________________
૩ર૪]
ષ તેડકિનૈતિઃ
ચમાળીયા દ્વિતીયેન વક્તા [સિદ્ધાન્તકા ભ૦ ગીર અ૦ ૬૩
તે આત્મસ્વરૂ૫ છું, એ મુજબ પોતે ભિનું નહિ રહેતાં સાક્ષી સહિત અહેમમાદિ તમામ ભાન વિલય કરી દેવો; એ રીતના આત્માનુભવવડે સિદ્ધ થનારું સુખ તે જ સાચું સુખ સમજવું; શરીરમાં રોગાદિને લીધે થનારું દુઃખ એ સાચું દુઃખ નહિ, પરંતુ અંતઃકરણમાં વિષયસુખની ઇચ્છાને વા સંક૯પને ઉદય થવા દે એનું નામ જ દુ:ખ છે, એમ સમજવું. કેવળ શાસ્ત્ર ભણેલે હોય તે કાંઈ પંડિત નથી, પરંતુ જન્મમરણથી છૂટવાનું જે જાણતો હોય તેવો આત્મવિદ્દ જ ખરો પંડિત છે. શાસ્ત્રાદિકને નહિ જાણતો હોય તે મૂખ નહિ, પરંતુ જેને દેહ એટલે જ હું છું, એવી દેડ ઉપર અહંતા હેય તેને જ ભૂખ સમજવો. કંટકાદિથી રહિત હોય તે સારા માર્ગ નહિ, પરંતુ મારી એટલે આત્માની પ્રાપ્તિ કરાવનાર નિવૃત્તિમાર્ગને જ સુમાગ સમજ. ચોરાદિકથી ભયંકર હોય તે કુમાર્ગ નહિ, પરંતુ જે થકી ચિત્તમાં વિક્ષેપ થાય એ જ કુમાર્ગ સમજવો.
સ્વર્ગ, નરક, બંધુ, ઘર, ધનવાન, દરિદ્રી, કંગાલ અને સ્વતંત્રની વ્યાખ્યા ઇદિકને લેક સ્વર્ગ નહિ, પરંતુ સત્ત્વગુણનો ઉદય થ એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર બુદ્ધિ થવી તે જ સ્વર્ગ સમજવું. કુંભીપાકાદિ નરક નહિ, પરંતુ તમોગુણની વૃદ્ધિ થવી એ જ નરક છે. ભાઈભાંડુઓ ઇત્યાદિ બંધુઓ નહિ, પરંતુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કે જે મારું એટલે આત્માનું જ સ્વરૂપ છે તેને જ સાચે બંધુ સમજવો. ઘર એ ઘર નહિ, પરંતુ મનુષ્યનું શરીર એ જ ઘર છે, એમ સમજવું. પિસાવાળો ધનવાન નહિ, પરંતુ ગણવાનને જ સાચો ધનવાન સમજવો. નિર્ધન હોય તે દરિદ્રી નહિ, પરંતુ અસંતોષીને જ દરિદ્વી સમજ. જે રાંક હોય તે કંગાલ નહિ, પરંતુ અજિકિય હોય તે જ કંગાલ છે. રાજાદિક સ્વતંત્ર નહિ, પરંતુ જેની બુદ્ધિ વિષયોમાં આસક્ત નહિ હોય તે જ સ્વતંત્ર છે
ગુણ અને દેશ જેવા એ જ મહાન દોષ છે. જેને વિષયોમાં આસકિત હોય તે પરતંત્ર છે. સ્વતંત્રથી ઊલટું જે આ પરતંત્રનું સ્વરૂપ તને કહ્યું તે પદ્ધતિને અનુસરીને જ ઉપરના અશમ તથા અદમાદિનાં સ્વરૂપ પણ સમજી લેવાં. હે ઉદ્ધવ ! આ તારા પ્રશ્નોના સઘળા ઉત્તર મેક્ષમાં ઉપયોગી થાય એવી ઉત્તમ રીતે મેં તને તત્ત્વષ્ટિએ કહ્યા. તે મને ગુણ તથા દેશના વિવેક સંબંધે પૂછ્યું, પરંતુ ઝાઝું વર્ણન કરવાનું શું પ્રયોજન છે? ટૂંકમાં કહું છું કે, “ગુણુ અને દેવ જેવા એ જ મહાન દોષ હેઈ ગુણ અને દોષ ન જોવાનો સ્વભાવ રાખ એ જ ગુણ છે.” એટલે કે “આનું નામ ગુણ છે અને આનું નામ દેવ છે, એ રીતે શાસ્ત્રમાન્ય ગુણો જોવાનો રવભાવ રાખી દોષોને ત્યાગ કરવો, એ જ ગુણ છે.” ગુણદોષનું સંક્ષિપ્ત વર્ણન એટલું જ છે( શ્રી ભાગ &૦ ૧૧, અ૦ ૧૯, ૦ ૨૮ થી ૪પ ) આ પ્રમાણેની વ્યાખ્યાઓ સાક્ષાત ભગવાને જ કહેલી છે.
यं सन्यासमिति प्राहुर्योग त विद्धि पाण्डव । न ह्यस५न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ॥ २ ॥
સંન્યાસ એટલે યોગ
હે પાંડવ! જેને સંન્યાસ કહે છે તે જ યોગ છે, એમ સમજ; કેમ કે જેણે સંકલ્પને સંન્યાસ કર્યો નથી, તે કદી પણ યોગી થઈ શકતો નથી. તાત્પર્ય એ કે, અંતઃકરણમાં અનેકવિધ પ્રકારના વિષયના સંકલ્પ ઉત્પન્ન થાય કે, તુરત જ તે આત્મસ્વરૂપ છે કિંવા આત્મામાં સંકલ્પનું ઉત્થાન થવું કદી પણ શકય નથી એવા પ્રકારના અભ્યાસવડે અહેમમાદિસહ ચિત્તને યથાર્થ ત્યાગ જ્યાં સુધી કરવામાં આવતો નથી ત્યાં સુધી તે કદી પણ યોગી થઈ શકતો નથી; એટલે કે અંતઃકરણમાંથી અનેકવિધ વિષયવાસનારૂપી ઉત્પન્ન થતા સંકલ્પવિકલ્પ આત્મસ્વરૂપ છે, એવા પ્રકારનું પ્રથમતઃ નિશ્ચયપૂર્વક પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ ત્યારબાદ તમામ અન્ય સંકલ્પવિકલ્પને પિતાસહિત ત્યાગ કરી અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી નિશંક થવું તે જ ખરે