________________
કર૮]
તૃતીયં વર નજરો જીવ | .
[સિદ્ધાન્તકાણા ભ૦ ગી અ૭ ૬/૬
રાખવી જોઈએ તેવી પ્રીતિ રાખવામાં આવતી નથી, પણ દ્વેષ રાખવામાં આવે છે, પરંતુ જ્યારે તેને માલુમ પડે છે કે, તે તો પોતાની જ વસ્તુ છે ત્યારે તેને તે ઉપર સ્વાભાવિક રીતે જ પ્રેમ ઉત્પન્ન થાય છે. મહાભારતમાં વર્ણન છે કે, કર્ણને ખબર ન હતી કે કુંતિ એ પોતાની માતા છે ત્યાં સુધી તે પોતાને દાસીપુત્ર તરીકે જ ઓળખતો હતો, પરંતુ જ્યારે તેને ખબર પડી ત્યારે જણાયું કે પોતે દાસીપુત્ર નહિ પરંતુ કુંતિપુત્ર છે. તે પ્રમાણે પિતા સહ આ સર્વ આત્મસ્વરૂપ હોવા છતાં પણ તેવા પ્રકારનું અપરોક્ષજ્ઞાન જ્યાંસુધી થયેલું હતું નથી ત્યાં સુધી તે પોતે જ પોતાને હું તો શરીરધારી છું, અનાત્મા છું, એ રીતે શત્રુ સમજીને તે પ્રમાણે વર્તે છે; તથા જ્યારે પોતે હું એટલે દેહધારી છવામાં નહિ પણ જેને “હું” “હુ' કહેવામાં આવે છે તે તો આત્મા છે, એ રીતે જ્યારે પોતે પિતાને આત્મરૂપે ઓળખે છે ત્યારે તે પોતે પોતાનો મિત્ર બની જાય છે. ટૂંકમાં, પોતે પોતાને દૈતરૂપે સમજવું તે શત્રુત્વ અને પોતે પોતાને હું આત્મા છું એ રીતે અદ્વૈતરૂપે સમજવું તે મિત્રત્વ છે.
આત્મામાં એકાકાર થવારૂપ અભ્યાસક્રમ સમજો કે, કોઈ મનુષ્યને અમુક સ્થળે જવું છે, તો તેને તે સ્થાનનું પ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું પડે છે અને પછી તે સ્થળે જવાનો મનમાં દઢ નિશ્ચય કરી રસ્તો કાપવાની શરૂઆત કરવી પડે છે. આમ થવાથી જ ઈષ્ટ સ્થળે પહોંચી શકાય છે. આમાં પ્રથમ જ્ઞાન, પછી નિશ્ચય, પછી રસ્તો કાપવાની ક્રિયા અને પછી ઇષ્ટ સ્થળે પહોંચી જવું; એ પ્રમાણે ચારે ક્રિયાઓની જરૂર હોય છે, તેમ આત્મસ્વરૂપ એવા ઈષ્ટ ધ્યેયમાં પહેચવાને માટે પ્રથમ આ સર્વ આત્મસ્વરૂપ જ છે એવું પરોક્ષજ્ઞાન, પછી તેને નિઃશંક એવો નિશ્ચય, ત્યારબાદ રસ્તો કાપવાની ક્રિયા એટલે હાલતાં, ચાલતાં, ઊઠતાં બેસતાં, શ્વાસ લેતાં, સંકલ્પવિકલ્પ કરતાં આ સર્વ આત્મા જ છે એવા પ્રકારનો વેગ કિવા અભ્યાસ તેનું નામ જ યુગમાં આક્ષેપણું અને ત્યારબાદ ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ એટલે આત્મસ્વરૂપના અપરોક્ષજ્ઞાન વડે તેમાં જ તન્મય, એકાકાર કિવા એકરૂપ બની જવું, તેનું નામ ગારૂઢ કિવા જીવનમુક્તિ છે. શાસ્ત્રકારે જેને કર્મયોગ, કર્મયોગ કરીને પોકારી રહ્યા છે તે આ જ. આ પ્રમાણે ક્રમે ક્રમે અભ્યાસ કરીને જે ગારૂઢ વા જીવન્મુક્ત બની જાય છે, તે જ ખરે કર્મયોગી કહેવાય.
ખરે કમાણી કોણ? ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિરૂ૫ અપક્ષ સાક્ષાત્કાર થઈ જીવન્મુક્ત દશામાં સ્થિરતા નહિ થાય ત્યાંસુધી કદી પણ સાચા કર્મચગી થઈ શકાતું નથી; વળી આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારના સર્વાત્મભાવ કિવા આત્મામાં અહેમમાદિ ભાવો છે જ નહિ એ રીતના નિઃશેષભાવરૂપ અભ્યાસક્રમ દ્વારા આત્માના અપરોક્ષજ્ઞાનની પ્રાપ્તિ વ્યતિરિક્ત બીજા કોઈ માર્ગનો આશ્રય લઈ ગમે તેટલાં કર્મો કરવામાં આવે અને અમે કર્મયોગી છીએ એવો દાવો કઈ કરે તો તેમાં દાંભિતા છે, એમ સમજવું; કારણુ પ્રથમ એક વખત અપરોક્ષાનુભવ દ્વારા આત્મસ્વરૂપમાં તદાકારતા પ્રાપ્ત કરી લીધા સિવાય ખરે કર્મણ કદાપિ સાધ્ય થતો નથી; આથી જ શ્રીકૃષ્ણ ભગવાન વખતોવખત આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, આત્માવ્યતિરિક્ત બીજી તરફ સહેજ પણ દષ્ટિપાત કદી કરવો નહિ, એ પ્રમાણે પોકારી પોકારીને વારંવાર કહી રહ્યા છે, જે અત્યાર સુધીના વિવેચન ઉપરથી જણાઈ આવશે (આ અધ્યાયના આરંભમાં શ્લોક ૧ થી ૪ જુઓ). આરુરુક્ષ એટલે આ અભ્યાસક્રમની ઉપર બતાવેલી ચાર કક્ષાઓમાંની ત્રણ કક્ષાએ પ્રયતની સ્થિતિ વર્ણવેલી છે, તેમાં પ્રથમના બે શ્લોકમાં જ્ઞાન તથા ત્રણ ચાર શ્લોકમાં વેગનું કારણ કર્મ અને યુગમાં આરૂઢ થયેલ હોય તેનું કારણ શમ, એમ કહેલું છે. તેમ કહેવાને હેતુ એ છે કે, જેના અભ્યાસક્રમની પૂર્ણતા થયેલી હોય છે તેવા અત્યંત શમસંપન્ન યોગાઢ યોગીને માટે તે પરમાત્મસ્વરૂપમાં સ્થિર થવારૂપ અંતિમ નિર્વાણપદની પ્રાપ્તિ થવી એ જ એક ધ્યેય છે. તે સમાહિત ચિત્તવાળે પુરુષ જ સાચો કર્મયોગી કિવા જીવન્મુક્ત બની શકે છે.