________________
ગીતદેહન ] નચિકેતા! સ્વર્ગના સાધનભૂત અગ્નિ સંબંધે માગેલો બીજે વર તને આપ્યો. [૩૨૫ સંન્યાસ હેઈ, આ મુજબ સંન્યાસ કરવાને માટે જે અભ્યાસ કરવો તેનું નામ જ યોગ છે. અને
આ ગ કરનારો તે દેગી તથા તેમાં સ્થિર થયેલો યોગનિષ્ઠ કહેવાય છે. ટૂંકમાં, સંકલ્પનું ઉત્થાન થતાં જ તે આત્મરવરૂપ છે એવા પ્રકારના અભ્યાસ અથવા યુગની પૂર્ણતા થઈ એકાકારપણું કિવા તન્મયતા પ્રાપ્ત થવી એ જ ખરો ત્યાગ અથવા સંન્યાસ હોઈ તે સંન્યાસ અથવા ત્યાગ કરનાર સાચે સંન્યાસી કે યોગી કહેવાય છે; બીજો કોઈ સંન્યાસી કે યેગી થઈ શકતો જ નથી; આ રીતે સંન્યાસ અને વેગ એ બને વસ્તુતઃ એક જ છે તેમાં યત્કિંચિત પણ ભેદ નથી.
आरुरुक्षोर्मुनेयोग कर्म कारणमुच्यते । योगाढस्य तस्यैव शमः कारणमुच्यते ॥३॥
અજ્ઞાનીઓ સાધનને જ સાધ્ય સમજીને પકડી રહે છે હે અર્જુન ! અજ્ઞાનીઓ તે શાસ્ત્રમાં જેને સાધન તરીકે બનાવવામાં આવેલું હોય છે તેને જ સાધ્ય સમજીને પકડી બેસે છે, એટલે સાધનને જ સાધ્ય માની લે છે, અને આ સાધક જાણે કે પોતે સિદ્ધ જ થઈ ગયો ન હોય એવો મનમાં અહંકાર સેવી કેવળ લેકમાં સ્વાર્થ સાધી પોતાની વિષયવાસનાઓ તૃપ્ત કરે છે અને તે અનુયાયી સહિત અધ:પતનમાં પડે છે, તેથી હું તને વારંવાર કહું છું કે, શાસ્ત્રમાં બતાવેલાં કર્મો તથા વર્ણાશ્રમાદિ ધર્મોનું આચરણ કરવાનું અંતિમ ધ્યેય શું છે ? તેનો વિચાર કરતાં જણાશે કે, એ ધ્યેય તે કેવળ આત્મપ્રાપ્તિ એ જ એક છે, વસ્તુતઃ આ આત્મસ્વરૂપની પ્રાપ્તિના કામમાં કર્મ ઉપાસના, વર્ણાશ્રમાદિનું પાલન, યજ્ઞયાગાદિ કર્મો, શાસ્ત્રપઠન પાઠન અથવા તે વ્યવહારપ્રપંચનાં કઈ પણ સાધન ઇત્યાદિ બધું નિરર્થક હોઈ તેમાં સાક્ષી સહિત અહેમમાદિને સંપૂર્ણ વિલય કરી આત્માના અપરક્ષાનુભવરૂપ વિજ્ઞાન એ જ એક મુખ્ય છે. તેવું વિજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત થયું ન હોય ત્યાંસુધી આ સર્વ સાધનોનું નિષ્કામ આચરણ કરવું જોઈએ એમ જે શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે, તેનો ઉદ્દેશ ફક્ત ચિત્તશુદ્ધિ પુરત જ છે. ચિત્તશુદ્ધિ થવાથી તે સાધક મટી સાધનસંપન્ન એવો મુમુક્ષુ થયો એમ કહેવાય છે. ચિત્તશુદ્ધિ થતાં સુધી તેની ગણતરી સાધક કેટીમાં જિજ્ઞાસુ તરીકે હોય છે. તીવ્ર મુમુક્ષતા પ્રાપ્ત થવાથી સદ્ગુરુના ઉપદેશથી તે પાછલાં સર્વ સાધનેને છોડી આભરૂ૫ સુવિચાર વડે યુક્ત બનીને શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી તેવો દઢ નિશ્ચય કરી એકનિષ્ટ થઈ આ સર્વ આત્મસ્વરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારનો તે અંતરંગમાં અભ્યાસ કરે છે; આવો જે અભ્યાસક્રમ તે જ વેગ કહેવાય છે, અને તેવો વેગ કરનારો યોગી, તથા તેમાં સ્થિત થયેલ યોગનિષ્ઠ કહેવાય છે, જે ઉપર કહ્યું છે.
આ બધું મેક્ષજ્ઞાન હું તને આપી રહ્યો છું આ રીતે અભ્યાસ કરતાં કરતાં જ્યારે તેમાં પૂર્ણ તન્મયતા પ્રાપ્ત થાય એટલે તેને આત્મા સિવાય બીજું બધું દેખાવું તદ્દન બંધ થાય છે ત્યારે તે કૃતકૃત્ય અને જ્ઞાતય એવો જીવન્મુક્ત મહાત્મા બને છે, માટે તું જે ફક્ત વર્ણાશ્રમધર્મમાં બતાવેલા સંન્યાસને જ સંન્યાસ સમજતો હોય તે તારા મનમાંથી એ ભ્રમને કાઢી નાંખ. સિવાય વિચાર કરીને જો કે, તું કદાચ આ સર્વ છોડીને જંગલમાં ભાગી જશે તે ત્યાં જઈને પણ તારે અંતે કોઈની ને કોઈની પાસેથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર તો છૂટકે જ નથી. તેવું બહુમૂલ્ય જ્ઞાન , બુદ્ધિમાન હોઈ મને અત્યંત પ્રિય હોવાથી હું તને આપી રહ્યો છું, એટલે જે જાણ્યા બાદ બીજું કાંઈ જાણવાપણું રહેતું નથી તેવો આ છેવટની કક્ષાનો ઉપદેશ હું તને આપી રહ્યો છું.
ગની પ્રાપ્તિ થવાને માટે કર્મ એક કારણ છે માટે, હે પાર્થ! હવે તારા મનમાં સંન્યાસ કિવા ત્યાગ સંબંધમાં જો કોઈ બીજા પ્રકારની ભાવનાઓ હશે તો તે સર્વ છોડી દે અને નિઃશંક થઈ ત્યાગ કિવા સંન્યાસનું અંતિમ પર્યવસાન જેમાં થાય છે તેવો