________________
ગીતાહન ] એ અગ્નિ તારા નામે જ જગતમાં પ્રસિદ્ધ થશે.
૩ર૭ उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ ५ ॥
આત્મા વડે જ આત્માને ઉદ્ધાર અને પતન ભગવાન કહે છે. હે અર્જુન ! સર્વત્ર એક આત્મા જ છે, એ સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ, એવા પ્રકારના યુગમાં આરૂઢ થવાથી સમુદ્રમાં રહેલા બરફની અંદર, બહાર, ઉપર, નીચે, સર્વત્ર જેમ એક પાણી સિવાય બીજું કાંઈ છે જ નહિ અથવા તરંગ, ફીણ, પરપોટા ઇત્યાદિમાં પણ પાણી સિવાય બીજું કાંઈ હતું જ નથી; એટલે બરફ, તરંગ, ફીણ, પરપોટા વગેરે સર્વ પાણીના જ વિવર્તી, પર્યા, નામ કિવા સંજ્ઞાઓ છે; તેમ શત્રુ, મિત્ર, ઉપર, નીચે, અંદર, બહાર, હું, તું, આ, તે, મારું, તારું, મને, તને ઇત્યાદિ
ની સંગા વડે જે જે કાંઈ દશ્ય દેખાય છે તે સર્વ પોતાસહ આત્મસ્વરૂપ જ છે, એવી એક જ નિણારૂપ ગમાં સ્થિર થયેલા યોગારૂઢ મુનિને શત્રુમિત્રાદિ ભાવે ક્યાંથી હોય? અને હોય તો પણ તે આત્મસ્વરૂપથી જુદા શી રીતે સંભવે? હવે તારું કહેવું એમ હશે કે, આત્માનું જ્ઞાન થવાથી પુરુષનો ઉદ્ધાર થાય છે તથા આત્માના અજ્ઞાનથી નાશ થાય છે, એ જે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ થાય છે; તે તે સંબંધમાં તને હવે કહું છું; જેમ પાણીને તરંગ કહેવાથી પાણીના સ્વરૂપમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થત નથી, તેમ આ શત્રુમિત્રાદિ દૈતાભાસ પણ વાસ્તવિક રીતે તો આત્મવરૂપ જ છે; તેમાં સહેજ પણ કદી ફેરફાર થતો નથી; આથી આભા જ આત્માનો બંધુ છે તથા આત્મા જ આત્માને શત્રુ છે, જે માટે આત્માને આત્મા વડે ઉદ્ધાર કરો એટલે આ સર્વ દશ્ય આત્મસ્વરૂપ જ છે, આત્માવ્યતિરિક્ત બીજું કાંઈ પણ છે જ નહિ અને તે આત્મા એટલે જ હું છું, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે આમસ્વરૂપમાં એકરૂપ થઈ જવું તેનું નામ જ આત્મા વડે આત્માને ઉદ્ધાર કરે; પરંતુ આથી ઊલટો નિશ્ચય એટલે હું આત્મા નહિ પણ શરીર છું, દુઃખી છું, આ શત્રુ છે, આ મિત્ર છે વગેરે હું, તું, તે. આ ઇત્યાદિ પ્રકારની દૈતભાવના વડે આત્માને પિતાના અદ્વૈત એવા આત્મપદમાંથી અવસાદવો એટલે ઊતરવા દે નહિ અથવા ઊલટા માર્ગે જવા દેવો નહિ. તાત્પર્ય કે, આ સર્વ આત્મસ્વરૂપ જ છે અને તે હું પોતે જ છું, એવી રીતે અદ્વૈતભાવને દઢ નિશ્ચય કર, અંતઃકરણમાં આત્માવ્યતિરિક્ત દતર કોઈ પણ વૃત્તિનું ઉથાન જ થવા નહિ દેવું એનું નામ જ આત્મા વડે આત્માનો ઉદ્ધાર સમજવો તથા બીજાપણાની ભાવનાએરૂપ દૈત વૃત્તિઓનું ઉત્થાન થવું એ જ આત્માને આત્મા વડે નાશ થયો એમ સમજવું.
बन्धुरात्माऽऽरममस्तस्य येनात्मैवात्मना जितः । अनात्मनस्तुशनुत्वे वर्तेतात्मैव शqषत् ॥ ६ ॥
આત્મા જ આત્માને શત્રુ અને મિત્ર કેમ? આ સર્વ આત્મસ્વરૂપ હોઈ તે આત્મા એટલે હું જ છું, એવી રીતે જેણે આત્મા વડે જ આત્માને એટલે પોતે પોતાને જીત્યો છે, તે આત્મા બંધુ આત્મા સમજવો; પરંતુ આ સર્વ આત્મસ્વરૂપ નથી, પણ બીજી જ કાંઈ છે એમ સમજવું તેને અનાત્મા સમજવો. આ અનાત્મારૂપ આત્મા જ આત્માની સાથે શત્ર પ્રમાણે વર્તે છે. એટલે જેમ કોઈ વસ્તુ પોતાની હોવા છતાં અજ્ઞાનને લીધે તે પિતાની છે એમ જયાં સુધી જાણવામાં આવતું નથી ત્યાં સધીને માટે તે પોતાની હોવા છતાં પણ તેના પત્યે સ્વાભાવિક રીતે જેવી પ્રીતિ 1 સંસ્કૃતમાં આત્મ શબ્દ (૧) આપણે પોતે, (૨) તત વડે સંબોધવામાં આવતું અનિર્વચનીય પદ, (૩)અ તરમાં રહેનારે સર્વને સાક્ષી અને (૪) અંતઃકરણ, જ્ઞાન ઇત્યાદિ અર્થમાં મુખ્યત્વે આવે છે.