવેલ હોઈ પ્રસંગવશાત આગળ પણ કહેવામાં આવશે (અ. ૧૨, ૧૩, ૧૫, ૧૮ જુઓ); તેમજ આ અધ્યાયમાં સર્વત્ર આત્મરૂ૫ જેનાર જીવન્મુક્ત શી રીતે થઈ શકે છે, તે પણ ઉપર (શ્લેક ૫ થી ૮ પર્યત) કહેવામાં આવેલું છે. હવે હું તને પ્રાણ પાસનાથી પણ બ્રહ્મસાક્ષાત્કાર કેવી રીતે થાય છે, તેનું રહસ્ય સંક્ષેપમાં કહું છું, તે સાંભળ. તેમ કરવામાં મારે ઉદ્દેશ એ છે કે આમપ્રાપ્તિના શાસ્ત્રમાન્ય એવા જેટલા માર્ગો છે, તે બધા તને કહેવાથી આ સમયને માટે તારે તે પૈકી કયા માર્ગનું અવલંબન કરવું ઉચિત છે, તેને નિર્ણય તું પોતે પણ પોતાની મેળે કરી શકશે. પરંતુ સાથે સાથે મારે કહેવું જોઈએ કે, હવે હું તને જે આ પ્રાણપાસનારૂપ યોગમાર્ગ બતાવવાનો છું તેનો અભ્યાસ કઈ પાસે કેવળ સાંભળીને અથવા તો પુસ્તકો વાંચીને કદીપણ કરવો નહિ, પરંતુ તેનું એવા યોગીની સાંનિધ્યમાં રહીને તેમની સેવા શશ્રષા કરીને તે બતાવે તે પ્રમાણે જ નિયમિત રીતે કરવો. આ માર્ગને અભ્યાસમાં પણ સાંખ્યશાસ્ત્ર નિયમાનુસાર આ સર્વ આત્મા છે એવું પરોક્ષજ્ઞાન તે પ્રથમ પ્રાપ્ત કરવું પડે છે. વાસ્તવિક રીતે તે
• ભક્તિયોગ સંબંધે આગળના અધ્યાયમાં વિસ્તૃત વિવેચન કરી ભગવાને સ્પષ્ટતા કરેલી છે.